ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જાણીતું નામ અને રાજકોટના સર્વે દર્શનાર્થીઓ જેમના દર્શન કરવા આતુર હોય તેવા સર્વેશ્ર્વર ગ્રુપ દ્વારા આ વર્ષે સર્વેશ્ર્વર ગણપતિ મહોત્સવ- સર્વેશ્ર્વર ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દુંદાળા દેવની ભક્તિ અને આસ્થા સાથે ધામધુમથી સ્થાપના કરવામાં આવનાર છે. સર્વેશ્ર્વર ગ્રુપ દ્વારા આયોજિત આ સાર્વજનિક મહોત્સવમાં આગામી તા. 10 સપ્ટેમ્બર 2021 ને શુક્રવારથી સર્વેશ્ર્વર ચોક ખાતે કોવિડ-19 ગાઈડલાઈનની સંપૂર્ણ શિસ્ત સાથે આરક્ષિત વિશાળ સુશોભીત પરિસરમાં મંગલ પ્રારંભ થશે.
પ્રથમ દિવસે સવારે 10 વાગ્યે સર્વેશ્ર્વર ચોકના પંડાલમાં દુંદાળાદેવને પ્રસ્થાપિત કરવામાં આવશે. ગણેશજીની મૂર્તિ અનન્ય શિલ્પકૃતિની ઝાંખી કરાવે તેવી ઈકો-ફ્રેન્ડલી મનમોહક મૂર્તિ અનુપમ અને ભાવવાહી છે.
- Advertisement -
ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાપિત થનાર આ વંદનીય દર્શનીય ગણપતિ મહોત્સવના 10 દિવસ દરમિયાન સવાર-સાંજ પંડિતો દ્વારા લાઈવ પૂજા- મહાઆરતી થશે. સર્વેશ્ર્વર ચોક ગણપતિ મહોત્સવના પ્રમુખ કેતનભાઈ જણાવે છે કે દરરોજ સવાર-સાંજ તથા રાતે 11-00 વાગ્યે શયનની આરતી કરવામાં આવનાર છે. સાથોસાથ રોજબરોજ ભક્તિ સંગીતની સુરાવલી સાથે અલૌકિક માહોલ સર્વેશ્ર્વર ચોક ખાતે ઊભો કરવામાં આવ્યો છે. આ દુંદાળા ગણપતિના દર્શનનો લાભ સોશિયલ મીડિયા ફેસબૂકમાં લાઈવ સાંજે 7-00થી 11-00 વાગે રાખવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર સાર્વજનિક ગણપતિ મહોત્સવના સર્વે કમિટી મેમ્બર કેતનભાઈ સાપરિયા, જતિનભાઈ માનસતા, અલાઉદ્દીનભાઈ કારિયાણીયા, અનિલભાઈ તન્ના, વિપુલભાઈ ગોહેલ, બહાદુરભાઈ કોટીલા, હિતેશભાઈ મહેતા, અતુલભાઈ કોઠારી, ગુલાબસિંહ જાડેજા, શૈલેષભાઈ પરમાર, પુષ્પરાજસિંહ જાડેજા, રાજુભાઈ કિકાણી, સમીરભાઈ દોશી, દિલીપસિંહ જાડેજા, હિતેશભાઈ જેઠવા, સુધીરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, કુમારભાઈ ચૌહાણ, હરેન્દ્રભાઈ જાની, જયેશભાઈ જોષી, ચંદ્રસિંહ સોલંકી સાથે 50 અન્ય કમિટી મેમ્બર આ આયોજનને સફળ બનાવવા માટે છેલ્લાં 15 દિવસથી પૂરી જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ માર્ગદર્શન આપી રહ્યા છે.



