By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    9 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    9 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    10 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    11 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    10 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ
SCIENCE-TECHNOLOGY

ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ

Khaskhabar Editor
Last updated: 2026/05/27 at 1:38 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

હમણાં તમે પણ કદાચ મીડિયામાં જોયું-વાંચ્યું હશે કે ગૂગલ તેના ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબીની સ્ટોરેજ આપવાનું બંધ કરવાનું વિચારી રહી છે. તેના બદલે ફક્ત ૫ જીબી ફ્રી સ્ટોરેજ મળશે! આ નવા પ્લાનનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે. આપણે સૌ ગૂગલના આદતી બની ગયા હોવાથી, આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ.

ગૂગલમાં અત્યારે શી સ્થિતિ છે?

- Advertisement -

વીસેક વર્ષ પહેલાં ૨૦૦૪માં ગૂગલે પહેલી એપ્રિલના દિવસે તેની જીમેઇલ સર્વિસ લોન્ચ કરી ત્યારે લોકોએ તેને એપ્રિલફૂલની મજાક ગણી લીધી હતી. કારણ દેખીતું હતું કે એ સમયની પોપ્યુલર અન્ય ઇમેઇલ સર્વિસમાં યૂઝર્સને માંડ ચાર એમબી સ્ટોરેજ સ્પેસ મળતી હતી ત્યારે ગૂગલે એક ધડાકે તેનાથી ૨૫૦ ગણી વધુ, સીધી ૧ જીબી સ્ટોરેજ ફ્રી આપવાની જાહેરાત કરી હતી. શરૂઆતના દિવસોમાં તેો જીમેઇલમાં કહેવામાં આવતું હતું કે તમારે કોઈ ઇમેઇલ ડિલીટ કરવાની જરૂર નથી કેમ કે જીમેઇલમાં મળતી ફ્રી સ્ટોરેજ સતત વધતી જશે!

૨૦ વર્ષ પછી આખી વાતે સાવ ઊંધી દિશા પકડી છે.

ગૂગલે આટલી બધી સ્ટોરેજ કેમ આપી?

- Advertisement -

એપલ અને માઇક્રોસોફ્ટ જેવા સૌથી નજીકના હરીફના ફ્રી એકાઉન્ટમાં, મેઇલ, ક્લાઉડ ડ્રાઇવ અને ફોટોઝ માટે મળતી પાંચ જીબી સ્ટોરેજની સરખામણીમાં ગૂગલના એકાઉન્ટમાં આપણને ૩ ગણી ફ્રી સ્ટોરેજ મળતી રહી છે.

આપણને સહેજે સવાલ થાય કે ગૂગલ કંપની આટલી ઉદાર કેમ બની? હકીકત એ છે કે મોટા ભાગની કંપની અત્યારે જે બિઝનેસ સ્ટ્રેટેજી કામે લગાડી રહી છે, તે ગૂગલે વીસ વર્ષ પહેલાં અપનાવી હતી – લોકોને કલ્પના ન હોય એટલું ફ્રી આપો, મોટો યૂઝરબેઝ ઊભો કરો, ટેવ પાડો અને પછી ધીમે ધીમે રૂપિયા માગવાનું શરૂ કરો!

ગૂગલનાં તો બીજાં કેટલાંય ગણિત પણ હતાં.

હવે વિવિધ રીતે કાપ મૂકાઈ રહ્યો છે

અગાઉ ગૂગલ ફોટોઝ સર્વિસમાં આપણને પોતાના તમામ ફોટોગ્રાફ, નજીવી બાંધછોડ સાથે, અનલિમિટેડ સંખ્યામાં અપલોડ કરવાની છૂટ મળતી  હતી. એ પછી પોતાના કમ્પ્યૂટર વિઝન મોડેલ્સને ટ્રેઇન કરવા માટે આપણા ફોટોગ્રાફની ગરજ પૂરી થઈ એટલે ગૂગલે ફોટોઝમાં મળતી અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ બંધ કરી અને તેને પણ કુલ ૧૫ જીબીની સ્ટોરેજમાં ગણતરીમાં લેવાનું શરૂ કર્યું. આમ અત્યારની સ્થિતિ મુજબ ગૂગલના ફ્રી એકાઉન્ટમાં મુખ્યત્વે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાંનાં આપણા ડેટાને ગણતરીમાં લેવામાં આવે છે. બીજી બાજુ હવેના સમયમાં જીમેઇલમાં એટેચમેન્ટ એકદમ હેવી થઈ ગયા છે, ગૂગલ ડ્રાઇવમાં અપલોડ થતાં ડોક્યુમેન્ટ્સ હેવી હોઈ શકે છે (અગાઉ ગૂગલ ડોક, સ્પ્રેડશીટ કે સ્લાઇડ્સ માટેના મૂળ ગૂગલના ફોર્મેટના ડોક્યુમેન્ટ સ્ટોરેજમાં ગણતરીમાં લેવાતા નહોતા, હવે એ પણ ગણતરીમાં લેવાય છે) તથા ફોટોઝના ફોટો અને વીડિયોની સંખ્યા અને સાઇઝ ખૂબ વધ્યાં છે તેથી ફ્રી એકાઉન્ટની ૧૫ જીબી સ્ટોરેજ હવે મોટા ભાગના લોકોને સાવ ઓછી પડે છે.

ગૂગલમાં હવે શું બદલાશે?

હવે વાત હજી  બદલાઈ રહી છે. હવે આપણે ગૂગલનું નવું ફ્રી એકાઉન્ટ ખોલાવીશું તો તેમાં ‘તમારા ગૂગલ એકાઉન્ટમાં કોઈ ચાર્જ વિના ૧૫ જીબી ક્લાઉડ સ્ટોરેજ મળશે’ એવા શબ્દો બદલીને સ્માર્ટ રીતે ‘૧૫ જીબી સુધીની સ્ટોરેજ’ મળશે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ કારણે આપણે નવું એકાઉન્ટ ખોલાવીશું ત્યારે શરૂઆતમાં ફક્ત પાંચ જીબી ફ્રી સ્પેસ મળશે. બાકીની ૧૦ જીબી સ્પેસ મેળવવા માટે આપણે મોબાઇલ નંબર આપીને તેને લિંક કરવો પડશે અને વેરિફાઇ કરવો પડશે.

આમ જુઓ તો આપણને લાગે કે આ કોઈ આકરી શરત નથી. પરંતુ ખરી રમત અહીં જ છે. આપણે નવા ગૂગલ એકાઉન્ટમાં ૧૫ જીબી સ્ટોરેજ મેળવવા માટે નવો મોબાઇલ નંબર આપવો પડશે! મતલબ કે તમે પોતાના માટે એક-બે મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા હો તો એ બંને નંબર તો તમે કોઈ ને કોઈ જીમેઇલ એકાઉન્ટમાં આપી દીધા હશે. નવા એકાઉન્ટમાં એ જૂના નંબરનો ઉપયોગ થઈ શકશે નહી!

ગૂગલ આ કાપ કેમ મૂકી રહી છે?

ગૂગલે આ ફેરફાર કેમ કરવામાં આવી રહ્યો છે તેનાં સ્પષ્ટ કારણો આપ્યાં નથી, પરંતુ આપણે તે સમજી શકીએ તેમ છીએ. અત્યારે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે દુનિયાભરની ટેક કંપનીઓનાં ડેટા સેન્ટર્સ પર ડેટા સ્ટોરેજનું ભારણ જબરજસ્ત વધી રહ્યું છે. આ કારણે કંપનીઓ હવે પાણીના ભાવે કે મફત ડેટા સ્ટોરેજ આપી શકે તેમ નથી.

આપણે માટે એટલું આશ્વાસન છે કે આ ફેરફાર ફક્ત નવા ગૂગલ એકાઉન્ટને લાગુ પડશે. અત્યારે તમને ગૂગલના ફ્રી એકાઉન્ટમાં ૧૫ જીબી સ્ટોરેજ મળી રહી હોય તો એ મળવાનું ચાલુ રહેશે!

૧૫ જીબી ઓછી પડે તો?

૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ પૂરી થવામાં આવે તો આપણે કાં તો ખાસ્સી મહેનત કરીને જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાં બિનજરૂરી જગ્યા રોકતી બાબતો શોધી શોધીને ડિલીટ કરવી પડે અથવા રૂપિયા ખર્ચીને નવી પેઇડ સ્ટોરેજ ખરીદવી પડે.

તમે જોશો તેમ, કદાચ તમારી ઘણી ખરી સ્ટોરેજ ગૂગલ ફોટોઝ એપમાં જ ખર્ચાતી હશે. તેનો ઉપાય કરવા માટે તમે takeout.google.com સર્વિસની મદદથી તમારા તમામ ફોટો કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી શકો. પરંતુ ફક્ત તેના ભરોસે રહેવાય નહીં એટલે ૧-૨ ટીબની એક્સ્ટર્નલ ડ્રાઇવ ખરીદવી પડે! એ ખર્ચ એક સાથે ન કરવો હોય, તો ગૂગલનો પેઇડ પ્લાન ખરીદવો પડે. અન્ય દેશોની સરખામણીમાં ભારતના યૂઝર્સ સહેલાઇથી જુદી જુદી બાબતોનો બને તેટલો મફતમાં જ લાભ લેવાય ટેવાયેલા છે. આથી તેઓ સહેલાઇથી પેઇડ સ્ટોરેજ પ્લાન તરફ વળે તેવી શક્યતા ઓછી છે!

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા
Next Article RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?