તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરસોલ ગામની સીમમાં આવેલ ગૌચરમાં કાન્તાબેન વા/ઓ રવિભાઇ પગી રહે. ટીમ્બા વિસ્તાર હરસોલની લાશ વિકૃત હાલતમાં તા.૨૯/૦૯/૨૦૨૦ ના રોજ મળી આવતાં તલોદ પો.સ્ટે. અકસ્માત મોતનો બનાવ દાખલ કરી મરણજનારની લાશ પી.એમ.કરાવવા માટે સીવિલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે મોકલી આપી આગળની તપાસ તલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ સંભાળી લીધેલ હતી. સદર બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ સદર બનાવની ઉંડાણપુર્વકની તપાસ કરવા સુચના કરતાં પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબશ્રી નાઓએ સદર બનાવની ઉંડાણપુર્વકની તપાસ કરવા વાય.જે.રાઠોડ, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપી તપાસમાં લગાડેલ હતા. સદર મરણ જનારનો પી.એમ રીપોર્ટમાં મરણ જનારનું મૃત્યુ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી મોત નિપજાવેલાનું આવતાં તલોદ પો.સ્ટે.પાર્ટ એ. ગુ.ર.નં- ૧૧૨૦૯૦૪૯૨૦૦૮૧૪/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૦૨, ૧૩૫ મુજબનો મડરનો ગુનો દાખલ કરવામાં આવેલ. સદર ગુનો અનડીટેક્ટ મહિલાના મડરનો હોય જેથી પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા નાઓની સુચનાથી *કે.એચ. સુર્યવંશી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, હિંમતનગર વિભાગ, હિંમતનગર નાઓના માર્ગદર્શન હેઠળ એમ.એચ પરડીયા પો.સ.ઇશ્રી. તલોદ પોલીસ સ્ટેશન તથા અ.હે.કોન્સ.લાખાભાઇ નારણભાઇ બ.નં-૨૦૨ તથા અ.હે.કોન્સ.રાજેશકુમાર ગફુલભાઇ બ.નં-૩૬૫ તથા પો.કોન્સ. જીગ્નેશસિંહ ભીખુસિંહ ૦૬૧૪ તથા પરેશકુમાર જગદિશભાઇ બ.નં-૦૨૭૦ તથા પો.સ.ઇશ્રી. એ.વી. જોષી એસ.ઓ.જી. તથા એ.એસ.આઇ. જયપાલસિંહ અર્જુનસિંહ બ.નં-બ.નં-૦૩૬ તથા વુ.એ.એસ.આઇ. સુરેખાબેન નવલસિંહ બ.નં-૪ તથા અ.હે.કોન્સ. મહેન્દ્રસિંહ ભૈરવસિંહ બ.નં-૯૫૧ તથા પો.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્ત બ.નં-૩૯૫ વિગેરે સ્ટાફની ટીમ બનાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી..સદર ગુનાના કામે ટેકનીકલ સર્વેલન્સ તથા ફીજીકલ સર્વેલન્સ મારફતે ઉંડાણપુર્વકની તપાસ કરતાં જેમાં તેની પડોશમાં રહેતી ઉર્મિલાબેન વા/ઓ રણજીતભાઇ પગી ઉપર શક વહેમ જતાં તેને બોલાવી યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતાં પોતાના પતિને મરણજનાર સાથે અફેર હોવાનો શક વહેમ જતાં તેમજ તા.૨૪/૦૯/૨૦૨૦ ના રોજ મરણજનાર કાન્તાબેન પોતાની દિકરી સાથે ફોન ઉપર વાત કરતા હતા તે વખતે ત્યાં આ આરોપણ બહેન પણ હાજર હોય અને મરણ જનારે પોતાની દિકરીને મોજથી રહેવાનું ચિંતા નહી કરવાની તેવી સલાહ આપેલ હોય જેથી સદરી આરોપણને મરણજનાર પોતાને માનસિક રીતે રીસે બારવા આવા શબ્દો ઉચ્ચારતી હોવાનું લાગી આવેલ હતું. ત્યારબાદ સદર મરણ જનાર પોતાના ઘરે જઇ કુહાડી લઇ લાકડાં લેવા જતાં તેની પાછળ પાછળ આરોપણ બહેન નિકળેલ અને હરસોલ ગામના ગૌચરમાં જઇ બન્ને જણા ભેગા થઇ આરામ માટે બેસેલ તે વખતે પણ મરણજનારે કરેલ કે ‘‘હું તો એકલી છું તું તો આદમીવાળી છે. તેમ છતાં હું તો લહેરથી રહું છું અને મજા કરું છું’’ તેવા શબ્દો બોલતાં આરોપણ બહેનને લાગી આવતાં એકદમ ઉશ્કેરાઇ જઇ બાજુમાં પડેલ મરણજનારની કુહાડી લઇ મરણ જનારને માથાના ભાગે તથા ગળાના ભાગે તથા પીઠના ભાગે ઘા કરી ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવેલાની કબુલાત કરતાં સદરી આરોપણને અટક કરી અનડીટેક્ટ મહિલાના મડરનો ગુનો ડીટેક્ટ કરેલ છે. અને સદર ગુનાની આગળની તપાસ પો.સ.ઇશ્રી. તલોદ પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે.