ગોંડલ

ગોંડલ વિજતંત્રના ટ્રાન્સમિશન સર્કલમાં કોરોના એ અજગર ભરડો લઈ એકીસાથે 18 કર્મચારીઓ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા આખી સર્કલ કચેરી બંધ કરી સેનેટાઇઝર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ટીઆર સર્કલમાં કુલ 25 નો સ્ટાફ છે તેમાંથી 18 ટેસ્ટ દરમ્યાન કોરોના પોઝીટીવ થતા સ્ટાફ ગભરાઈ જવા પામ્યો હતો. જે કોરોના સંક્રમિત થયા છે તે તમામ ને હોમ આઇસોલેશન કરી દેવામાં આવ્યા છે.