ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ચાલુ થઈ ગયેલા બાયોડિઝલના રીટેઈલ આઉટલેટ સામે અરવલ્લી જીલ્લા પેટ્રોલ પંપ એસોસિયેશને અવાજ ઉઠાવી મંજુરી વગરના બાયોડિઝલના રીટેઈલ આઉટલેટ બંધ નહી થાય તો પેટ્રોલ – ડિઝલની ખરીદી બંધ કરીશું. તેવો સુર બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલા બાયો ડીઝલ આઉટલેટ સામે અરવલ્લી સહિત રાજ્યભરમાંથી ઉભો થતાં રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના ખાતાને ધ્યાનમાં લેવાની ફરજ પડી હતી.

રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રાલયે રાજ્ય પોલીસ તંત્રને પત્ર લખી રાજ્યભરમાં અનધિકૃત રીતે ચાલતા આવા બાયોડિઝલના આઉટલેટ સામે જરૂરી ટીમો બનાવી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા હતા.

જેના પગલે અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે પણ અરવલ્લી જીલ્લામાં આવા વેચાણકર્તાઓ સામે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જીલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી અરવલ્લી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને સ્ટાફના માણસો મોહનસિહ પુજેસિહ, મોહનસિહ ફતેસિહ, ઈમરાનખાન, સંજયકુમાર, દિલીપભાઈ તથા પ્રમોદકુમાર સહિતનો સ્ટાફ મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે “લકી સર્વિસ સેન્ટર” ની સામે ખુલ્લી જગ્યામાં તપાસ કરતાં એક પીકપ ડાલામાં બાયોડિઝલના બેરલ મળી આવ્યા હતા.

આ સફેદ કલરના પિકપ ડાલામાંથી બાયોડિઝલ ભરેલા બેરલ નંગ. ૧૧.બાયોડિઝલ ૨૨૦૦/-લિટર કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો બાયોડિઝલનોજથ્થો લઇને આવનાર ઈમ્તિયાઝભાઇ અબ્બાસભાઈ સુમરા હિંમતનગરની અટક કરી મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં ધરવામાં આવેલ છે.