ગોંડલની નૂતન કન્યા વિદ્યાલય ઇકો કલબ દ્વારા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ,ગ્રીન અર્થ ટીમના સહયોગ થી ક્લીન ગોંડલ ગ્રીન ગોંડલ અભિયાન હેઠળ ગોંડલ શાંતિધામ સ્મશાન સામે 11 વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું..નૂતન વિદ્યાલયના આચાર્યા અનિલાબેનની સહમતી થી બોરસલ્લી, પુત્રમજીવા, સેતુર, પેલટોફોરમ, કરંજ, બીલીપત્રના 11 વૃક્ષ નું વાવેતર કરવાના અભિયાન માં પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,આકાશ રાઠોડ,પ્રેમલ પંડ્યા,જયદીપ રાઠોડ,શાંતિલાલ દ્વારા વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર જવાબદારીના સંકલ્પ સાથે ગોંડલને હરિયાળું અને રળિયામણું બનાવવાનો પ્રયાસ છે.