By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    16 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    17 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    16 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    16 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    16 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IDનો જુગાર : પંટરો પાયમાલ, બુકી અને પોલીસ માલા-માલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > IDનો જુગાર : પંટરો પાયમાલ, બુકી અને પોલીસ માલા-માલ
ગુજરાતરાજકોટ

IDનો જુગાર : પંટરો પાયમાલ, બુકી અને પોલીસ માલા-માલ

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:38 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

શહેરના કરણપરાથી વર્લીમાં ઝંપલાવનાર આજે એશિયામાં સટ્ટાના ધંધામાં ટોચ પર

ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, વર્લી-મટકા, અંદર-બહાર, કસીનો સહિતની રમતોનો IDમાં સમાવેશ: સેક્ધડ્સમાં લાખોની આવક 

શહેરના કરણપરા વિસ્તારમાં બે દાયકા પહેલાં ખુલ્લેઆમ વર્લી-મટકાનો જુગાર ચાલતો હતો. આ જુગાર શરૂ કરનાર વ્યક્તિને આવક ખૂબ જ સારા પ્રમાણમાં હોવાથી તેના પુત્ર આરઆરએ પણ આ ધંધામાં ઝંપલાવ્યું હતું અને એક સ્વપ્ન જોયું હતું કે શહેર, રાજ્ય કે રાષ્ટ્ર નહિ પરંતુ સમગ્ર સટ્ટાની કોઈ પણ પ્રકારની રમતના જુગારમાં ગ્રાહકો તેના પાસે હાર-જીત કરવા માટે આવે. સમય જેમ-જેમ પસાર થતો ગયો તેમ-તેમ આરઆરએ જોયેલું સ્વપ્ન શહેર, રાજ્ય, રાષ્ટ્ર અને એશિયા લેવલે કઠોર મહેનત બાદ સાકાર થયું અને એટલે તો કહેવાય છે કે શહેરના કરણપરાએથી વર્લી ચાલુ કરનાર એશિયામાં સટ્ટાના ધંધામાં ટોચ પર તેની તૂલના થઈ રહી છે. આ ભેજાબાજે શરૂ કરેલી સટ્ટા માટેની ઓનલાઈન આઈડીમાં ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, વર્લી-મટકાં, અંદર-બહાર, તીનપત્તી, કસીનો વગેરે સહિતની રમતનો સમાવેશ થાય છે. જેની આવક પર સેક્ધડની લાખો રૂપિયાને પાર છે. જેમાં દરરોજના અનેક પંટરો લાખો કરોડો રૂપિયાની હાર-જીત કરી રહ્યા છે. આઈડીમાં જે કસીનોમાં લાઈન જુગાર રમાડવામાં આવે છે. તે એક ચીટીંગવાળો જુગાર છે. જેના લીધે પંટરો હરહંમેશને માટે હારે છે અને આવા ચીટીંગવાળા જુગાર કે સટ્ટો ચલાવવા માટે બુકીઓ પાસેથી પોલીસના નિમ્ન સ્તરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી બધાને સેકસન આપવું પડે છે જેથી હરહંમેશને માટે સટ્ટાના જુગારમાં પંટર પાયમાલ હોય છે. જ્યારે બુકી અને પોલીસ માલા-માલ હોય છે.

Contents
શહેરના કરણપરાથી વર્લીમાં ઝંપલાવનાર આજે એશિયામાં સટ્ટાના ધંધામાં ટોચ પરક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, વર્લી-મટકા, અંદર-બહાર, કસીનો સહિતની રમતોનો IDમાં સમાવેશ: સેક્ધડ્સમાં લાખોની આવક  સટ્ટો પણ હવે APP પર!ભેજાબાજે સટ્ટા માટેની એપ્લિકેશન બનાવી, હવે સ્માર્ટ ફોન થકી જ રોજ લાખો-કરોડો રૂ પિયાની હારજીત!ટેક્નોલોજીનો દુરૂપયોગ કરી બૂકીઓ બન્યાં કરોડપતિIDની કુંડળી 

 

- Advertisement -


સટ્ટો પણ હવે APP પર!

ભેજાબાજે સટ્ટા માટેની એપ્લિકેશન બનાવી, હવે સ્માર્ટ ફોન થકી જ રોજ લાખો-કરોડો રૂ પિયાની હારજીત!

સટ્ટા બજારે અનેક લોકોને બરબાદ કરી ઘર વગરના કરી નાખ્યા છે. આપણા દેશમાં વસ્તીનું પ્રમાણ પહેલાથી જ વધુ હોવાને લીધે 50થી 60 ટકા ગ્રેજ્યુએટ યુવાઓ બેરોજગારીના લીધે આમ-તેમ ભટકી રહ્યા છે ત્યારે આવા સટ્ટાબજારના બુકીઓ આવા યુવાનોને લલચાવી ટૂંક સમયમાં કરોડપતિ બનાવવાની લાલચ આપી સટ્ટાનો જુગાર રમવા માટે પ્રેરિત કરે છે. અંતે તો આ યુવાનો કરોડપતિ બનવાને બદલે રોડપતિ બને એ તો ચોક્કસ છે. જ્યારે કેટલાય તો લાંબી હાર થઈ જવાને લીધે આત્મહત્યા પણ કરી લે છે ત્યારે રાજકોટ શહેરના કરણપરા વિસ્તારમાં આજથી ઘણાં વર્ષો પહેલાં એક વ્યક્તિએ ખુલ્લેઆમ વર્લીમટકાંનો જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું અને તેમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ ન આવે તે માટે તે વ્યક્તિએ ચોક્કસ પ્રકારની વહિવટી ગોઠવણ કરી હતી. જેમાં સ્થાનિક પોલીસ અને અમુક રાજકિય પાર્ટીને ફંડ પેટે રૂપિયા ચૂકવતો હતો. બાદમાં આ વર્લીના ધંધામાં પિતા કરતાં દોઢેક કદમ આગળ જવાના ઇરાદાથી તેના લાડકવાયા પુત્રએ ઝંપલાવ્યુ અને પોતાનું ભેજુ લગાવી માત્ર શહેર, રાજ્ય કે રાષ્ટ્ર લેવલે નહીં પરંતુ સટ્ટાની બજારમાં સમગ્ર એશિયામાં તેનું નામ ટોપ બુકીના લિસ્ટમાં આવવા માંડ્યુ અને આ ભેજાભાજે ઓનલાઈન સટ્ટા માટેની એક એપ્લીકેશન બનાવી જે દરેક પંટર તેના સ્માર્ટ ફોન મારફત સહેલાઈથી રમી શકે.

આ ઓનલાઈન એપ્લીકેશન આઈડીમાં ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ, લાઈવ તીનપત્તી, લાઈવ અંદર-બહાર, લાઈવ વર્લીમટકા વગેરે સહિતની રમતોનો સમાવેશ કરી વધુ ને વધુ પંટરોને પોતાની તરફ આકર્ષવામાં સફળતા મળી. જેમાં પંટરોનું હાર-જીતનું વલણ પ્રતિદિન અથવા સપ્તાહના પ્રથમ સોમવારે આપવાનું હોય છે. હકિકત તો એ છે કે આઈડીના જુગારમાં પંટર એક રમતમાં પૈસા કમાઈ તો બીજી દસ રમત એવી છે કે જે કમાયેલા નાણા અન્ય રમતમાં રમીને પંટર પાયમાલ થઈ જાય છે. આ ધંધાને વધુ પ્રમાણમાં ફેલાવવા માટે શેરી-વિસ્તાર, સીટી, જિલ્લા અને રાજ્ય લેવલના બુકીઓને 90 ટકા સુધીની ભાગીદારીની ઓફર કરી કરણપરાનો આર.આર. હાલમાં એશિયાના ટોપ ધંધાર્થીઓમાં તેનું સ્થાન છે. આઈડીમાં જે કસીનો લાઈવ ચલાવવામાં આવે છે તે નેપાલથી ઓપરેટ થાય છે. હકિકતમાં લાઈવ કસીનોની રમતમાં કશું જ લાઈવ જેવુ હોતું નથી. માત્ર લાઈવના નામે ચીટીંગ કરી પંટરોને પાયમાલ કરવામાં આવે છે.

- Advertisement -

 

મંજૂરીવાળા બુકીઓ અને તેના પંટરોને પોલીસ દ્વારા ‘નો-રોકટોક’
ક્રિકેટ, ફૂટબોલ જેવી રમત પર સટ્ટો રમાડવા માટે બુકીઓ પોલીસના વહિવટદારને ધંધા આધારિત પાંચ લાખથી લઈને 50 લાખ સુધીનું સેકશન આપે છે. જેમાં શહેરની કોઈપણ બ્રાન્ચ કે અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારી તે બુકી તેમજ તેની અંદર રમતા પંટરોને હેરાન-પરેશાન કરતા નથી. મંજૂરી સિવાયના કોઈ બુકી કે પંટર રમતા ઝડપાઈ જાય ત્યારે પોલીસ તેના પાસેથી લાંબી મલાઈ ઉતારે છે અને કોઈ પંટર રંગેહાથે સટ્ટો રમતા ઝડપાઈ જાય ત્યારે તેને બુકીનું નામ પૂછવામાં આવે છે, તે મંજૂરીવાળુ હોય તો તેને જવા દેવાય છે.

 

આઈ.ડી. આવતા લાઈનનું ચલણ ઘટ્યું
પંટરો ક્રિકેટ મેચમાં સટ્ટો રમવો હોય ત્યારે સ્થાનિક બુકીએ આપેલા ફોન નંબર પર ફોન કરી મેચની હાર-જીતનો સટ્ટો રમતાં હોય છે પરંતુ જ્યારથી બજારમાં આઈ.ડી. આવી ત્યારથી બુકીને ફોન કરી સટ્ટો રમવાના ચલણમાં ઘટાડો થયો તેનું મુખ્ય કારણ એ પણ છે કે એક આઈ.ડી.માં અનેક ક્રિકેટ મેચ, ફૂટબોલ, ટેનિસ અને કસીનો જેવી રમતો પર સટ્ટો રમાતો હોવાથી 95 ટકા પંટરો આઈ.ડી. વાપરતા થઈ ગયા અને તેનો મુખ્ય ફાયદો એ પણ છે કે પંટર ઓફિસ કે ઘરમાં બેઠા-બેઠા સોદા પાડી શકે છે અને તેની પ્રાઈવસી પણ જળવાઈ રહે છે.

ટેક્નોલોજીનો દુરૂપયોગ કરી બૂકીઓ બન્યાં કરોડપતિ

IDની કુંડળી 

ID કેવી રીતે મળશે?
પંટરો પોતાની આસપાસના સ્થાનિક બુકી પર વિશ્ર્વાસ રાખતા હોવાથી તેની સાથે કેટલા રૂપિયાની લિમિટની આઈ.ડી. અને વલણ પ્રતિદિન અથવા સપ્તાહના પ્રથમ સોમવારે કરવું તે નક્કી કરે છે. ત્યારબાદ ગ્રાહકના નામ પરથી આઈ.ડી. બનાવી બુકી ગ્રાહકને વ્હોટ્સએપના માધ્યમથી યુઝરનેમ, પાસવર્ડ અને આઈ.ડી. માટેની લીંક મોકલે છે જે લીંક પર ગ્રાહક ક્લિક કરી યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી આઈ.ડી. ઓપન કરી સટ્ટો રમવાની શરૂઆત કરે છે.

બુકીની પ્રથમ પસંદગી ડાયમંડ ID
લોટ્સ, વ્હાઈટ હોર્સ, બેટફેર વગેરે જેવી અનેક આઈ.ડી.ઓમાં ભેજાબાજ પંટરો હેકરની મદદથી આઈ.ડી. હેક કરી મોટાપાયે નાણાં જીતી બુકીઓનું કામ ઉતારતા હોય છે ત્યારે ડાયમંડ આઈ.ડી.ને કોઈપણ હેકર હેક કરી શકતું ન હોવાથી તે બુકીની પ્રથમ પસંદગી બની છે. ડાયમંડ આઈ.ડી.ની પેટા આઈ.ડી. તરીકે ડાયમંડ99, ડાયમંડ999, બેટ એક્સચેંજ વગેરે સહિતની ચાલે છે. ડાયમંડવાળા માલિકની થોડા સમય પહેલાં અન્ય રાજ્યમાં આઈ.ડી. અને હવાલાની ઓફિસમાં પોલીસના દરોડા પડતાં તેને થોડા સમય માટે ડાયમંડ આઈ.ડી.નું નામ બદલી 777 આઈ.ડી. કરી નાખ્યું હતું.

ID એટલે ચિટીંગનું શસ્ત્ર
આઈ.ડી.માં સોદા કરતી વખતે જ્યારે કોઈપણ મેચમાં ઘોડો ઉડે એટલે રોમાંચક મેચ થાય તે દરમિયાન પંટર તાત્કાલિક સોદા પાડે ત્યારે બફરીંગ થયા કરે છે ત્યારે પંટરના બદલે માત્ર બુકી ફ્રેન્ડલી સોદા જ સ્વીકારવામાં આવે છે તેમજ લાઈવ કસીનોમાં કશું જ લાઈવ જેવું હોતું નથી લાઈવના નામે પંટરોને બેવકુફ બનાવી પૈસા પડાવી લેવાનો ગોરખધંધો જ ચાલે છે.

IDમાં કઈ – કઈ રમતો પર સટ્ટો?
આઈ.ડી.માં ક્રિકેટ, રાજકારણ, ફૂટબોલ, ટેનિસ, લક્કીસેવન, તીનપત્તી, વર્લીમટકાં, અંદરબહાર વગેરે સહિતની કસીનોની લાઈવ રમતો પર સટ્ટો રમવામાં આવતો હોય છે.

IPL અને બિગબેશ પોલીસ અને બુકીઓ માટે કમાઈ (લણી) લેવાની સિઝન
આઈ.પી.એલ. બાદ ક્રિકેટ જગતમાં બીજી વિશ્ર્વસનીય અને પ્રતિષ્ઠિત લીગ તરીકે ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગબેશ લીગ છે. ભારતમાં તો આઈ.પી.એલ.ને ભારતનું તહેવાર ગણવામાં આવે છે. આ બંને લીગમાં બિલાડીના ટોપની માફક શેરીએ-શેરીએ બુકીઓ ફૂટી નીકળે છે. જેમાં મંજૂરી વિનાના બુકીઓને ઝડપી પાડવા પોલીસ અને તેના પાયદળિયાઓ કામે લાગી જાય છે અને આવા નવા નિશાળિયા બુકી પાસેથી પાંચથી છ આંકડા સુધીનો તોડ કરવામાં આવે છે.

પોલીસ તેના પાઈદળિયાઓ થકી બુકીઓનું કામ ઉતારે છે
શહેરમાં કેટલાય ભ્રષ્ટ અને લાલચુ પોલીસ અધિકારી અને કર્મચારી તેના પાયદળિયાઓને મંજૂરીવાળા ધંધાર્થીઓની યાદી આપી કહે છે કે આ સિવાયના અન્ય બુકી સટ્ટો રમાડતા હોય તેવામાં તમારે સટ્ટો રમવાનો રહેશે અને જીતમાં પોલીસને 60થી 70 ટકા રકમ આપવાની રહેશે અને હાર થાય અને ઉઘરાણી માટે બુકી ફોન કરે તો અમારી પાસે દોડી આવવાનું રહેશે ત્યારબાદ આવા ભ્રષ્ટ પોલીસવાળા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખાખીની બહાદુરી બતાવી બુકીને ફોન કરી ડરાવી, ધમકાવી તું સટ્ટો રમાડશ તારા વિરૂદ્ધ ગુનો નોંધવાનો છે કહી મોટો તોડ કરે છે.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડોદરાના માતા-પુત્રી હત્યા કેસમાં ઘટસ્ફોટ 
Next Article માદક પદાર્થોની માહિતી આપનારને અપાશે ઇનામ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?