મેસ્સીએ વાઇલ્ડલાઇફ સેન્ટરમાં આરતી કરી: અનંત-રાધિકાએ સિંહના બચ્ચાંનું નામ લિયોનેલ રાખ્યું
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
- Advertisement -
વર્લ્ડ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ ભારતના પ્રવાસ દરમિયાન અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની પણ મુલાકાત લીધી હતી. તેની તસવીરો બુધવારે રાત્રે જાહેર કરવામાં આવી હતી. અહીં મેસ્સીએ અનંત અને તેની પત્ની રાધિકા સાથે આરતી કરી, ભગવાનની મૂર્તિ સામે માથું ઝુકાવ્યું.
મેસ્સીએ એલિફન્ટ કેર સેન્ટરમાં બે વર્ષ પહેલાં બચાવવામાં આવેલી બીમાર હાથી પ્રતિમાના બચ્ચા મણિકલાલ સાથે ફૂટબોલ રમ્યો. આ પ્રસંગે અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ એક સિંહના બચ્ચાનું નામ લિયોનેલ પણ રાખ્યું હતું. તેમની સાથે તેમના ક્લબના ફૂટબોલ ખેલાડી લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર હતા.



