ફેસબુકમાં પરિચય થયા બાદ સેંથામાં સિંદૂર પુરી લગ્ન કર્યા બાદ ખબર પડી આ તો વ્યંઢળ છે
પીછો કરી શાપર સુધી આવી મારકૂટ-ઝઘડા કરતો હોય અંતે ઢીમ ઢાળી દીધું : આરોપીની ધરપકડ
- Advertisement -
શાપરમાં મસ્કત ફાટક પાસે શનિવારે અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. યુવાન સમલૈંગિક હોય મિત્ર સાથે સંબંધ રાખવા બાબતે બંન્ને વચ્ચે ઝઘડો થતા મિત્રએ જ તેને બોથળ પદાર્થનો ઘા ફટકારી પતાવી દીધો હોવાનો ધડાકો થયો છે. મૃતક યુવાન મૂળ બિહારનો વતની હતો જયારે તેની હત્યા કરનાર આરોપી ઉત્તરપ્રદેશનો વતની હોવાનું સામે આવતાં એક કોલના આધારે પોલીસે આરોપીને સકંજામા લઈ વધુ તપાસ હાથ ધરી છે.
શાપરમાં ગત તા.25ના કલાક મસ્ક્ત ફાટક પાસે આવેલ ઓમ ઓટો એન્ડ રીંગ કારખાના પાસે રેલ્વેની દિવાલ પાસે એક સ્ત્રીના કપડા પહેરેલ પુરૂષની કોહવાઇ ગયેલ હાલતમા લાશ મળી આવી હતી બાદ લાશનુ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પી.એમ. કરવતા મરણજનારનુ મોત માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી થયેલાનુ જણાઈ આવેલ હોય જેથી લાશની ઓળખ કરવા શાપર પીઆઇ આર.બી.રાણા તથા પીએસઆઈ એસ.આર.પંડયા,તથા વી.જી.જેઠવા સહિતની તમે તપાસ કરતા અને સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા પડવલા ખાતે આવેલ પીરામીડ કારખાનામા કામ કરતા મૂળ યુપીના પીયુષકુમાર બબલુ ખરવાર શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરતા પોતે હત્યા અંગે કબૂલાત આપતા જણાવ્યું હતું કે મૃતકનું નામ ચંદનકુમાર હતુ આશરે ત્રણેક વર્ષ પહેલા હૈદરાબાદ ખાતે હતો ત્યારે ફેસબુકમા NISHA KUMAR નામની ફેસબુક આઇ.ડી.થી તથા POONAM383203 નામના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી થી મૃતક સાથે મીત્રતા થઇ હતી બાદ આ હૈદરાબાદ ખાતે મૃતકે પોતાનુ નામ પુનમ જણાવેલ બાદ બન્નેએ હૈદરાબાદ ખાતે મૃતકના સેંથામાં સીંદુર પૂરી લગ્ન કર્યા હતા બાદ પીયુષએ શરીર સબંધ બાંધવા જણાવતા મૃતક પોતાને વૈષ્ણોદેવી ખાતે મન્નત છે મારી મન્નત પુરી થશે બાદ આપણે શરીર સબંધ બાધીશુ બાદ પીયુષને શંકા જતા તપાસ કરતા તે વ્યંઢળ હોવાનુ માલુમ પડ્યું હતું બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા પિયુષ પોતાના વતનમા જતા રહેલ હતા જ્યા પણ આ ચંદન તેનો પીછો કરી તેના ઘરે પહોચી ગયો હતો તેની સાથે રહેવાની જીદ કરી ઝઘડો કર્યો હતો આરોપીના બહેનના લગ્ન પ્રસંગમાં પણ આરોપીની બહેન સાથે ઝધડો કરી મને ધરમાં રહેવા દેશો તો જ આ લગ્ન થવા દઇશ તેમ કહી ઝધડો કરેલ બાદ આ પીયુષ રાજસ્થાનના ભીવંડી વિસ્તારના ધડા ગામ ખાતે જતો રહેલ અને ત્યા પ્લાસ્ટર ફોલ્ડીગ પાઇપ લગાવવાના કામમા લાગી ગયેલ થોડા દિવસ બાદ ચંદન ત્યાં પણ તેનો પીછો કરી પહોચી ગયેલ અને ત્યા પિયુષ સાથે ઝઘડો કરી તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇજા કરેલ પરંતુ નોકરી ગુમાવવી ન પડે તે માટે મરણજનારને પોતાની સાથે રહેવા દીધેલ પરંતુ આ સમય દરમિયાન પણ મરણજનાર સતત આરોપી સાથે મારામારી તથા ઝઘડા કરતો હોય જેથી એક દિવસ રાત્રે મરણજનાર સુતો હોય ત્યારે આરોપીએ તેના કપડા કાઢી વિડિયો બનાવી લઇ ચંદન જાગતા તેને વિડિયો બતાવી કહેલ કે તુ તો સ્ત્રી નથી તેમ કહેતા ચંદન એકદમ ઉશ્કેરાઇ જઇ પીયુષનો મોબાઇલ હાથમાથી જુટવી લઇ તોડી નાખેલ અને પીયુષને માર મારેલ જેથી પિયુષ તેનો નાનો ભાઇ સત્યમ ખરવાલ શાપરના પડવાલાના એક કારખાનામા કામ કરતો હોય ત્યાં ગત તા-૦૪/૦૬/૨૦૨૬ના રોજ જાણ કર્યા વગર આવી ગયેલ પરંતુ આ ચંદને તેનુ સરનામુ મેળવી લઇ ગઇ તા-૨૧/૦૬/૨૦૨૬ના રોજ પડવલા કારખાનામા આવી ઉપરની ઓરડીમા જ્યા પીયુષ આરામ કરતો હતો ત્યા આવી મારા મારી શરૂ કરી દેતા પિયુષે સામે મારામારી કરેલ અને આ ચંદનને અર્ધ બે-ભાન કરી હાથ પકડી રેલ્વે ટ્રેક પાસે એક ખાડામા પાડી દઇ તેના માથા પર તથા મોઢા ઉપર મોટા પથ્થરથી જીવલેણ ઇજાઓ પહોચાડી મૃત્યુ નિપજાવી તેની લાશ ઉપર પથ્થર મુકી ફરીથી કામ કરતો હતો ત્યાં જતો રહ્યો હતો
આમ આ કામેના મરણજનાર ચંદનકુમાર તથા આરોપી પીયુષ બન્ને વચ્ચે સમલેંગીક સંબધો હોય અને મરણજનારથી આરોપી પીછો છોડવવા માંગતો હોય પરંતુ મરણ જનાર છેલ્લા ત્રણ વર્ષથી આરોપી સાથે રહેવા સારૂ હૈદરાબાદ,ગાજીપુર,ભીંવડી તથા શાપર સુધી જયાં જયાં પણ આરોપી કામ કરવા માટે ગયેલ ત્યાં તેની પાછળ આવેલ હોય અને બન્ને વચ્ચે અવાર નવાર નાના મોટા ઝધડાઓ થતા હોય જેથી પથ્થરના ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.




