બલદેવપરી જવેરપરી ગોસ્વામી
ધોરણ-10 આવનારી બોર્ડની પરીક્ષા માટેની ગણિત વિષયની ઉપયોગી માહિતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં બોર્ડની 2025ની પરીક્ષામાં સરળતાથી કેમ આપણે આગળ વધી શકીએ અને સારા ગુણ લાવી શકીએ આના માટેની સચોટ માહિતી મેળવશું આ વર્ષે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં વહેલી યોજાનાર છે ધોરણ 10 માં ગણિતના વિષયમાં બે વિભાગ છે એક છે (1) બેઝિક ગણિત અને બીજું છે (2) સ્ટાન્ડર્ડ ગણિત બંને પેપર કૂલ 80 ગુણના હોય છે જેમાં પાસ થવા માટે 80 માંથી ઓછામાં ઓછા 26 ગુણ મેળવવા ફરજિયાત હોય છે અને શાળા કક્ષાએ થી વાર્ષિક પરીક્ષાઓ અને અન્ય પ્રવૃતિ સાથે 20 માંથી 7 ગુણ લાવવા ફરજિયાત હોય કૂલ 26+7 = 33 ગુણ બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આવશ્યક છે. મિત્રો ભણવામાં બંને ગણિતની ટેક્સ બુક એકજ છે એટલે કે પાઠ્યપુસ્તક છે તે એક જ છે. એનો અર્થ એવો છે કે બંનેને માત્ર માળખા અલગ છે એટલેકે પ્રકરણ મુજબ ગુણભાર અલગ અલગ છે હમણાં જ ટૂંક સમયમાં સરકાર શ્રી એ પણ એક પરિપત્ર કરેલો છે કે જે બેઝિક ગણિત રાખનારા બાળકો હતા એ ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપમાં જઈ શકતા નહોતા અને એને પાછળથી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી પડતી હતી. પરંતુ હવે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ પણ ગણિતની પરીક્ષા આપ્યા સિવાય એ ગ્રુપમાં એડમિશન મેળવવું હશે તો મેળવી શકશે.આ વાત થઈ ગણિત પછી આગળ અભ્યાસક્રમમાટે એડમિશન પ્રક્રિયાની,પરંતુ અત્યારે આપણે બેઝિક ગણિતની પ્રથમ વાત કરશું કે એ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ કેવી હોય છે ? પેપરનું માળખું કેવું હોય છે ? કેટલા વિભાગ હોય છે ? અને આ વિભાગ મુજબ આપણે સરળતાથી માહિતી મેળવશું પહેલા ચારે ચાર વિભાગની ટૂંકમાં વાત કરીએ તો વિભાગ એ ની અંદર 24 ગુણના ટૂંકા પ્રશ્ર્નો પૂછવામાં આવે છે અને વિસ્તૃત ચર્ચા આપણે આગળના ક્રમશ: અંકમાં કરશું એટલે કે એક ગુણનો એક પ્રશ્ર્ન એવા 24 ગુણ છે એટલે એવા કેટલાક પ્રકરણ એવા છે કે જેમાંથી એક માર્કનું અથવા એક પણ માર્કનું પૂછવામાં આવતું નથી હોતું. તો કયા પ્રકરણમાં કેટલું કેટલું પુછાય એની વાત આપણે કરશું ત્યારબાદ વિભાગ બી છે એ 18 ગુણનો હોય છે,જેમાં નવ પ્રશ્ર્નોના જવાબ આપવાના હોય અને 13 પ્રશ્ર્નો માંથી ગમે 9 પ્રશ્ર્નોના જવાબ આપવાના હોય એટલેકે ચાર પ્રશ્ર્નો વધારાના આપેલ હોય છે
એટલેકે વિધ્યાર્થીઓને સરળ રહે એ માટે અથવામાં 4 પ્રશ્ર્નો પણ એમાં આપણને આપેલા હોય છે. 9 પ્રશ્ર્નોના જવાબ આપતા આપણને કુલ 18 ગુણનું એમાંથી માર્કિંગ લેવાનું થતું હોય ત્યારબાદ વિભાગ સી જેમાં પણ વિભાગ બી ની જેમજ 18 ગુણના પ્રશ્ર્નો પૂછાતા હોય છે. કૂલ 9 પ્રશ્ર્ન પુછાય અને જેમાંથી 6 પ્રશ્ર્નોના જવાબ આપવાના હોય છે દરેક પ્રશ્ર્નના ત્રણ ગુણ હોય એટલે કુલ 18 માર્કસનું વિભાગ સી નું ભારણ હોય છે જેમાં પણ અથવાના વધારાના 3 પ્રશ્ર્ન પણ પૂછવામાં આવતા હોય છે અને નવ માંથી ગમે તે છ પ્રશ્ર્નોના જવાબ વિદ્યાર્થીઓએ આપવાના હોય છે વિભાગ ડી 20 ગુણ નો હોય જેમાં એક પ્રશ્ર્ન ચાર માર્કનો હોય અને પાંચ પ્રશ્ર્નોના જવાબ આપવાના હોય જેમાં પણ બે ઓપ્શન પ્રશ્ર્ન આપવામાં આવે અને તે આપેલા સાત પ્રશ્ર્નોમાંથી ગમે તે પાંચ પ્રશ્ર્નોના જવાબ આપણે આપવાના હોય જેમાં બે અથવાના પ્રશ્ર્નો હોય છે હાલ આપણે ગણિતના બે પ્રકારમાં (1) બેઝિક ગણિતના માળખાની આપણે ડિસ્કસ કરી આ જ પ્રમાણે આવી જ રીતે વિભાગ મુજબ સ્ટાન્ડર્ડ ગણિતમાં પણ પૂછવામાં આવે છે તો આપને પ્રશ્ર્ન થાય કે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતમાં પેપરમાં શું ફેર છે ? પુસ્તક એકજ છે ? અભ્યાસ ક્રમ પણ સરખો છે તો બંને ગણિતના અલગ અલગ પેપર માં શું હોય ? બંનેના પેપર બોર્ડની પરીક્ષામાં પેપર પણ અલગ અલગ દિવસે હોય છે. જાણીએ શું હોય છે ફેરફાર: બંને પેપરમાં માત્ર ને માત્ર પ્રકરણના ગુણભાર અલગ અલગ હોય છે અને પેપર અલગ અલગ દિવસે બોર્ડની પરીક્ષામાં હોય છે તો આપણે ગુણભાર પ્રમાણે પણ એની ચર્ચા કરવાના છીએ એટલે બંને ગણિતનો ડિફરન્સ એક ચાર્ટ દ્વારા આપણે જોઈ લઈશું અને આ નીચે આપેલ ટેબલ પરથી બરાબર અભ્યાસ કરશો તો ખ્યાલ આવી જશે કે ક્યાં પ્રકરણ માંથી બેઝિક ગણિતમાં કેટલું પુછાય છે અને સ્ટાન્ડર્ડ ગણિતમાં કેટલું પુછાય છે જોકે ગુજરાતમાં વધુમાં વધુ બાળકો બેઝિક ગણિત રાખતા હોય છે,અને પાસ થવું એમાં ખૂબ સહેલું છે ગણિતમાં કુલ 14 પ્રકરણ છે. અને બંને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતની અંદર પણ 14 પ્રકરણ જ ના ગુણભાર અલગ અલગ રીતે ડિવાઇડ કરેલા છે તો એનો ચાર્ટ નીચે આપેલો છે ત્યારબાદ આપણે બંને ગણિતની વિભાગ વાઇઝ આવતા અંકમાં વિશેષ જાણકારી મેળવશુ.
- Advertisement -
બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વિભાગ મુજબ ગુણ ભાર
વિભાગ-A-24- ગુણ
વિભાગ-B-18- ગુણ
વિભાગ-C-18- ગુણ
વિભાગ-D-20- ગુણ
Q-24 X 1=24
Q-09 X 2=18
Q-06 X 3=18
Q-05 X 4=20