By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    13 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    11 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    12 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    12 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    14 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    12 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    14 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    1 day ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 day ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર
Author

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 4:07 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

પાણીના બદલે કોકા-કોલા જેવી સોડા પીવાનું ચલણ એટલું વધારે છે કે કંપનીએ અહીં એક વિશાળ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ઊભું કરવું પડ્યું છે

શહેરમાં ડ્રાઇવ કરતી વખતે દર બે મિનિટે એક નવું ફાસ્ટ ફૂડ સેન્ટર 

- Advertisement -

1,50,000ની વસ્તી ધરાવતા આ શહેરમાં 500થી વધુ ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ છે

અમેરિકા અને મેક્સિકોની સરહદ નજીક આવેલું ટેક્સાસ રાજ્યનું એક નાનું શહેર ‘મેકએલન’ હાલ એક ગંભીર સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે. સત્તાવાર આંકડાઓ અને ભૌગોલિક સ્થિતિ અનુસાર, આ શહેરને વિશ્ર્વના સૌથી મેદસ્વી શહેરોમાંનું એક ગણવામાં આવે છે. અહીંની લગભગ દર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ મેદસ્વીપણાનો શિકાર છે અને બાકીની વસ્તી પણ સામાન્ય કરતાં વધુ વજન ધરાવે છે, જેના કારણે સ્થાનિકોમાં વહેલા મૃત્યુ અને ગંભીર બીમારીનું જોખમ સતત વધી રહ્યું છે. આશરે 1,50,000ની વસ્તી ધરાવતા આ શહેરમાં 500થી વધુ ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ આવેલા છે, જે અમેરિકાના સરેરાશ દર કરતાં લગભગ છ ગણા વધારે છે. શહેરમાં ડ્રાઇવ કરતી વખતે દર બે મિનિટે એક નવું ફાસ્ટ ફૂડ સેન્ટર જોવા મળે છે. આ શહેરના લોકો તળેલું અને ચીઝથી ભરપૂર ભોજન ખાવાની તીવ્ર આદત ધરાવે છે. એક સામાન્ય નાગરિક દિવસમાં ત્રણ વાર ફાસ્ટ ફૂડ ઓર્ડર કરે છે અને પોતાની શારીરિક જરૂરિયાત કરતાં ત્રણ ગણી વધારે કેલરી મેળવે છે. માત્ર એક ટકના ભોજનમાં જ 2,200થી વધુ કેલરી આવી જતી હોય છે. પાણીના બદલે કોકા-કોલા જેવી સોડા પીવાનું ચલણ એટલું વધારે છે કે કંપનીએ અહીં એક વિશાળ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ઊભું કરવું પડ્યું છે.
મેકએલન શહેરની રચના માત્ર વાહનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. શહેરમાં ફૂટપાથ, ઝેબ્રા ક્રોસિંગ અથવા સાયકલ ટ્રેક જેવી પ્રાથમિક સુવિધાઓ નહિવત છે. ધોમધખતો તડકો અને 90 ડિગ્રી ફેરનહીટ જેટલી અસહ્ય ભેજવાળી ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળે છે. સ્થાનિકોમાં શારીરિક નિષ્ક્રિયતા એટલી હદે વધી ગઈ છે કે મોલ કે સુપરમાર્કેટના પ્રવેશદ્વાર પર જ ‘મોટરાઇઝ્ડ સ્કૂટર્સ’ રાખવામાં આવે છે, જેથી લોકોને ચાલવું ન પડે. સરેરાશ વ્યક્તિ દિવસમાં 2,000 ડગલાં (1 માઇલ) માંડ ચાલે છે, જે તંદુરસ્ત શરીર માટે જરૂરી 10,000 ડગલાં કરતાં ઘણું ઓછું છે.
મેકએલનના રહેવાસીઓની સરેરાશ આવક અમેરિકાની સરેરાશ આવક કરતાં 30% ઓછી છે. સુપરમાર્કેટમાં તાજા ફળો અને શાકભાજી અત્યંત મોંઘા મળે છે, જ્યારે તેની સામે આખું ટ્રિપલ-મીટ બર્ગર મીલ ઓછી કિંમતમાં ઉપલબ્ધ થઈ જાય છે. આ આર્થિક તફાવતને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજબૂરીમાં પ્રોસેસ્ડ ફૂડ અને સસ્તી કેલરી તરફ વળે છે. વળી, રેસ્ટોરન્ટ્સની “બાળકો માટે મફત ભોજન” જેવી જાહેરાતો બાળપણથી જ ખોટી ખાણીપીણીની આદતોને પ્રોત્સાહન આપે છે.
આ શહેરના એક 330 કિલો વજન ધરાવતા વ્યક્તિએ ડ્રગ્સની આદત છૂડવા માટે અને મગજને સંતોષ આપવા માટે ખોરાકને હથિયાર બનાવ્યું અને દિવસની 10,000 કેલરી ખાવાનું શરૂ કર્યું. પરિણામે, તે છેલ્લા કેટલાક સમયથી પોતાના રૂમના દરવાજામાંથી બહાર નીકળવા કે ઊભા થવા માટે પણ અસમર્થ બની સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયો છે. તેણે શ્વાસ લેવા માટે ઓક્સિજન મશીન અને અસંખ્ય દવાઓ પર નિર્ભર રહેવું પડે છે. વજન ઘટાડવાના અત્યંત કઠિન પ્રયાસો અને ફિઝિકલ થેરાપી બાદ હવે તે વોકરની મદદથી માંડ થોડા ડગલાં ચાલી શકે છે. તેણે ભારે હૈયે જણાવ્યું કે, “આઝાદી એક સુંદર વસ્તુ છે, જો તમે તમારા જ શરીરમાં કેદ હોવ તો જીવન જીવવા જેવું નથી રહેતું.
આ સ્થિતિ પર હોસ્ટ રૂહી ચેનેટ નામના વ્યક્તિએ એક ડોક્યુમેન્ટરી તૈયાર કરી છે. હોસ્ટ રૂહી ચેનેટે જ્યારે પોતે એક દિવસ સ્થાનિક વ્યક્તિની જેમ ભોજન લીધું, ત્યારે તેમણે માત્ર 9 કલાકમાં 9,825 કેલરી આરોગી લીધી હતી. જો કોઈ વ્યક્તિ આ પ્રકારે સતત એક મહિનો ખાય, તો તેનું વજન 40 પાઉન્ડ (18 કિલો) વધી શકે છે.
આ અહેવાલ સાબિત કરે છે કે મેકએલનની મેદસ્વીતા માત્ર વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ તે નબળું શહેરી આયોજન, આર્થિક અસમાનતા અને ફાસ્ટ ફૂડ ઉદ્યોગની આક્રમક જાળનું સંયુક્ત પરિણામ છે. આ પરિસ્થિતિ બદલવા માટે હવે સ્થાનિક પ્રશાસને જાગવાની અને નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!
Next Article કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?