બધાની ઉંમર 1થી 11 વર્ષની હતી: પત્નીને પણ ગોળી મારી, હાલત ગંભીર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યના શ્રેવેપોર્ટ શહેરમાં એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર તેમાંથી 7 તેના પોતાના બાળકો હતા. અમેરિકામાં આ વર્ષની આ સૌથી મોટી માસ શૂટિંગની ઘટના માનવામાં આવી રહી છે.
ઈગગ અનુસાર આ ઘટના રવિવારે સવારે 6 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) વેસ્ટ 79મી સ્ટ્રીટના 300 બ્લોકમાં બની હતી. આરોપીનું નામ શમાર એલ્ક્ધિસ (31 વર્ષ) છે.
પોલીસે જણાવ્યું કે 7 બાળકોને ઘરની અંદર ગોળી મારવામાં આવી હતી, જ્યારે એક બાળકને છત પર ગોળી વાગી હતી, જ્યારે તે જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
હુમલામાં એસોલ્ટ-સ્ટાઇલ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને ઘરેલું વિવાદ સાથે જોડાયેલો મામલો જણાવવામાં આવી રહ્યો છે.
પોલીસે મૃતકોની ઓળખ જયલા એલ્ક્ધિસ (3), શાયલા એલ્ક્ધિસ (5), કાયલા પ્યુ (6), લૈલા પ્યુ (7), મરકેડોન પ્યુ (10), સારિયાહ સ્નો (11), ખેડારિયન સ્નો (6) અને બ્રેલોન સ્નો (5) તરીકે કરી છે. આ હુમલામાં 13 વર્ષનો એક છોકરો પણ ઘાયલ થયો હતો, જે જીવ બચાવવા માટે ઘરમાંથી ભાગ્યો અને છત પરથી કૂદી ગયો.
શ્રેવેપોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બાળકોમાં ત્રણ છોકરા અને પાંચ છોકરીઓ હતી, જેમની ઉંમર 3 થી 11 વર્ષની વચ્ચે હતી. આમાં સાત સગા ભાઈ-બહેન અને એક તેમનો પિતરાઈ ભાઈ હતો. હુમલામાં બે મહિલાઓ પણ ઘાયલ થઈ હતી, જેમાંથી એક આરોપીની પત્ની છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આરોપીએ સૌથી પહેલા પોતાની પત્નીને ગોળી મારી. આ પછી તે બીજા ઘરે ગયો, જ્યાં તેણે આઠ બાળકો અને એક અન્ય મહિલાને ગોળી મારી. બીજી મહિલા, જે માર્યા ગયેલા આઠમા બાળકની માતા હતી, તેની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી 31 વર્ષનો શમાર એલ્ક્ધિસ હતો, જે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેણે બંદૂકની અણીએ એક કાર લૂંટીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીછો કરતી વખતે પોલીસની ગોળી વાગતા તેનું મોત થયું.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ 2019માં હથિયાર સંબંધિત એક કેસમાં ધરપકડ થઈ ચૂક્યો હતો. તે લગભગ સાત વર્ષ સુધી લ્યુઇસિયાના આર્મી નેશનલ ગાર્ડમાં પણ રહ્યો હતો. શહેરના મેયર ટોમ આર્સેનોએ કહ્યું, આ અત્યંત દુ:ખદ ઘટના છે, કદાચ આપણા શહેરની સૌથી મોટી દુર્ઘટના. લ્યુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ પણ નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ અને તેમની પત્ની આ ઘટનાથી દુ:ખી છે અને અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.



