ફરિયાદી પાસે સ્ક્રીનશોટ્સથી લઈને કોલ રેકોર્ડિંગ સુધીનાં તમામ પુરાવા મોજુદ
મોરબીના લાકડાંના વેપારી લલિત ફેફરએ રાજકોટનાં શખ્સને 55 હજારનો ચૂનો લગાવ્યો. છેલ્લા 4 મહિનાથી હવન માટેનાં લાકડાંનું પેમેન્ટ કરી દીધું હોવા છતાં માલ પણ આપતો નથી અને પૈસા પરત પણ કરતો નથી. મોરબીના શનાળા બાયપાસ પાસે સિટી મોલમાં D&L એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે લલિત ફેફર. ફરિયાદી દ્વારા અરજી, ફરિયાદી પાસે સ્ક્રીનશોટ્સથી લઈને કોલ રેકોર્ડિંગ સુધીનાં તમામ પુરાવા મોજુદ છે.




