By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માનસિક રોગ વિશે ખોટા ભ્રમ અને વાસ્તવિકતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > માનસિક રોગ વિશે ખોટા ભ્રમ અને વાસ્તવિકતા
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

માનસિક રોગ વિશે ખોટા ભ્રમ અને વાસ્તવિકતા

Khaskhabar Editor
Last updated: 2021/06/23 at 5:19 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

હેમંત પાંડાવદરા, વિદ્યાર્થી,મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

ડો.ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

માનસિક બીમારી એક એવો શબ્દ જેને જાણે ગાંડપણ કેપાગલપન સાથે જ જોડી દેવામાં આવેલ હોય. પરંતુ દરેક માનસિક બીમારી ગાંડપણ હોતી નથી. આજેપણ લોકો માનસિક બીમારીનો સ્વીકાર કરતા ડરે છે, કોઈને કહેતા ડરે છે જેના મુખ્ય કારણ તેના વિશેનો ખોટો ભય, સમાજનો ભય અને માહિતીનો અભાવ છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી હેમંત પાંડાવદરાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન નીચે માનસિક રોગ વિશે ખોટા ભ્રમ અને તેની વાસ્તવિકતા લોકો સમક્ષ પહોંચાડવા પ્રયત્ન કરેલ છે જેથી જરૂરિયાત વાળી વ્યક્તિને યોગ્ય સમયે મદદ મળી રહે. માનસિક રોગ વિશેનો હકીકતનો આ પ્રયત્ન લોકોને જાગૃત કરવા માટે નો છે.

Contents
હેમંત પાંડાવદરા, વિદ્યાર્થી,મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીડો.ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

પશ્ચિમ અને ભારતીય સમાજમાં માનસિક રોગ વિશેની વાતોનો તફાવત
પશ્ચિમ દેશોમાં લોકો સાયકોલોજીસ્ટ કે સાયકીયાટ્રિક પાસે જતા ભય નથી અનુભવતા કારણકે ત્યાં લોકો સમજે છે કે શારીરિક રોગની જેમ માનસિક રોગ પણ થઈ શકે. પરંતુ ભારતમાં સ્થિતિ વિપરીત છે. આજેપણ માનસિક રોગીઓને કોઈ વળગાડ, ચુડેલ કે ડાકણ નો પ્રવેશ થયો એવું માની ભૂવાઓ પાસે કે દોરા ધાગા બંધાવવા લઈ જવામાં આવે છે. આજેપણ માનસિક રોગી સાથે ખરાબ વર્તન થાય છે અને તેને અલગ દ્રષ્ટિએ જોવામાં આવે છે જેથી યોગ્ય સમયે યોગ્ય મદદ મળતી નથી.

- Advertisement -

સાધારણ અને અસાધારણ વર્તન વચ્ચે તફાવત
સામાન્ય રીતે વ્યક્તિ સામાન્ય વર્તન કરતી હોય છે. આવેગો નિયંત્રણ માં રાખતી હોય છે જે સાધારણ છે પણ જ્યારે વ્યક્તિનું કોઈ વર્તન વારંવાર પુનરાવર્તિત થાય, સામાજિક નિયમોને અનુરૂપ વર્તન ન હોય, એવું વર્તન જે પોતાને અને અન્ય લોકોને નુકસાન કરે, વ્યક્તિ પોતાની જાતને કાર્ય કરવામાં અસક્ષમ સમજે તો આ બધા વર્તન અસાધારણ છે

ભ્રમ: માનસિક બિમાર એટલે વ્યક્તિ ગાંડી કે પાગલ થઈ ગઈ

વાસ્તવિકતા: મનોવિજ્ઞાન માં વિવિધ પ્રકારની માનસિક બીમારીઓનો ઉલ્લેખ છે જે હળવાથી તિવ્ર પ્રકારની હોય છે. દરેક બીમાર વ્યક્તિ ગાંડી હોતી નથી.વિવિધ બીમારીઓ જેમ કે સ્કીઝોફેનિયા, ડિપ્રેશન, વિકૃતચિંતારોગ, વ્યસન, બાળકોને લગતા માનસિક રોગ, ફોબિયા વગેરેનો સમાવેશ થાય છે.એટલે યાદ રાખવું કે દરેક માનસિક બીમારી ગાંડપણ નથી.

- Advertisement -

ભ્રમ: માનસિક રોગ સ્ત્રીઓને થાય પુરુષોને નહિ કારણ કે તેઓ મજબૂત હોય છે
વાસ્તવિકતા: ના, માનસિક રોગ સ્ત્રીઓ અને પુરુષોને બધાને થઈ શકે. રોગ જાતિ જોઈને નથી થતો હોતો. જ્યાં લાગણીઓનું અને આવેગોનું વ્યવસ્થાપન ન થાય, હોર્મોન્સ માં અસંતુલન, કોઈ ઇજા, ન્યુરોટ્રાન્સમીટર માં ગરબડ થતા કોઈને માનસિક બીમારી થઈ શકે

ભ્રમ : માનસિક બીમાર વ્યક્તિને કોઈ ખરાબ ગ્રહ દશા બેઠી હોય કે કોઈ ગ્રહ નડતર હોય.

વાસ્તવિકતા: ગ્રહો અને માનસિક બીમારી એકબીજા સાથે જોડાયેલ છે એ ન માનવું. માનસિક બીમારી એ કોઈ વળગાડ નથી કે હવન કરાવવાથી દૂર થાય. મગજના ન્યુરોટ્રાન્સમીટર માં કે હોર્મોન્સ પરિવર્તન કારણે, આવેગો નું વ્યવસ્થાપન ન થવાને કારણે પણ માનસિક બીમારી થતી હોય છે.

ભ્રમ : જેનું મન નબળું તે જ માનસિક બીમાર થાય.

વાસ્તવિકતા: માનસિક બીમાર કોઈપણ થઈ શકે. હા મન નબળું તેને થોડી વધુ અસર થઈ શકે પણ મજબૂતમાં મજબૂત મનના માનવીને પણ થઈ શકે છે. ઘણી વખત પરિસ્થિતિ વિકટ સર્જાતા મજબૂત મનના માનવી પણ વતે ઓછે અંશે માનસિક બીમારીનો ભોગ બની શકે

ભ્રમ: માનસિક બિમારી એ અમીરોને ન થાય, ગરીબ અને વૃદ્ધોને જ થાય

વાસ્તવિકતા: કોઈપણ બીમારી ક્યારેય આર્થિક પાસું કે ઉંમર જોઈ આવતી નથી. એવું ક્યાંય નથી કે માનસિક બીમારી વૃદ્ધોને થાય યુવાનોને કે બાળકો ને નહિ. આ સમયે કદાચ યુવાનો ઘણી માનસિક સમસ્યાઓ માંથી પસાર થતા હોય છે. અમીરો પણ માનસિક બીમાર થવામાં બાકાત નથી.

ભ્રમ : માતાપિતાને હોય તો જ બાળકોને માનસિક બીમારી થાય

વાસ્તીકતા: માનસિક રોગ વારસાગત જ હોય એવું જરૂરી નથી. હા શક્યતાઓ રહે છે પણ તે રોગની તીવ્રતા અને ચિકિત્સા પર આધારિત છે. એટલે 100 ટકા વારસાગત બીમારી જ છે એવું ન કહી શકાય

ભ્રમ: માનસિક રોગની કોઈ દવા કે ચિકિત્સા નથી.

વાસ્તવિકતા: ના, માનસિક રોગની ઘણી દવાઓ અને ચિકિત્સા છે જે વ્યક્તિને સ્વસ્થ કરી શકે છે.

ભમ: માનસિક રોગના ડોક્ટરને મળવાથી કશો ફાયદો નથી થતો

વાસ્તવિકતા: દરેક વ્યક્તિ ની એક આગવી રીત અને સ્પેશિયાલિટી હોય છે. માનસિક રોગના ડોકટરોએ રોગ વિશેની ઘણી માહિતી અને તાલીમ લીધેલ હોય છે એટલે તેની પાસે જવામાં તકલીફ ન હોય

ભ્રમ: માનસિક રોગ દવા વિના ક્યારેય દૂર ન થાય અને પછી દવાની ટેવ જ પડી જાય

વાસ્તવિકતા: ઘણી માનસિક બીમારી છે જે દવા વગર, થેરાપી અને કાઉન્સેલિંગ દ્વારા દૂર થઈ શકે એટલે દવા જ જરૂરી છે એ ભ્રમ દૂર કરવો ખૂબ જરૂરી. જ્યારે રોગની તીવ્રતા વધી જાય અને રોગ કાઉન્સેલિંગ કે થેરાપીથી દૂર ન થઈ શકે ત્યારે જ દવાની જરૂર પડે ને ધીરે ધીરે એ આદત પણ દૂર થઈ જાય છે

ભ્રમ: મારઝૂડ અને તોફાન કરે તો જ વ્યક્તિ માનસિક બીમાર હોય

વાસ્તવિકતા: ના દરેક વખતે માનસિક બીમાર વ્યક્તિ તોફાન જ કરે કે મારઝૂડ કરે જરૂર નથી. તે ક્યારેક એકદમ શાંત પણ હોય અને ક્યારેક આક્રમક બની જાય એટલે શાંત વ્યક્તિ બીમાર નથી એવું ન માનવું.

ભ્રમ: નાનપણમા મગજમાં વાગ્યું જ નથી તો વ્યક્તિ માનસિક બિમાર કેમ થાય?.

વાસ્તવિકતા: ઘણા લોકોને એવું હોય કે મગજમાં વાગ્યું હોય તો જ વ્યક્તિ માનસિક બીમાર થાય પણ એવું નથી. માતાના ગર્ભમાં કઈ વાગ્યું હોય, ડિલિવરી વખતે કઈ ઇજા થાય કે પછી જન્મ પછી કઈ અકસ્માત કે હોર્મોન્સ પરિવર્તન કારણે બીમારી થઈ શકે. એટલે કે બાળકના જન્મ પહેલાં, જન્મ સમયે કે જન્મ પછી ગમે ત્યા માનસિક બીમારીનું કારણ છુપાયેલ હોય શકે

ભ્રમ : માનસિક બિમાર એટલે બુદ્ધિની કમી

વાસ્તવિકતા: ના, માનસિક બીમાર એટલે બુદ્ધિની ખામી એવું ન કહી શકાય. ઘણી વખત પરિસ્થિતિ અને આવેગો પર વ્યક્તિ નિયંત્રણ ન રાખી શકે ત્યારે તે બીમાર બની જાય છે.

ભ્રમ: માનસિક બીમાર વ્યક્તિ સફળ ન થઈ શકે
વાસ્તવિકતા: એવું સહેજ પણ જરૂરી નથી કે માનસિક બીમાર વ્યક્તિ સફળ ન થઈ શકે. યોગ્ય ઉપચાર અને નિદાન દ્વારા એ વ્યક્તિ પણ સફળ થઈ શકે.

આમ માનસિક બીમારી અને માનસિક બીમાર વ્યક્તિ વિશેના ઘણા ભ્રમ સમાજે રાખ્યા છે જે દૂર કરવા જરૂરી છે. લોકોએ માનસિક બીમાર વ્યક્તિને હૂંફ, સ્નેહ, પ્રેમ,કાળજી, લાગણી આપવી ખૂબ જરૂરી છે જેથી તે સમાજમાં ફરી પુનર્વસન કરી શકે

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં આધુનિક જમાનામાં જિમ અને ફિટનેસ સેન્ટરો વચ્ચે અસ્સલ જુના અખાડાઓએ પોતાનું મહત્વ સાચવી રાખ્યું
Next Article ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાં યોગેશ નીરગુડે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?