મહારાષ્ટ્રમાં વિપક્ષના ‘મિશન EVM’ની હવા નીકળી ગઇ: ડાક મતપત્રો અને EVMના પરિણામોમાં વિસંગતતાઓ અંગે વિપક્ષના આરોપો ચૂંટણી પંચે ફગાવ્યા: રાહુલ-પવાર અને ઉધ્ધવને ફટકો
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામોને લઈને વિપક્ષ સતત ઈવીએમ અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવી રહ્યો છે. જોકે, પંચે આવા આરોપોને ફગાવી દીધા છે અને હવે ચૂંટણી પંચે વિપક્ષના આરોપોને પાયાવિહોણા સાબિત કર્યા છે. કમિશને EVMની VVPAT સ્લિપને રેન્ડમલી મેચ કરી, જે 100 ટકા સાચી નીકળી, એટલે કે કયાંય પણ કોઈ તફાવત જોવા મળ્યો ન હતો. મહારાષ્ટ્રમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને જોરદાર જીત મળી છે. આ પછી વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીએ ઈવીએમમાં ગેરરીતિનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. આજે, મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનર (CEO) કાર્યાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોની 1440 VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી હતી.
- Advertisement -
EVM અને VVPAT સ્લિપની ગણતરીમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. આ પરિણામો બાદ મહા વિકાસ આઘાડીના નેતા રાહુલ ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ખૂબ નારાજ થઈ જશે. તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં VVPAT સ્લિપની 100 ટકા ગણતરીની વિપક્ષની માંગ વચ્ચે આની ગણતરી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ VVPAT સ્લિપમાં સંબંધિત ઊટખ નંબરો સાથે કોઈ ગેરરીતિ જોવા મળી નથી. આ વર્ષે એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે VVPAT સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ સંખ્યાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. VVPAT એ એક વોટ ચેકિંગ સિસ્ટમ છે જે મતદારોને ઊટખ બટન દબાવ્યા પછી સ્લિપ પ્રદર્શિત કરીને તેમના મત યોગ્ય રીતે નોંધાયા છે કે નહીં તે જોવા માટે સક્ષમ બનાવે છે. સોમવારે, નાંદેડ જિલ્લા વહીવટીતંત્રે ઊટખ મતો સાથે 75 VVPAT મશીનોની ચકાસણી કરી અને જાણવા મળ્યું કે ગણતરીમાં કોઈ તફાવત નથી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે VVPAT સ્લિપની 100 ટકા ગણતરીની હિમાયત કરી હતી. દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ વિધાનસભા ચૂંટણીમાં જનાદેશ અંગેની શંકાઓને ધ્યાનમાં રાખીને બેલેટ પેપર મતદાનની વધતી જતી જાહેર માંગ પર ધ્યાન આપવા વિનંતી કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધને 288માંથી 230 બેઠકો જીત્યા બાદ વિપક્ષી મહા વિકાસ આઘાડીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો વિરુદ્ધનું અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે.