ટેસ્લા અને એકસના માલિક એલન મસ્કે ઓપન એઆઈ અને તેના ચીફ એકઝીકયુટીવ ઓફીસર (સીઈઓ) સેમ અલ્ટમેન સહિત કંપનીના અનેક અન્ય લોકો પર કેસ દાખલ કર્યો છે. સાન ફ્રાન્સીસ્કોમાં ગુરુવારે દાખલ એક લોસૂટ અનુસાર મસ્કે ઓપન એઆઈ અલ્ટમેન સહિત બધા લોકો પર 2015માં ચેટ જીપીટી મેકરને સ્થાપિત કરવામાં મદદ કરવા દરમિયાન કરવામાં આવેલ કોન્ટ્રેકચ્યુઅલ એગ્રીમેન્ટસનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
લોસૂટમાં કહેવામાં આવ્યું છે કે, અલ્ટમેને ઓપન એઆઈના કો ફાઉન્ડર ગ્રેગ બ્રોકમેન સાથે મળીને એક ઓપન સોર્સ, નોન પ્રોફિટ કંપની બનાવવા માટે મસ્કનો સંપર્ક કર્યો હતો. આ કંપની માણસોના ફાયદા માટે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ) ટેકનોલોજી ડેવલપ કરશે.
- Advertisement -
મસ્કના વકીલોએ કેસમાં જણાવ્યું છે કે, માઈક્રો સોફટ સમર્થિત કંપની ઓપનએઆઈના નફો કમાવવાના ફોકસ કરવાથી આ સમજુતી તુટી ગઈ, જો કે અત્યાર સુધી આ કેસના મામલે ઓપનએઆઈ, માઈક્રોસોફટ અને મસ્ક તરફથી કોઈ નિવેદન બહાર નથી આવ્યું.
મસ્ક અને અલ્ટમેને સાથે મળીને 2015માં ઓપનએઆઈ બનાવી હતી, જો કે મસ્કે 2018માં કંપનીના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધુ હતું.