મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે: જીતનાર ટીમ ગુજરાત સામે રમશે
ખાસ-ખબર સંવાદદાતા
ઈંઙક 2023ની સીઝન હવે તેની રોમાંચક પર પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1 મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નઈનો રોમાંચક રીતે 15 રને વિજય થયો હતો. હવે આજે ઈંઙક 2023ની એલિમિનેટર મેચ રમાશે. આ એલિમેનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો ઈંઙક 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે થેશે. આ મેચ પણ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે.
- Advertisement -
આ અગાઉ ક્વોલિફાયર-1માં હારેલી ગુજરાતની ટીમને વધુ એક તક મળશે. ગુજરાતની ટીમને ક્વોલિફાયર-2માં આજે રમાનાર એલિમિનેટરના વિજેતા ટીમ સામે રમવું પડશે. ઈંઙકમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમોને ફાઈનલ માટે બે તક મળે છે. ઈંઙકમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોએ ફાઇનલમાં પહોંચવા માટે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 જીતવી પડશે. આજે જે ટીમ આ મેચ હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
લખનઉએ લીગ રાઉન્ડમાં 14 મેચ રમી હતી જેમાં તેણે 8 મેચ જીતી અને 5 મેચ હારી ગઈ હતી. એક મેચ ડ્રોમાં રહી હતી. લખનઉ અને ચેન્નઈની ટીમના પોઈન્ટ 17-17 સમાન હતા. જો કે ચેન્નઈની નેટ રન રેટ સારી હોવાના કારણે તે બીજા સ્થાને રહી હતી. આ સાથે બીજી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે લીગ રાઉન્ડમાં 14 મેચ રમી હતી જેમાં 8 મેચ જીતી અને 6 મેચ હારી ગઈ હતી. મુંબઈના 16 પોઈન્ટ હતા અને તે ચોથા સ્થાને રહ્યી હતી.