By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 hour ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 hour ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 hour ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    1 day ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    1 day ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 hour ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ ભૂજમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પર પરિષદ યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ ભૂજમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પર પરિષદ યોજાઈ
રાજકોટ

‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ ભૂજમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પર પરિષદ યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2025/03/27 at 4:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

ભારતના સંખ્યાબંધ રાજ્યો તેમજ ગ્લોબલ સાઉથમાંના ઘણા દેશોમાંથી હિતધારકો એકજૂથ થયા

નિષ્ણાતોએ ગુજરાતમાંથી મળેલા બોધપાઠ તેમજ શ્રેષ્ઠ પ્રણાલિઓ સહિત સ્થાનિકીકૃત, સેક્ટર-આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ પર ચર્ચા કરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુએન દ્વારા ડિઝાસ્ટર રિસ્કમાં ઘટાડા માટે પ્રાદેશિક સ્તરે મળેલા બોધપાઠ તેમજ નવતર ઉપાયોની માવજત કરવા ભાગીદારી સાધવામાં આવી છે. આ ભાગીદારીના ભાગરૂપે, શ્રેણીબદ્ધ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી અર્લી વોર્નિંગ સિસ્ટમ અને અર્લી એક્શનને વિસ્તારવાની સાથે, અનેકવિધ-હોનારતો માટે સ્થાનિકીકૃત અને ક્ષેત્ર-આધારિત અભિગમ દાખવતા ચેતવણીને જીવન-બચાવનારાં અસરકારક પગલાંમાં તબદિલ કરી શકાય.

આ શ્રેણીમાંની બીજી પરિષદનું ભૂજમાં સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ખાતે આયોજન કરાયું હતું. આ એક એવું શહેર છે જેણે વિનાશકારી ભૂકંપો અને વાવાઝોડાંના અનેક પ્રહારોનો સામી છાતીએ સામનો કર્યો છે અને છતાં અડીખમ રહેવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવીને આ પરિષદની ચર્ચા માટેની વિષયપ્રસ્તુતિ કરી હતી. આ અંગેના પ્રાસંગિક ઉદબોધનમાં, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ, ડો. જયંતી રવિએ વર્તમાન પેઢી તેમજ આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને સાહસિક પગલાં ભરવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કચ્છે વિનાશકારી ભૂકંપથી માંડીને વાવાઝોડાં તથા પૂરની અસંખ્ય હોનારતોનો સામનો કર્યો છે. પરંતુ આ ધરતીની સંસ્કૃતિ જ કાંઈક અલગ છે અને તેમાં પણ કચ્છના લોકો તો મુસીબતો સામે હંમેશા લડાયક મિજાજ દાખવવા માટે જાણીતા છે. આપણમા પારસ્પરિક બોધપાઠની વાત કરીએ છીએ ત્યારે આપણે એવા લોકોને પણ વિશેષ અંજલિ આપીએ છીએ જેમની પાસેથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. આ પરિષદોના આયોજનોથી આપણે શીખેલા બોધપાઠમાં અભિવૃદ્ધિ થાય છે, ત્યારે માનનીય વડાપ્રધાનની પરિકલ્પનાથી પ્રેરિત થઈને જ આપણે આ સ્થળ, સ્મૃતિવન બે ડગલાં આગળ વધીને અનેકવિધ હોનારતો સામેની તૈયારી, આયોજન અને તાલીમનું કેન્દ્ર બને તેમ ઈચ્છીએ છીએ, જેથી લોકોમાં સામાજિક અને વર્તણૂંકમાં પરિવર્તન આવી શકે. આ જ એ પરિકલ્પના છે કે જેને સાકાર કરતાં આપણે ‘સ્મૃતિવન-2’નો હિસ્સો બની શકીએ છીએ. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ, આઈએએસ શ્રી અનુપમ આનંદે સેન્ડાઈ ફ્રેમવર્ક તથા ડીઆરઆર માટે પીએમના 10-મુદ્દાના એજન્ડાના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો કે, કેવી રીતે ગુજરાતે અનેકવિધ-વિભાગીય સંકલન દ્વારા રાજ્ય-સ્તરની યોજનાઓને રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અમલી બનાવવાની દિશામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ઉદારણ સ્વરૂપે, બિપરજોય વાવાઝોડાંના સમયે વિવિધ વિભાગોએ અસરકારક સંકલન સાધીને ઝીરો કેઝ્યુલ્ટી અને મામૂલી આર્થિક નુકસાનને સુનિશ્ચિત કર્યું હતું. ભારત ખાતેના યુએન રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર, શ્રી શોમ્બી શાર્પે જણાવ્યું હતું કે, કુદરતી હોનારતો તેમજ અત્યંત વિષમ હવામાનને કારણે 2050 સુધીમાં વૈશ્વિક સ્તરે 1.2 અબજ લોકોનું વિસ્થાપન થઈ શકે છે. જો કે, હોનારતનું જોખમ એ ફક્ત તેના પ્રકાર વિશે સિમિત્ત નથી, તેમાં તેનો સામનો કરવા માટેની તૈયારીઓ, તેમજ અર્લી વોર્નિંગ અર્લી એક્શનની ઝડપ તથા અસરકારકતા પણ સામેલ છે. આજની પરિષદ એ રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતમાં યુએન વચ્ચેની બૃહદ ભાગીદારીનો એક હિસ્સો છે, જે જલવાયુ પરિવર્તનની આપણી નવી વાસ્તવિકતામાં અપેક્ષિત પગલાં માટેના અનેકવિધ-હોનારતો, અનેકવિધ-હિતધારકોના અભિગમને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે તે સર્વથા યોગ્ય છે, કારણ કે આ એક એવું રાજ્ય છે જ્યાં યુએન એક અડીખમ ભાગીદાર તરીકે મોજૂદ રહ્યું છે અને તેણે પણ અસંખ્ય કુદરતી હોનારતોનો સામનો કર્યો છે તેમજ તૈયારીઓ આદરીને ગમેતેવી સ્થિતિને પહોંચી વળવાનું સર્વત્તમ કૌશલ્ય દાખવ્યું છે. આ પરિષદો દ્વારા અમને ભારતના અનુભવો પરથી સારો બોધપાઠ મેળવીને વધુ મજબૂતાઈથી ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ ગ્લોબલ સાઉથમાંના દેશોમાંની શ્રેષ્ઠ પ્રણાલિઓને આત્મસાત કરતાં વિદેશોમાંના અનુભવોમાંથી બોધપાઠ મેળવવાની આશા છે. સાથે મળીને આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે, દરેક જીવ, દરેકની આજીવિકા અને દરેકનું ભવિષ્ય સુરક્ષિત રહે. સાથ હૈ, તો સંભવ હૈ. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતેના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર, શ્રી સુદર્શન સૂચિએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે, અમે સમજીએ છીએ કે ખરા અર્થમાં ડિઝાસ્ટર પ્રતિરોધકતાના નિર્માણ માટે સહિયારા પ્રયાસોની જરૂર પડે છે. આ પ્રકારની શ્રેણીબદ્ધ પરિષદો યોજીને અમે તમામ ક્ષેત્રોમાં સહકાર સાધવાની અમારી વચનબદ્ધતા પર ભાર મૂકીએ છીએ. અમારો ઉદ્દેશ ટેકનોલોજી અને ડેટાની તાકાતનું સંવર્ધન કરીને મહત્ત્વના જ્ઞાન અને નવતર ઉપાયોની વહેંચણી માટે ઉમદા મંચની રચના કરવાનો છે, જેથી આપણે ભાવિ પડકારોને ઝીલવા માટે નબળા સમુદાયોને સશક્ત બનાવી શકીએ. ભૂજના ભૂકંપથી લઈને બિપરજોય સુધી રિલાયન્સ દરેક વળાંકે ગુજરાત સરકારની પડખે જ રહ્યું છે. નવતર પ્રયોગોથી માંડીને સામુદાયિક જોડાણ સુધી, ત્વરિત પગલાંથી માંડીને મજબૂત ભાગીદારી સુધી, આપણા તમામ પગલાંનું રિલાયન્સની સર્વથા વ્યાપક ‘વી કેર’ ફિલોસોફી દ્વારા માર્ગદર્શન કરાય છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં કચ્છના જિલ્લા કલેક્ટર, આઈએએસ શ્રી આનંદ બાબુલાલ પટેલ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (એનડીએમએ) લેફ્ટ. કર્નલ સંજીવકુમાર શાહીનો સમાવેશ થતો હતો. ગુજરાત સરકાર, એનડીએમએ, જીએસડીએમએ, જીઆઈડીએમ, યુએન એજન્સીઓ, સિવિલ સોસાયટી સંગઠનોના પ્રતિનિધિઓએ અહીં પ્રાપ્ત થયેલા જ્ઞાન અને ઉપાયોની વહેંચણી કરી હતી. અગાઉના દિવસે આ પ્રતિનિધિઓ માટે રાપરગઢ અને જખૌ ખાતેની ફિલ્ડ મુલાકાત ઉપરાંત આ ઈવેન્ટ દરમિયાન સ્મૃતિવનમાં એક સુઆયોજિત લટારનું આયોજન કરાયું હતું, જેમાં આરંભિક સ્થાનિકીકૃત પગલાં પર ભાર મૂકાયો હતો.

ઈમ્પેક્ટ-આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ ટેકનોલોજી, ગ્લોબલ સાઉથમાંથી મળેલા બોધપાઠ, અપેક્ષિત પગલાંની વ્યૂહરચના, અને દુષ્કાળ જેવા ધીરેથી આગમન કરનારી હોનારતો તેમજ ઢોરઢાંખરના રક્ષણ જેવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સહભાગીઓએ સામુદાયિક રિસ્પોન્સ કેપેસિટીમાં રોકાણ તેમજ ડિસએબિલિટી સમાવેશીકરણમાં રોકાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અગાઉની પરિષદ નવેમ્બર 2014માં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ હતી, જેમાં આજીવિકા તેમજ જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરકારી પ્રત્યુત્તર પર ભાર મૂકાયો હતો. ભૂજની પરિષદ એક ડગલું આગળ વધીને અનેકવિધ-સેક્ટર વચ્ચે સંકલન તેમજ ટેકનોલોજીની ઊંડી સમજની હાકલ કરવાની દિશામાંનું વધુ એક આગેકદમ હતું.

- Advertisement -

‘અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન’ પરિષદની શ્રેણીઓ થકી માનવજીવન તથા ઢોરઢાંખરને બચાવવા શ્રેષ્ઠ પ્રણાલિઓનું દસ્તાવેજીકરણ કરવા ઉપરાંત, નવતર પ્રયોગોને ઓળખશે તથા જાનમાલના રક્ષણ માટે અસરકારક પોલિસી-સ્તરના પરિણામોનો ઉદ્દેશ ધરાવશે. ભૂજ ખાતેની પરિષદનું સમાપન અર્લી વોર્નિંગ સોલ્યુશન માટેની ગતિને ઝડપી બનાવવાની હાકલ સાથે થયું હતું જેથી ભારતમાં ડિઝાસ્ટર માટેની તૈયારીઓનું સ્તર ઊંચુ લાવીને કોઈ પાછળ રહી ન જાય તે સુનિશ્ચિત કરી શકાય.

You Might Also Like

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર

રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હારીજ હાઇવે પર ભંગાર હાલતમાં નડતરરૂપ ટ્રેલરને દૂર કરવા પોલીસ મથકે રજૂઆત
Next Article ચારધામ યાત્રામાં રૂપિયા આપીને પણ VIP દર્શન નહીં થાય, રીલ બનાવનારને ‘નો એન્ટ્રી’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાજકોટ

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
રાજકોટ

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?