ભારતરત્ન અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીની આજે રાજકોટ શહેરમાં શ્રદ્ધાભેર અને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના વિવિધ માર્ગો પર વિવિધ ગ્રૂપ અને સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરી બાબાસાહેબના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સવારથી જ રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી ડો. બાબાસાહેબની પ્રતિમાઓને ફૂલહાર પહેરાવી, વંદન કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શહેરમાં એક ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં અનુયાયીઓ અને નગરજનો જોડાયા હતા. રેલી દરમિયાન “બાબાસાહેબ અમર રહો” અને “જય ભીમ”ના ગગનભેદી નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બની ગયું હતું. સમગ્ર શહેરના માર્ગો વાદળી ધ્વજ અને બેનરોથી છવાઈ ગયા હતા, જે સામાજિક એકતા અને સમરસતાનો સંદેશ આપતા હતા.
રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી: શોભાયાત્રા નીકળી

You Might Also Like
Follow US
Find US on Social Medias


