By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    1 hour ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    1 hour ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    2 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    2 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘તારાથી થાય એ કરી લે’ રાજકોટ સિવિલ હૉસ્પિટલ સ્ટાફની તુમાખી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘તારાથી થાય એ કરી લે’ રાજકોટ સિવિલ હૉસ્પિટલ સ્ટાફની તુમાખી
રાજકોટ

‘તારાથી થાય એ કરી લે’ રાજકોટ સિવિલ હૉસ્પિટલ સ્ટાફની તુમાખી

Khaskhabar Editor
Last updated: 2025/07/29 at 4:54 PM
Khaskhabar Editor 12 months ago
Share
6 Min Read
SHARE

સિંગર મીરા આહીરના ભાઈને ઇમર્જન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કર્યો, ફાઇલ છુટ્ટી ઘા કરી: વિડીયો બનાવી જવાબ માગ્યો

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

- Advertisement -

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. પાંચ મહિના પહેલાં લોકસાહિત્યકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો હતો, હવે જાણીતા સિંગર અને લોકસાહિત્યકાર મીરા આહીરને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે. મીરા આહિરના ભાઈ કાનાનો પારેવડી ચોક આસપાસ અકસ્માત થયો હતો. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને ઇમર્જન્સી કેસ હોવાછતાં 50 મિનિટ સુધી એડમિટ કરવામાં આવ્યો નહોતો.

 

View this post on Instagram

A post shared by Khaskhabar News (@khaskhabarrajkot)

- Advertisement -

 

આ મામલે સિંગર મીરા આહીર સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું અને તેમના ભાઈને ઈમર્જન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરી ફાઈલ માગતાં છુટ્ટો ઘા કર્યાનો આક્ષેપ કર્યો છે, સાથે જ મીરા આહીરે વીડિયો બનાવી આ મામલે તંત્ર પાસે જવાબ પણ માગ્યો છે.
મીરા આહીરે સમગ્ર ઘટનાને લઈને તંત્ર પાસે જવાબ માગતાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું છે કે તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં. ઇમર્જન્સી વિભાગમાં 45થી 50 મિનિટ સુધી રાહ જોયા છતાં કોઈપણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો નહોતો. આટલું જ નહીં, મીરા આહીરે ઇમર્જન્સી વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કરવાનો અને અભદ્ર ભાષાના ઉપયોગનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.

 

મીરા આહીરે વીડિયોમાં જણાવ્યું છે કે સ્ટાફ દ્વારા તેમને ‘નથી દાખલ કરવો, તારાથી જે થાય એ કરી લે’ જેવા અયોગ્ય શબ્દો પણ કહેવામાં આવ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને મીરા આહીરે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા સિવિલ હોસ્પિટલ પાસે આ મામલે સ્પષ્ટતા અને જવાબ માગ્યો છે. તેમણે સિવિલ તંત્રની બેદરકારી અને દર્દીઓ પ્રત્યેના અસંવેદનશીલ વલણ સામે પણ અવાજ ઉઠાવ્યો છે.

આ ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા કરે છે. અગાઉ અનેક વખત સિવિલ હોસ્પિટલ તેની બેદરકારી અપૂરતી સુવિધાઓ, સ્ટાફના ગેરવર્તન જેવી બાબતે વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ત્યારે વધુ એકવાર આ પ્રકારની ઘટના સામે આવતાં લોકોમાં પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી હોસ્પિટલમાં જો આવા કલાકારોને પણ કડવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એ ચિંતાનો વિષય છે.

તપાસ બાદ વિડીયો-દસ્તાવેજો જાહેર કરીશું: સિવિલ અધિક્ષક

આ મામલે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, દર્દીને સંપૂર્ણ સારવાર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ દર્દીના સગાના અસહયોગને કારણે તેઓ ખાનગી સારવાર માટે દર્દીને લઈ ગયા હતા. ઇમરજન્સી વિભાગમાં આવેલા દર્દીને તાત્કાલિક સારવાર માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. તેમને દાખલ થવા માટે કહેવામાં આવ્યું હતું અને સ્ટ્રેચર પર ચોથા માળે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. સર્જરી માટે જરૂરી તમામ સારવાર પ્રક્રિયા અને પ્રોસિજર પણ હાથ ધરવામાં આવી હતી. જોકે, મેડિકલ રજિસ્ટરમાં ફોર્મલ નોંધણી કરાવવા માટે દર્દીના સગાઓને કહેવામાં આવ્યું, ત્યારે તેઓએ સહયોગ આપવાની ના પાડી હતી. વધુમાં ઉમેર્યું કે, દર્દીના સગાઓએ ડોક્ટર સાથે માથાકૂટ કરી અને દર્દીને લઈને હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતા. તબીબોએ દર્દીને દાખલ કરવા જરૂરી હોવાનું કહ્યું હતું, પરંતુ સગાઓએ સિવિલમાં દાખલ કરવાને બદલે ખાનગી સારવાર માટે લઈ જવાનું પસંદ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માટે કમિટી જે નિર્દેશ આપશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ નિવેદન દ્વારા તેમણે ડોક્ટરોનો બચાવ કર્યો અને હોસ્પિટલ દ્વારા દર્દીને સંપૂર્ણ સહયોગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ આ તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી વીડિયો અને દસ્તાવેજો જાહેર કરવાની ખાતરી પણ આપી હતી.

મીરા આહીરની વ્યથા શબ્દશ:
વાઇરલ વીડિયો પ્રમાણે…. જય દ્વારકાધીશ, હું છું મીરા આહીર. આજનો એક અનુભવ તમને જણાવવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે, કારણ કે આ જવાબ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા, કોઈએ કેસ ન લખ્યો. આટલા આંટા માર્યા પછી પણ માણસ એમ કહી દે કે અમારો ટાઈમ થઈ ગયો છે જમવાનો, બે વાગી ગયા છે, હવે આમને ન લઈ જઈએ, મારો બ્રેક છે, આવો જવાબ મળે અમને. પછી અમે અમારી રીતે બીજે લઈ ગયાં.
બીજે લઈ ગયા તો તેને ચોથા માળે શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ, સર ઈમર્જન્સી સ્ટાફનું બહુ ગેરવર્તન. મન ફાવે તેવી અભદ્ર ભાષામાં વાત કરે. મન ફાવે તેવા જવાબ આપે અને મન ફાવે એવું બોલે કે નથી દાખલ કરવો જા, તારાથી થાય એ કરી લે, આવા શબ્દો વાપરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તેનું આજ કામ છે? આવો સ્ટાફ સામાન્ય માણસો સાથે આવું વર્તન કરે તે ક્યાં સુધી વાજબી છે? નોર્મલ માણસો સાથે ક્યાં સુધી આવું થશે? આજે અમારા પર છે, કાલે તમારા પર આવશે. બધા પર આવશે, ત્યારે કોણ જવાબ દેશે?
અભદ્ર ભાષામાં બોલવું, નિરાંતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? કોઈએ તો જવાબ દેવો પડશે આનો કે પછી ચાલે છે એ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે છે ખરું કઈ દુનિયામાં? રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે આ વસ્તુનો મારે જવાબ જોઈએ છે, જે તમારો સ્ટાફ બહુ જ ગેરવર્તન કરે છે અને મન ફાવે એવા જવાબ આપે છે તેનો…

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

TAGGED: Rajkot, Rajkot Civil Hospital
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4નાં મોત
Next Article ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી 19.24 કરોડ પડાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?