સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં વર્ષો જુનું ચાર માળનું મકાન તૂટી પડયું
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં વર્ષો જુનું ચાર માળનું મકાન તૂટી પડયું હતું. પાલિકાએ વારંવાર નોટિસ આપવા છતાં મિલકત ધારે રીપેરીંગના કરાવતા આજે મકાન તૂટી પડયો હતો. ફાયર વિભાગે મકાનમાં દબાયેલા એક છોકરાને હેમખેમ બહાર કાઢ્યો હતો.

સુરતના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોની સંખ્યા સૌથી વધુ છે. આવા જજરિત મકાનમાંથી સુરતના ગોલવાડ વિસ્તારમાં ચાર માળનું એક મકાન આજે અચાનક તૂટી પડયું હતું. મકાનનો એક તરફનો ભાગ બેસી જતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
- Advertisement -
મકાન તૂટી પડવાની કોલ મળતા જ સુરત ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગે દબાયેલા એક બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ બાળકને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ મકાનને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, નોટિસ આપ્યા બાદ પાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી ન હતી જેના કારણે આજે આ દુર્ઘટના થઈ હતી.
હાલમાં ફાયર વિભાગની ટીમ અન્ય કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ તેની તપાસ સાથે બચાવ કામગીરી કરી રહી છે.
સુરતના ગોલવાડમાં ચાર માળનું મકાન તૂટી પડવાની ખબર સાથે જ પાલિકાના ફાયર અને પોલીસ વિભાગ સાથે મેયર પણ સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરની કામગીરી દરમિયાન જર્જરિત મકાનમાં રેસ્ક્યુ માટે મૂકવામાં આવેલી સીડી ઉપરથી મેયર હેમાલી બોઘા વાલા પણ મકાન માં જતા રહ્યા હતા. જેના કારણે પણ વિવાદ ઉભો થયો છે.
- Advertisement -


