By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
રાષ્ટ્રીય

ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે

Khaskhabar Editor
Last updated: 2026/02/11 at 4:02 PM
Khaskhabar Editor 8 months ago
Share
7 Min Read
SHARE

વસતિ ગણતરી માટે રાજ્ય સરકારે બે ગેઝેટ પ્રસિદ્ધ કર્યા

વસ્તી ગણતરીનો બીજો અને મુખ્ય તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ કરાશે

- Advertisement -

33 પ્રશ્ર્નોના આધારે ઘરને લગતી મૂળભૂત માહિતી એકત્રિત કરશે

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.11

ગુજરાતમાં આવનારી વસતિ ગણતરીને લઈ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. વસતિ ગણતરી માટે અધિકારીઓની નિમણૂક અંગે ગુજરાત સરકાર દ્વારા વધુ બે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં શહેરી વિસ્તાર તથા જિલ્લા વિસ્તાર માટે અલગ-અલગ ગેઝેટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગેઝેટ મુજબ રાજ્યમાં હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસનો પ્રથમ તબક્કો 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી યોજાશે, જ્યારે વસ્તી ગણતરીનો મુખ્ય તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા મુખ્યત્વે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને સોંપવામાં આવશે અને તે સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. ડાયરેકટર ઓફ સેન્સસ ઓપરેશન, સુજલ મયાત્રાએ જણાવ્યું કે વસતિગણતરી એક લાંબી અને વ્યાપક પ્રક્રિયા છે, જેને બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટીંગ હાથ ધરાશે, જેમાં ગણતરીકારો દરેક ઘરની મુલાકાત લઈ 33 પ્રશ્નોના આધારે ઘરને લગતી મૂળભૂત માહિતી એકત્રિત કરશે. આ માહિતીમાં ઘરનો પ્રકાર, ઘર રહેણાંક હેતુ માટે ઉપયોગમાં છે કે નહીં, ઘરમાં લાદી છે કે નહીં, પીવાના પાણી, શૌચાલય, વીજળી, ટીવી જેવી સુવિધાઓ અંગેની વિગતો સામેલ રહેશે. આ તમામ માહિતી ભારત સરકાર દ્વારા વિકસિત ખાસ ડિજિટલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન એકત્રિત કરવામાં આવશે.

- Advertisement -

દર 700થી 800 વસતિદીઠ એક ગણતરીકારની નિમણૂક કરાશે

વસતિગણતરીની તૈયારીઓ ડિસેમ્બર 2025થી જ શરૂ કરી દેવામાં આવી હતી. ભારત સરકારે તમામ ઘરો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેના ભાગરૂપે નેશનલ માસ્ટર્સને તાલીમ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેઓ પાછા આવીને રાજ્યસ્તરના માસ્ટર્સને તાલીમ આપી રહ્યા છે અને ત્યારબાદ જિલ્લા, તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. ગેઝેટમાં કરાયેલી જોગવાઈ મુજબ દર 700થી 800 વસતિદીઠ એક ગણતરીકારની નિમણૂક કરવામાં આવશે, જેમાં મોટા ભાગે શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેશે.

મહાપાલિકા-નગરપાલિકા વિસ્તારો માટે ખાસ અધિકારીઓની નિમણૂક

રાજ્ય સરકારે શહેરી વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે મનપા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે શહેર સ્તરે સિટી સેન્સસ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. મહાનગરપાલિકાના વોર્ડ સ્તરે વોર્ડના સેન્સસ ઓફિસર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી નિભાવવામાં આવશે. તે ઉપરાંત મનપા અને નગરપાલિકા વિસ્તારો માટે ખાસ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

વસતિ ગણતરીમાં અવરોધ કરનારને ત્રણ વર્ષ કેદ અને રૂ.1000 સુધીનો દંડ

ગેઝેટમાં કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં વસ્તી ગણતરીના કામમાં અવરોધ

ઊભો કરનાર વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ રાખવામાં આવી છે, જ્યારે

માહિતી આપવામાં આનાકાની કરનાર વ્યક્તિને રૂપિયા એક હજાર સુધીનો દંડ થઈ શકે છે.

જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેકટર ફરજ બજાવશે

30 દિવસ દરમિયાન એકત્રિત માહિતીનું સુપરવાઈઝર વેરિફિકેશન કરશે’
જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વસ્તી ગણતરી માટે અધિકારીઓની સ્પષ્ટ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર તરીકે કલેકટર ફરજ બજાવશે, જ્યારે જિલ્લા વસ્તી અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટર જવાબદારી નિભાવશે. તાલુકા સ્તરે ચાર્જ સેન્સસ ઓફિસર તરીકે મામલતદારને ફરજ સોંપવામાં આવી છે અને સબ-ડિવિઝનલ સેન્સસ ઓફિસર તરીકે નાયબ કલેકટરને જવાબદારી આપવામાં આવી છે.
હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 30 દિવસ દરમિયાન એકત્રિત થયેલ સમગ્ર ડેટાનું સુપરવાઈઝર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ ફરી ગણતરીકારો અને શિક્ષકોને તાલીમ આપવામાં આવશે જેથી તેઓ ફેબ્રુઆરી 2027માં યોજાનાર વસ્તી ગણતરી માટે સંપૂર્ણ તૈયાર થઈ શકે. ફેબ્રુઆરીમાં એકત્રિત થયેલ માહિતીના આધારે ત્રણથી ચાર મહિનામાં સમગ્ર ડેટાનું સંકલન કરી તેને જાહેર કરવામાં આવશે.
આ વખતે વસ્તી ગણતરીની સૌથી મહત્વની વિશેષતા એ છે કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રહેશે અને કાગળનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મકાન લિસ્ટીંગથી લઈને તમામ માહિતી ઓનલાઈન એપ્લિકેશનમાં ભરવામાં આવશે અને દરરોજ સાંજે આ માહિતી દેશના અન્ય ડેટા સેન્ટરોમાં સિંક કરવામાં આવશે, જેના કારણે ડેટાની સુરક્ષા, પારદર્શિતા અને ઝડપી પ્રક્રિયા શક્ય બનશે.

‘ડિજી ડોટ’નાં 5 ફાયદા થશે

1. આપત્તિમાં રાહત

જિયો ટેગિંગથી બનેલો ડિજિટલ લેઆઉટ મેપ વાદળ ફાટવા, પૂર આવવા કે ભૂકંપ જેવી અનિચ્છનીય ઘટના સમયે ઉપયોગી સાબિત થશે. દૂરના હિમાલયી વિસ્તારમાં વસેલા કોઈ ગામમાં વાદળ ફાટવા જેવી ઘટના સમયે આ મેપથી તરત જ ખબર પડી જશે કે કયા ઘરમાં કેટલા લોકો રહે છે. હોટલોમાં ક્ષમતા મુજબ કેટલા લોકો રહ્યા હશે. આ વિગતથી બચાવ માટે જરૂરી તમામ બોટ, હેલિકોપ્ટર, ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં મદદ મળશે.

2. સીમાંકનમાં મદદ મળશે

રાજકીય સીમાઓ જેવી કે સંસદીય અથવા વિધાનસભા ક્ષેત્રોનું તર્કસંગત રીતે નિર્ધારણ કરવામાં પણ તેનાથી મદદ મળશે. જિયો ટેગિંગથી તૈયાર થયેલા નકશાથી આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારનું સંતુલિત વિભાજન કેવી રીતે થાય. સમુદાયોને એવી રીતે વિભાજિત ન કરવામાં આવે કે એક મોહલ્લો એક ક્ષેત્રમાં અને બીજો મોહલ્લો કોઈ અન્ય ક્ષેત્રમાં સામેલ થઈ જાય. ઘરોના ડિજિટલ ડેટાથી સીમાંકનની પ્રક્રિયામાં સરળતા રહેશે.

3. શહેરી આયોજનમાં સરળતા

શહેરમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો કે બગીચાઓનું આયોજન કરવામાં પણ આ નકશો ઉપયોગી સાબિત થશે. જો કોઈ જગ્યાના ઘરોના ડિજિટલ લેઆઉટમાં બાળકોની વધુ સંખ્યા હશે તો પાર્ક અને શાળાને પ્રાથમિકતાથી બનાવવાની યોજના તૈયાર કરી શકાશે. જો કોઈ વસાહતમાં કાચા મકાનો કે ખરાબ ઘરોની વધુ સંખ્યા દેખાશે તો ત્યાં કોઈ મેડિકલ ઇમરજન્સીના સમયે તાત્કાલિક મોબાઇલ રાહત વાન મોકલી શકાશે.

4. શહેરીકરણ અને સ્થળાંતર દરનો ડેટા મળશે

આ વસ્તી ગણતરીના 10 વર્ષ પછી થનારી વસ્તી ગણતરીમાં ડિજિટલ નકશાના ફેરફારો સરળતાથી નોંધી શકાશે. દેશના વિવિધ ભાગોમાં શહેરીકરણનો દર અને સ્થળાંતરના વિસ્તારોની મેપિંગની તુલના ચોક્કસ રીતે કરી શકાશે.

5. મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર થશે

આધારની ઓળખ સાથે જીઓ ટેગિંગ મતદાર યાદીને સચોટ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. જ્યારે મતદાર કોઈ ભૌગોલિક સ્થાન સાથે ડિજિટલી જોડાયેલો હશે, ત્યારે રજીસ્ટ્રેશન સમયે તેના મૂળ નિવાસનું સરનામું પણ સામે આવશે.

You Might Also Like

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી

કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
Next Article CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?