રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી ખાતે આઠમાં દિવસે “ડાયાબિટીસ એક આશિર્વાદ” કાર્યક્રમ યોજાયો.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી ખાતે “આઝાદી કા અમ્રુત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૧ની ઉજવણીમાં તા. ૨૧-૧૧-૨૦૨૧ના રોજ આઠમાં દિવસે “ડાયાબિટીસ એક આશિર્વાદ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. એન.ડી શીલુ, રૂપાબેન શીલુ તથા ચેતન દવે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતી. મહેમાનોનુ શબ્દોથી સ્વાગત લાઇબ્રેરીના લાઇબ્રેરીયન એન.એમ. આરદેશણાએ કર્યુ હતુ. જયારે ઉપસ્થિત મહેમાનોનુ પુસ્તક્થી સ્વાગત લાઇબ્રેરીના જુનિયર સહાયક ગ્રંથપાલ સુનિલ દેત્રોજા, મદદનીશ ગ્રંથપાલ તુપ્તીબેન પટેલ તથા સિનિયર ક્લાર્ક માનવેંદ્રસિહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર સિનિયર સીટીજન તથા યુવાનોને ડો. એન.ડી.શીલુ દ્વારા ડાયાબિટીસ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમા ઉપસ્થિત લોકો દ્વારા ડાયાબિટીસ અંગેના તેમને મુજવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા લાઇબ્રેરીના સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવેલ.
- Advertisement -



