ગીર પૂર્વ વન વિભાગ ધારી હેઠળની જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના જશાધાર ફોરેસ્ટ સેટલમેન્ટ ગામમાં ધારીના નાયબ વંન સરક્ષક રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એમ.આર.ઓડેદરા મદદનીશ વન સરક્ષક સાથે આરએફઓ એલ. બી.ભરવાડ તેમજ જશાદાર રેન્જના સ્ટાફ સાથે રાખીને જસાદાર ગામના 100 જેટલા યુવાનોને પણ સાથે રાખીને પ્લાસ્ટિક મુક્ત જસાદાર અભિયાન હાથ ધરેલ હતું. અને જશાધાર ગામે પ્લાસ્ટિક સફાઇ અભિયાન હાથ ધરવામા આવેલ.
આ સાથે જસાદાર ગ્રામજનોને પ્લાસ્ટિક કચરા થી થતા ખેતીવાડી તેમજ માલ ઢોરને ગામમાં જન આરોગ્ય સાથે વન તથા વન્યજીવોને તેમજ જમીનમાં પાણી જતું અટકાવતું હોય તથા નદી નાળા મારફતે વહી જલચર જીવોને પણ નુકસાન કરતા હોય છે તે બાબતે વિસ્તૃત માહીતી આપી હતી. અને પ્લાસ્ટિક મુકિત બનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.