By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    54 minutes ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    1 hour ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 hour ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિનો કાર્યક્રમ રદ્દ કરવા માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિનો કાર્યક્રમ રદ્દ કરવા માંગ
ગુજરાત

હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિનો કાર્યક્રમ રદ્દ કરવા માંગ

Khaskhabar Editor
Last updated: 2022/05/10 at 3:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

પ્રબોધ સ્વામી જૂથ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદન આપી રજૂઆત કરાઈ

હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીના લેટરમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા પ્રબોધ સ્વામીનું જૂથ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા પહોંચ્યું હતું. પ્રબોધ સ્વામીના જૂથના સભ્યોએ રજૂઆત કરી કે હાઈકોર્ટમાં કેસ ચાલે છે ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ કેમ? યોગી ડીવાઈન સોસાયટીના લેટરહેડ પર આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીની સહી કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.

- Advertisement -

ચાદર ઓઢાડવાના પ્રોગ્રામ થતાં જ નથી
પ્રબોધસ્વામી જૂથના એક ભક્તે જણાવ્યું હતું કે, અમારી એક જ માંગણી છે કે હરિધામ સોખડામાં આગામી 11 મેએ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તે ધામધૂમથી ઉજવવો જોઇએ. પરંતુ તેમાં યોગી ડિવાઇન સોસાયટીના લેટર પેડ પર જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે તેમને ચાદર ઓઢાડવાનો કાર્યક્રમ યોજાશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા કોઇ ચાદર ઓઢાડવાના કોઇપણ પ્રોગ્રામ થતાં જ નથી.


શું છે ચાદરવિધિ?
કોઈ મંદિર કે આશ્રમના મુખ્ય સંતનું જ્યારે અવસાન થાય ત્યારે તેમના ઉત્તરાધિકારી તરીકે જે સંતની નિમણૂક કરવામાં આવે ત્યારે તેમને ચાદર ઓઢાડવામાં આવે છે. આ વિધિને ચાદરવિધિ કહેવામાં આવે છે. જો હરિધામ સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ થાય તો તેઓ હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી કહેવાશે.

હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીના વિવાદ મુદ્દે બંને પક્ષો વચ્ચે થઇ બેઠક

- Advertisement -

હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીનો વિવાદ મુદ્દે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન માટે બેઠક થઈ હતી. બેઠકમાં બંને પક્ષો તરફથી હકારાત્મક ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે.આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ અંગે વિશેષ ચર્ચા કરાઇ હતી. હવે 12 મેના રોજ ફરી બેઠકમાં ચર્ચા કરાશે. હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહની હાજરીમાં બેઠક થશે. હરિધામ સોખડા મંદિર સંસ્થાનમાં ફરીથી યોગ્ય વાતાવરણ સ્થપાય તેવા પ્રયાસો કરાશે. સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં આ બેઠક મળી હતી. 13 જૂન સુધીમાં કોર્ટને મીડિયેશન રિપોર્ટ આપવો પડશે. બેઠકમાં પ્રબોધ સ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ સ્વીકારવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં જે પગલા ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે તેવું જણાવાયું હતું. આ મિટિંગમાં હરિધામ સોખડા સંસ્થામાં પ્રેમ વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાની વલણ અપનાવવા અંગે પણ ચર્ચા થી હતી. સંસ્થામાં બંને જૂથે સંપીને સંસ્થા ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીની સંસ્થા સાથે મળીને ચલાવવામાં આવે તેવું સુચન કરાવામાં આવ્યું હતું. હરિધામ સોખડા મંદિર વિવાદ સમાપ્ત કરવા માટે હાઇકોર્ટની મધ્યસ્થીમાં બેઠકનું આયોજન થઈ રહ્યું છે તેની વચ્ચે ગઈ કાલે વધુ એક વવાદ સામે આવ્યો હતો. મંદિરમાં અત્યારે અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના પ્રગાટ્ય દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત યોગી ડિવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને પ્રેમ સ્વરૂપ સ્વામીને ચાદર ઓઢાડવાના જ્ઞાન વલ્લભ સ્વામીના પત્રને લઈને વિવાદ સર્જાયો છે. આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિવાદ વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી જૂથે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. તેઓએ કહ્યું કે ચાદર ઓઢાડવાનું સન્માન ગાદીપતિને જ મળી શકે છે. હરિભક્તોનું કહેવું છે કે હાઈકોર્ટમાં 9મી તારીખે સમાધાન મુદ્દે બેઠક થવાની છે ત્યારે બેઠક પૂર્વે ચાદર ઓઢાડવાની પ્રક્રિયા ન થવી જોઈએ.

યોગી ડિવાઈન સોસાયટીની 10 હજાર કરોડની સંપત્તિ પર ત્યાગવલ્લભ સ્વામીનો ડોળો

ખાસ-ખબર સંવાદદાતા
અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડાનો પાયો નાંખનારા હરિપ્રસાદ સ્વામીનું એક વર્ષ પહેલા નિધન થયા પછીથી સંસ્થાની મિલકતોના વારસદારો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે અને મામલો છેક હાઈકોર્ટ સુધી પહોચ્યો છે. જાણવા મળ્યા મુજબ, હરિપ્રસાદ સ્વામીએ બનાવેલી યોગી ડિવાઈન સોસાયટી પાસે દેશભરમાં મંદિરો, આશ્રમો, જમીનો અને 560 કિલો સોના સહિત કરોડો રૂપિયાની સંપત્તિ છે અને આ સંપત્તિ પર ત્યાગવલ્લભ સ્વામીનો ડોળો છે તેવું હરીભક્તોમાં ચર્ચાઈ રહ્યું છે. હરિપ્રસાદ સ્વામીએ બીએપીએસ સંસ્થામાંથી 30મે 1966ના રોજ છૂટા થયા પછી સોખડા આવી ગયા હતા. 1971માં માત્ર પાંચ સ્વામીઓને દીક્ષા અપાઈ અને સોખડા આશ્રમનો પાયો નંખાયો હતો. અહીં તેમણે યોગી ડિવાઈન સોસાયટીની સ્થાપના કરીને હરિધામ સોખડાનું નિર્માણ કર્યું હતું. આ સોસાયટી પાસે 560 કિલો સોના ઉપરાંત મંદિરો, આશ્રમો, જમીનો સહિત 10 હજાર કરોડની સંપત્તિ છે. ગત વર્ષે 27 જુલાઈ, 2021એ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા તે પછી તેમના આધ્યાત્મિક વારસદારો અને સ્થાવર-જંગમ સંપત્તિના વારસદારો વચ્ચે જંગ શરૂ થયો છે. આ મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર પછી સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને સોંપાઈ હતી. સંપ્રદાયની જવાબદારી એકના બદલે બે સંતોને સોંપાતા ઝઘડાના મૂળ રોપાયાં હતા. ચાલતી ચર્ચા મુજબ, યોગી ડિવાઈન સોસાયટી પાસે જે સંપત્તિઓ છે તેના ભાગલાને લઈને ચાલતા કેસમાં સોમવારે બંને જૂથના આગેવાન સંતોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ સોસાયટી પાસેની સંપત્તિની વાત કરીએ તો સોખડામાં 25 વીઘામાં મંદિર, સંતનિવાસ, સ્વામીજી નિવાસ, ઉતારાઓ, હરિપ્રસાદ સ્વામીજીનું નિવાસ સ્થાન અને 150 વિઘા ખેતીની જમીન. આ ઉપરાંત વાઘોડિયામાં 400 વિધા ખેતીની જમીન આવેલી છે. યોગી ડિવાઈન સોસાયટી પાસે વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાર વિધામાં ફેલાયેલા સત્સંગ હોલ સહિતની સંપત્તિ છે. રાજપીપળા નજીક કાળીડોળી ગામે 100 વિધા ખેતીની જમીન છે. આ ઉપરાંત દિલ્હીમાં 4 વિઘાનું ફાર્મ હાઉસ, મુંબઈના કાંદીવલીમાં મંદરિ, ગોરેગાંવમાં પાંચ વિધા જમીન પર સંત્સંગ હોલ સહિતની સુવિધાઓ, જુહુમાં 100 કરોડની પ્રોપર્ટી છે. કરજણમાં 2 લાખ સ્ક્વેર ફૂટ જમીન, સત્સંગ હોલ છે. બાકરોલના વિદ્યાનગરમાં આત્મિય વિદ્યાધામ સ્કૂલ, મંદિર, સત્સંગ ોલ સહિત 200 કરોડની પ્રોપ્રટી આ સંસ્થાના નામે છે. અમદાવાદના નિર્ણય નગરમાં આત્મિય વિદ્યાધામ સ્કૂલ, ઘોડાસરમાં મંદિર તેની માલિકીનું છે. રાજકોટમાં મંદિર, સત્સંગ હોલ અને વિશાળ જમીન પથરાયેલું આત્મિય યુનિવર્સિટી કેમ્પસ પણ તેની માલિકીનું છે. માણાવદર, જસદણ, નવસારી અને વલસાડમાં આ સંસ્થાની માલિકીની સત્સંગ હોલ સહિતની પ્રોપર્ટી આવેલી છે. સુરતના ભરથાણામાં મંદિર, સ્કૂલ અને શણાયામાં સત્સંગ હોલ તેની માલિકીનો છે. ભરૂચમાં પણ મંદિર અને સત્સંગ હોલ આવેલા છે. હરિપ્રસાદ સ્વામીજીની દેશ-વિદેશમાં 7 વખત સુવર્ણતુલા થઈ હતી, તેના દ્વારા 560 કિલો સોનું મળ્યું હતું, જેની હાલમાં બજાર કિંમત લગભગ 280 કરોડ જેટલી થાય છે. આ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા અને લંડનમાં મંદિરો, સત્સંગ હોલ તથા જમીનો આવેલી છે.

શું છે વિવાદ ?
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના દેવલોક પામ્યા
તેમના સ્થાને કોણ ગાદી પર બેસશે તેને લઈને વિવાદ ઉભો થયો
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય બે ભાગમાં વહેંચાઈ ગયું
પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના બે જૂથ પડી ગયા
સંતો અને હરિભક્તો બે જૂથમાં વહેંચાઇ ગયા
ગાદી મેળવવા બંને જૂથના શક્તિ પ્રદર્શન થયા
પ્રમોદ સ્વામી જૂથે લાંભવેલમાં અને પ્રેમ સ્વરૂપના જૂથે કરજણમાં શક્તિ પ્રદર્શન કર્યું
સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીએ કરી હતી આત્મહત્યા

You Might Also Like

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે

TAGGED: #hariprashadswami #haridhamshakhoda #હરિપ્રસાદસ્વામી #હરિધામસોખડા
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજયમાં દરેક સમાજને આગળ લાવવા અમે પ્રયત્નશીલ : સીએમ
Next Article હવે ‘સ્વસ્તિક હાઈટ્સ’ દ્વારા ગ્રાહકોને બેવકૂફ બનાવશે બિલ્ડર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?