પંતનું ફોર્મ અને બેટિંગ દિલ્હીની મુખ્ય સમસ્યા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવા માટે ઝઝૂમી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમના બેટ્સમેનોની ગુરુવારે રમાનારી આઇપીએલની લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પેસ બોલર્સ સામે આકરી કસોટી થશે. દિલ્હીની ટીમે પ્લે ઓફની આશા જીવંત રાખવા માટે આ મુકાબલો કોઈ પણ ભોગે જીતવો પડે તેમ છે. દિલ્હીને નવ મેચમાં પાંચ પરાજય મળ્યા છે જેના કારણે તેના પ્રદર્શન અને ટીમના કોમ્બિનેશન અંગે પ્રશ્નાર્થ પણ થયા છે. મુખ્ય કોચ લલિત યાદવ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી અને સુકાની પંતે એનરિક નોર્તઝેનો પણ વિશેષ ઉપયોગ કર્યો નથી. ઓલરાઉન્ડર લલિતે નવ મેચમાં માત્ર 137 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 110 કરતાં પણ ઓછો છે. તેણે ચાર વિકેટ ઝડપી છે.
દિલ્હી માટે કુલદીપ યાદવે 17 તથા ખલીલ એહમદે 11 વિકેટ ઝડપીને તમામને પ્રભાવિત કર્યા છે. આ બંને સિવાય દિલ્હીનો કોઈ બોલર સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. દિલ્હીનો એક પણ બેટ્સમેન ફોર્મમાં જણાતો નથી અને મોટાભાગનાએ સમયાંતરે રન બનાવ્યા છે. સુકાની રિષભ પંતે કુલ 234 રન બનાવ્યા છે પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો નથી. સનરાઇઝર્સ હૈદરાબાદના તોફાની પેસ બોલર ઉમરાન મલિક સામે પંતનો મુકાબલો રસપ્રદ બની રહેશે. મલિકનો ઉપયોગ પાવરપ્લે બાદ કરવામાં આવે છે અને આ સમયે પંત ક્રિઝ ઉપર હોવાની તમામ સંભાવના છે.
ચેન્નઈ સામે બેંગ્લોરનો 13 રને વિજય
- Advertisement -
મુંબઈ બાદ ચેન્નઈ પણ પ્લેઑફની રેસમાંથી બહાર
લોમરોરના 27 બોલમાં 42 રન : મેન ઓફ ધ મેચ હર્ષલ પટેલની 35 રનમાં ત્રણ વિકેટ : જીતવા માટેના 174ના ટાર્ગેટ સામે ચેન્નઈ સુપરકિંગ્સનાં 160/8
યુવા બેટ્સમેન લોમરોરના 27 બોલમાં 42 રન બાદ હર્ષલ પટેલે 35 રનમાં ત્રણ અને હેઝલવૂડે 22 રનમાં બે વિકેટ ઝડપતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હારનો સિલસિલો અટકાવતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 13 રનથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 174ના ટાર્ગેટ સામે ચેન્નાઈ 8 વિકેટે માત્ર 160 રન જ કરી શક્યું હતુ. કોન્વે (56) અને મોઈન અલી (34)એ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ટીમને જીતાડી શક્યા નહતા.
બેંગ્લોરનો સતત ત્રણ પરાજય બાદનો આ પ્રથમ વિજય હતો. જ્યારે ચેન્નાઈ ધોનીએ સુકાન સંભાળ્યું તે પછી પહેલી મેચમાં હાર્યું હતુ. અગાઉ લોમરોરે 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 42 રન ફટકારતાં બેંગ્લોરના બેટ્સમેનોએ ચેન્નાઈ સામે લડાયક દેખાવ કરતાં સ્કોરને 8 વિકેટે 173 રન સુધી પહોંચાડયો હતો. બેંગ્લોરે પ્રથમ 10 ઓવરમાં 79 રન નોંધાવ્યા હતા. જ્યારે આખરી 10 ઓવરમાં બેંગ્લોરે 94 રન લીધા હતા. થીક્શાનાએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટિંગમાં ઉતાર્યું હતુ. કોહલી અને ડુ પ્લેસીસની જોડીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મજબુત શરૃઆત અપાવી હતી. તેમણે 44 બોલમાં 62 રન જોડયા હતા. ડુ પ્લેસીસ 22 બોલમાં 38 રન કરીને મોઈન અલીનો પહેલો શિકાર બન્યો હતો. જે પછી મેક્સવેલ માત્ર 3 રને રનઆઉટ થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. અલીએ ત્યાર બાદ 30 રનેના વ્યક્તિગત સ્કોર પર કોહલીને ક્લિન બોલ્ડ કર્યો હતો. આ સાથે બેંગ્લોરનો સ્કોર 79માં ત્રણ વિકેટ થઈ ગયો હતો.
લોમરોરે 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 27 બોલમાં 42 રન કર્યા હતા. તેણે અને પાટીદારે 44 રનની ભાગીદારી નોંધાવી હતી. લોમરોર અને કાર્તિકે 32 રન જોડયા હતા. થીક્શાનાએ ઈનિંગની 19મી ઓવરમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જેના લીધે બેંગ્લોર 155/4 થી 157/7 પર ફસડાયું હતુ. પ્રેટોરિઅસની આખરી ઓવરમાં બેંગ્લોરે 16 રન લીધા હતા.



