રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઇ ગાંડુભાઇ વાંકે(આહીર) ગત ગુરુવારે ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું સારવાર દરમિયાન ગઈકાલે મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી રોડ પર રહેતા પ્રકાશભાઈ વાંકે ગત ગુરુવારે બપોરના સમયે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પીધી હતી.તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ગઈકાલે સારવાર દરમિયાન બપોરના સમયે પ્રકાશભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રકાશભાઈ વાંક અગાઉ કુવાડવા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ ભક્તિનગર પોલીસમાં ફરજ બજાવતા હતા.
રાજકોટમાં ઝેરી પી લેનાર હેડ કોન્સ્ટેબલનું મોત
Follow US
Find US on Social Medias


