કેબ બુકીંગ કંપની ઉબરના કોમ્પ્યુટર નેટવર્કમાં એક અઢાર વર્ષના યુવકે મોટું છીંડુ પાડીને કંપનીના નેટવર્કને હેક કરી લેતા ખળભળાટ મચ્યો છે. હેકર કંપનીની સુરક્ષાને ભેદીને તેના કાનૂન પ્રવર્તન સુધી પહોંચી ગયો હતો.
જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આથી ઉબરને કેટલી અસર થઈ પરંતુ કંપનીને પોતાનું આંતરિક સંચાર અને એન્જિનિયરીંગ સિસ્ટમ બંધ કરવી પડી હતી. માનવામાં આવે છે કે ઉબરની સિસ્ટમને ઘણી અસર થઈ છે.
- Advertisement -
કંપનીએ જણાવ્યું હતું કે, સાઈબર સુરક્ષા સાથે જોડાયેલા મામલાની તપાસ થઈ રહી છે. ઉબરના પ્રવકતા એમ કરીએ જણાવ્યું હતું કે હેકરે એક કર્મચારીના વર્કપ્લેસ મેસેજીંગ એપ સ્લેકનો એકસેસ મેળવી લીધો હતો. તેનો ઉપયોગ કરીને હેકરે ઉબર કર્મચારીઓને મેસેજ મોકલ્યો હતો કે કંપની ડેટા બ્રીચનો શિકાર થઈ છે.
સેમ કરીએ જણાવ્યું હતું કે, એ બાબતના કોઈ સંકેત નથી કે હેકરે કોઈ નુકશાન કર્યું હોય તે પ્રચારથી વધુ કાંઈ ચીજમાં રાસ દાખવ્યો હોય. 18 વર્ષના હેકરે જણાવ્યું હતું કે તે 18 વર્ષનો છે અને અનેક વર્ષથી પોતાના સાઈબર સુરક્ષા સ્કીલ પર કામ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઉબરની સુરક્ષા સિસ્ટમ ઘણી નબળી હતી આ કારણે તે આસાનીતી ઉબરના નેટવર્કમાં છીંડુ પાડી શકયો હતો.