By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    4 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    4 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    5 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    5 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનાથી ડરો નહીં પરંતુ સતર્ક રહો: જીવન રહેશે ખુશહાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > કોરોનાથી ડરો નહીં પરંતુ સતર્ક રહો: જીવન રહેશે ખુશહાલ
TALK OF THE TOWN

કોરોનાથી ડરો નહીં પરંતુ સતર્ક રહો: જીવન રહેશે ખુશહાલ

Khaskhabar Editor
Last updated: 2020/10/19 at 1:08 PM
Khaskhabar Editor 6 years ago
Share
10 Min Read
SHARE

કોરોના કાળમાં નોર્મલ લાઇફ માટે જરૂરી છે સરકારની ગાઇડ લાઇનનું અનુસરણ, સમયસર ટેસ્ટ અને યથા યોગ્ય સારવાર

  • ભાવિની વસાણી

સમગ્ર વિશ્વની સાથે માર્ચ મહિનાથી કોરોનાએ ભારતમાં પણ દેખા દીધી છે. રાજકોટ તો જાણે થોડા દિવસો પૂર્વે કોરોનાનો ગઢ બનીને બહાર આવ્યું છે. કોરોના જેવી મહામારીને ઘણા લોકો ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે અને સરકારની ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો કોરોનાની ઝપેટે જરૂર ચડ્યા છે, પરંતુ સમયસર કોરોનાના લક્ષણોને ઓળખી જવાથી યથાયોગ્ય સારવાર મેળવીને હેમખેમ ઉગરી ગયા છે. કોરોનાને માત આપી ચૂકેલા રાજકોટના અગ્રણીઓએ ’ખાસ ખબર’ને પોતાનો અનુભવ જણાવી અને લોકોને ખાસ કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવા ઉપરાંત સરકારની ગાઈડલાઈનનું અનુસરણ કરવા માટેની સલાહ આપી છે.

Contents
કોરોના કાળમાં નોર્મલ લાઇફ માટે જરૂરી છે સરકારની ગાઇડ લાઇનનું અનુસરણ, સમયસર ટેસ્ટ અને યથા યોગ્ય સારવારભય રાખ્યા વિના ડોક્ટરની સલાહ અચૂક માનો ડોક્ટર પંકજ રાઠોડ (રા.મ્યુ.કો. આરોગ્ય અધિકારી)સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે અતુલ રાજાણી (વોર્ડ નં. 3 કોર્પોરેટર)તમારા થકી વડીલોને તકલીફ ન થાય તે ધ્યાન રાખો વી.કે.ગઢવી (પોલીસ અધિકારી)કોરોના થાય તો સમયસર હોસ્પિટલાઈઝ થવું કશ્યપ શુક્લ (વોર્ડ નં. 7 કોર્પોરેટર, ભાજપ)ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીંં ડો.અમિત હાપાણી (કાર્ડિયોલોજિસ્ટ)મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મેં જાન હોતી હૈ હસમુખ ધાંધલીયા (પી.એસ.આઇ)કોરોનાથી ન ડરો કે ન તેને અવગણો એચ.એમ.ગઢવી (પી.આઈ)કોરોનાને અવગણશો તો જ તકલીફ થશે ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ)સત્વરે ટેસ્ટ કરવાથી યથાયોગ્ય સારવાર શક્ય અનિલ દેસાઈ (સિનિયર એડવોકેટ)જાતે સંભાળ રાખશો તો થશે કુટુંબનું કલ્યાણ ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય)

ભય રાખ્યા વિના ડોક્ટરની સલાહ અચૂક માનો
ડોક્ટર પંકજ રાઠોડ (રા.મ્યુ.કો. આરોગ્ય અધિકારી)

રાજકોટમાં 17પ દિવસની મેરેથોન સમાન ટીમવર્કની કામગીરીમાં મારા પરિવારના સભ્યોનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈશોલેશનના આકસ્મિક 14 દિવસના સ્વયં ધરવાસમાં સીમીત થઈ ગયા હતા. હું, મારી પત્ની અને મારો દીકરો હોમ આઈશોલેશનના વિરામને ’ન્યુ નોર્મલ’ તરીકે સ્વીકારીને હેમખેમ રીતે બહાર આવ્યા છીએ. જેમાં ત્રણેય સ્વતંત્ર રૂમમાં આઈશોલેશનમાં રહી એકબીજાને મદદરૂપ બન્યા હતા. એક જ ઘરમાં હોવા છતાં માત્ર ટેલીફોનીક સમ્પર્ક થતો. આરોગ્યની જાળવણી અને કાળજી મુખ્યત્વે પાંચ ’ખ’ બાબતો (1) મેડીસીન (ર) મોસંબી (કે અન્ય પ્રવાહી)(3) માસ્ક (રક્ષણ) (4) મેડીટેશન (માનસિક મજબૂતી) (પ) મેનેજમેન્ટ (સમય અને સ્વયં શિસ્ત)ને અપનાવી અને કોરોનાને માત આપી હતી. લોકોને સંદેશ છે કે કોરોનાનું વહેલુ નિદાન અને ઝડપી સારવાર કરાવી રાજકોટમાં કોરોનાનું સક્રમણ ઘટાડીએ.ખોટોભય રાખ્યા સિવાય ડોકટરની દર્શાવેલી સલાહ અચૂક માનીએ.

- Advertisement -
સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે
અતુલ રાજાણી (વોર્ડ નં. 3 કોર્પોરેટર)

સલ્મ એરિયામાં કોરોના પેશન્ટને મદદ કરતી વખતે ક્યાંકથી કોરોનાનો ચેપ લાગ્યો હશે. સૌપ્રથમ દીકરી રિદ્ધિને તાવ આવ્યો બીજા 24 કલાકમાં મારા પત્ની રૂપલને અને મને પણ આવી ગયો. સૌ પ્રથમ ટેસ્ટ જતો રહ્યો ત્યારબાદ સ્મેલ પણ આવતી ન હતી. કોરોનાની આશંકાએ ડોક્ટર સંજય ભટ્ટને ફોન કર્યો અને કોવિડ ટેસ્ટ કર્યા. ત્રણેયના પોઝિટિવ આવ્યા બાદ પ્રથમ વખત ઝટકો જરૂર લાગ્યો પરંતુ પરિવારના સભ્યો સાથે હોય એકબીજાને હિંમત આપતા રહ્યા. ઘરે જ સેલ્ફ આઈસોલેશનમાં રહ્યા અને ત્રણ ટાઈમ મેડિકલ પ્રેક્ટિશનર બધું ચેક કરતા હતા. આ દિવસોમાં નબળાઈ ખૂબ જ હતી. ગરમ પાણી, હળદર-લીંબુના ઉકાળા અને ફળો ખુબજ લીધા અને આરામ કર્યો હતો. સ્નેહીજનો અને પાડોશીઓએ ખૂબ જ સપોર્ટ કર્યો માટે એકલા હોવા છતાં એકલું લાગ્યું નથી. લોકોને સંદેશ છે કે શરદી-ઉધરસ અને તાવને હળવાશથી ન લો, કોઈ જ ભ્રમમાં ન રહેવું, સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે

તમારા થકી વડીલોને તકલીફ ન થાય તે ધ્યાન રાખો
વી.કે.ગઢવી (પોલીસ અધિકારી)

કચ્છ ગયો હતો ત્યાંથી રિટર્ન થયા બાદ મને તાવ અને કળતરના લક્ષણો જોવા મળ્યા હતા. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવ્યો હતો. આ સમયમાં સારો ખોરાક, વિટામિન સી, નાસ, ગરમ પાણીના કોગળા વગેરે યથાયોગ્ય કાળજી રાખી શાંતિપૂર્વક સામનો કર્યો. ઘરે જ હોમ આઇસોલેશનમાં ત્રણ દિવસ રહ્યા બાદ કોરોનાના લક્ષણો જતા રહ્યાં, દસમા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દિવસોમાં પોલીસ વિભાગમાં વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખ્યું હતું. મન મજબૂત રહે તેવું વાંચન કર્યું હતું. આ સ્થિતિમાં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. લોકોને સલાહ છે કે કોરોના થાય તો ગભરાશો નહીં અને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરો, ધ્યાન રાખો કે વડીલોને તમારા થકી તકલીફ ન થાય.

કોરોના થાય તો સમયસર હોસ્પિટલાઈઝ થવું
કશ્યપ શુક્લ (વોર્ડ નં. 7 કોર્પોરેટર, ભાજપ)

મોટાભાઈ વી.વી.પી. કોલેજના ટ્રસ્ટી હોય કોઈ સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવ્યા બાદ તેમને અને કદાચ તેમના સંપર્કમાં આવવાથી મને પણ કોરોના થયો હશે. બીજા-ત્રીજા દિવસે સંપર્કમાં આવ્યા બાદ મને તાવ આવ્યો હતો. ડો.દર્શિતા બેન શાહના માર્ગદર્શનથી લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ બાદ સીટીસ્કેનનો રિપોર્ટ કરાવવા માટે બેગ તૈયાર કરીને જ ગયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિનર્જી હોસ્પિટલમાં દસ દિવસ સારવાર માટે દાખલ થયો હતો. ઘરમાં મારા માતા તેમજ પુત્રી રહે છે તેમને કોઈને કંઈ લક્ષણ નહોતા. સાતમા દિવસે હું કોવિડમાંથી બહાર આવ્યો પરંતુ મોટા ભાઈની પરિસ્થિતિ સારી ન હોય હોસ્પિટલમાંથી રજા લઇને જવાબદારી સંભાળી હતી. રેમેડિઝનો કોર્સ પૂર્ણ કર્યો હતો. જીવવા માટે પૂર્ણ આત્મવિશ્વાસ હતો તે માટે જીતી ગયો છું,સૂંઠના પ્રયોગથી ઘણો ફાયદો થયો છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું, તેમજ કોરોના આવે તો ડરવું નહીં તથા સમયસર હોસ્પિટલાઈઝ થઈ જવું જોઈએ.

- Advertisement -

ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીંં
ડો.અમિત હાપાણી (કાર્ડિયોલોજિસ્ટ)

પ્રાથમિક લક્ષણોમાં ડાયેરિયા જેવું જોવા મળ્યું હતું, જેની દવા કરી છતાં બીજા દિવસે કળતર અને પછી તાવ આવ્યો હતો. બે દિવસ બાદ ટેસ્ટ કરાવ્યો અને પોઝિટીવ આવ્યો ત્યારે એન્ટિવાયરલ દવાઓ લીધી હતી, અને ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન હતો.હું પોતે ડોક્ટર છું ત્યારે મોનેટરિંગ ચાલુ રાખ્યું હતું અને યથાયોગ્ય સારવાર શરૂ કરી દીધી હતી. ચોથા-પાંચમા દિવસે સ્વાદ પણ જતો રહ્યો હતો. 14 દિવસ ટોટલ આઇસોલેશનમાં રહી અને સરળતા પુર્વક સામનો કર્યો હતો. કોરોનાના લક્ષણ દેખાય તો સમયસર ટેસ્ટ કરાવવો જોઇએ જેથી સંક્રમણનો ભોગ આપણા સ્વજનો ન બને. ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીં. કોરોના ન થાય તે માટે સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (જખજ)ને જ જીવનમંત્ર બનાવવો અને લોકોને પણ સમજાવવું જરૂરી છે.

મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મેં જાન હોતી હૈ
હસમુખ ધાંધલીયા (પી.એસ.આઇ)

કોરોનાના લક્ષણોથી સમયસર ચેતી જવાથી રિકવર થઈ ગયો, પરંતુ ફરીથી પણ આવી શકે છે. 24 ઓગસ્ટે કોરોના ડિટેક્ટ થયા બાદ છ-સાત દિવસ આયુર્વેદિક દવાઓ જ લીધી હતી. સિહોરના તબીબ ડો. સરવૈયા ના માર્ગદર્શન હેઠળ દવાઓ તેમજ ગરમ પાણી અને ઉકાળાનું સેવન ચાલુ રાખ્યું હતું. એક વખત પ્લાઝમા પણ ડોનેટ કર્યું છે. કોરોના થાયતો સૌપ્રથમ મન મજબૂત રાખવું જરૂરી છે, તેમ જ એક્સરસાઇઝ જરૂરી છે.  મને કોરોના ડિટેક્ટ થયો તે પહેલાં તાજેતરમાં જ કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ થઈ હતી તે મને કામ લાગી છે. લોકોને સંદેશ આપીશ કે “મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મે જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ.”

કોરોનાથી ન ડરો કે ન તેને અવગણો
એચ.એમ.ગઢવી (પી.આઈ)

કોરોનાના આગમન સાથે જ ત્રણ મહિના પહેલા માતા અને ભાઈ બંનેના પૂર્ણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરમાં બધા એ ટેસ્ટ કરાવ્યા હતો.બાદમાં ઘરના તમામ નવ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બધાએ સાથે મળીને શાંતિપૂર્વક સામનો કર્યો હતો. ઘરે તમામ પ્રકારની તકેદારી રાખી હતી. મમ્મીની ઉંમર 74 વર્ષ હોય તેમના સિવાય કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ ન હતી. દવા અને સારવાર નિયમિત રીતે કર્યા સાથે તુલસીના પાન, હળદર વગેરેનું સેવન કર્યું. કોરોનાથી મૃત્યુ થાય જ તેવું નથી પરંતુ હિંમતથી કામ લેવું જોઈએ. કોરોનાથી ડરવાનું નથી પરંતુ તેને અવગણવાનો નથી.

કોરોનાને અવગણશો તો જ તકલીફ થશે
ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ)

રામનાથપરા મુક્તિધામમાં સેવા આપવા જતો હતો ત્યાં કોવિડ વાળી બોડી નિયમિત રીતે આવતી હોય કોઈ કારણસર ધ્યાન રાખવા છતાં ચેપ લાગ્યો હતો. પ્રાથમિક શરદી અને ઉધરસના લક્ષણો આવ્યા બાદ ડોક્ટર પાસે ચેકઅપ કરાવી અને છ દિવસ ઘરે રહ્યો હતો. ત્યારબાદ ઓક્સિજન ઓછું લાગ્યા બાદ સીટી સ્કેન કરાવ્યું હતું અને ટેસ્ટમાં માઇનર કોરોના આવ્યો હતો. ત્રણ દિવસમાં લીંબુપાણી, મોસંબીનો જ્યૂસ, હળદરનો ઉકાળો અને સુંઠની છીંકણી વગેરેના પ્રયોગથી ત્રણ દિવસમાં ઓક્સિજન લેવલ બરાબર આવી ગયું બીજા પંદર દિવસ આરામ કર્યો અને બહાર આવી ગયો. સમયસર ચેતી જવાના કારણે ફેફસાં ડેમેજ થયા નથી અને રિકવરી જલ્દી થઈ ગઈ. કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ તેને અવગણશો તો તકલીફ થશે.

સત્વરે ટેસ્ટ કરવાથી યથાયોગ્ય સારવાર શક્ય
અનિલ દેસાઈ (સિનિયર એડવોકેટ)

મને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો ખબર નથી માત્ર શરદી-ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પરિવારના તમામ સભ્યોના ટેસ્ટ કરાવ્યા હતા, મને પોઝિટિવ આવ્યો હતો પરંતુ માઇનર હતો. ડોક્ટર સંજય ભટ્ટના માર્ગદર્શનથી ઘરમાં આઇસોલેટ થઈને રહ્યો અને સફળતાથી બહાર આવ્યો. સમયસર કોરોના ડિટેક્ટ થયો અને દવા નિયમિત લીધી તેનો ફાયદો થયો. હું એવું દ્રઢતા પૂર્વક માનું છું કે દરેક વ્યક્તિએ લક્ષણો દેખાય તો આ ટેસ્ટ સત્વરે કરાવવો જોઈએ જેથી યથા યોગ્ય સારવારથી પરિણામ પણ ચોક્કસ મળશે.

જાતે સંભાળ રાખશો તો થશે કુટુંબનું કલ્યાણ
ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય)

પ્રાથમિક રીતે મને થોડા ઘણા કોરોનાના લક્ષણ જેવું લાગ્યું હતું. પ્રથમ બે વખત ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ સીટીસ્કેન કરાવ્યું તેમાં બે ટકા જેટલો બતાવતો હતો. આ વખતે ડો.ડોબરીયાના માર્ગદર્શનથી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. સમયસર ચેતી જવાથી મને ફાયદો થયો છે. કોરોનાથી ડર્યા વગર ટેસ્ટ કરાવવો જરૂરી છે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ હરખાવવું જોઈએ નહીં. લોકોને સંદેશ છે કે ડોક્ટરની સલાહ લઇ ટ્રીટમેન્ટ શરૂ કરી જાતે સંભાળ રાખશો તો કુટુંબનું પણ કલ્યાણ થશે.

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રોલ/સામુહિક દુષ્કર્મની ઘટનાને લઈને  સંપૂર્ણ બંધ
Next Article ધોરાજી ઉપલેટા પંથકમાં ખનીજનો દરોડો આઠમ પર સહિત 1.16 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?