41 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ સાથે શરુ થયેલ પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતા આગામી તા.21 એપ્રિલથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહી છે. ગુરુવારથી સૌરાષ્ટ્રનાં જુદા – જુદા પાંચ જિલ્લાના 157 કેન્દ્રો ઉપર 41,050 વિદ્યાર્થીઓ પોત-પોતાની કોલેજોમાં પરીક્ષા આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં આગામી 21 એપ્રિલ થી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં બી.કોમ. સેમ 4 ના રેગ્યુલરમાં 14,723 અને એક્સ્ટર્નલમાં 992 જ્યારે બીએ રેગ્યુલર સેમ 4 માં 10,886 અને એક્સ્ટ્રનલમાં 3,341 પરીક્ષા આપશે આ ઉપરાંત બીએસસીમાં 2672 , બીસીએ 3015, બીબીએમાં 2501, એલએલબીમાં 1740 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે બીએ, બીકોમ અને બીએસસીનાં રેગ્યુલર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28000થી વધુ છે. જયારે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 41,050 છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા ચોરી રોકવા માટે 157 જેટલા કેન્દ્ર પર 72 ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે.
રાજકોટમાં સોમવારે ગુજકેટની પરીક્ષા 7706 વિદ્યાર્થી માટે 36 કેન્દ્ર
- Advertisement -
સવારે 10થી 12 ફિઝિક્સ-કેમિસ્ટ્રી, બપોરે 2થી 3 બાયોલોજી, 3થી 4 ગણિતનું પેપર લેવાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ, બી કે એબી ગ્રૂપના ધો.12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 18મીને સોમવારે લેવાશે.
રાજકોટ જિલ્લામાં 36 બિલ્ડિંગ અને 387 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સવારે 10 થી 4 કલાક દરમિયાન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ગણિતના પેપર લેવાશે. રાજકોટ જિલ્લામાં ‘એ’ ગ્રૂપના 3240 વિદ્યાર્થી,‘બી’ ગ્રૂપના 4454 વિદ્યાર્થી અને ‘એબી’ ગ્રૂપના 12 વિદ્યાર્થી સહિત કુલ 7706 વિદ્યાર્થી સોમવારે ગુજકેટની પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્ય પુસ્તકનો અમલ કરાયો છે. NCERT આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ પરીક્ષા માટે રહેશે. ગુજકેટમાં જુદા જુદા વિષયના બહુવિકલ્પિય પ્રકારના પ્રશ્નપત્રો રહેશે.


