By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    10 minutes ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    12 minutes ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    14 minutes ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    24 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    24 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાળા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની દેશભરમાં અભિનવ પહેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > શાળા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની દેશભરમાં અભિનવ પહેલ
ગુજરાત

શાળા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની દેશભરમાં અભિનવ પહેલ

Khaskhabar Editor
Last updated: 2021/06/10 at 3:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

છેવાડાના ગામની શાળાના વર્ગખંડના વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી-પરીક્ષા-અભ્યાસ મોનિટરીંગ માટે અદ્યતન ટેકનોલોજીયુકત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 નું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું
-: શિક્ષણ મંત્રી-શિક્ષણ રાજ્ય મંત્રીની પ્રેરક ઉપસ્થિતી :-
પ્રાથમિક શિક્ષણનો પાયો સુદ્રઢ કરીને શિક્ષણ દ્વારા વિકાસને વધુ તેજ બનાવી શકાશે:-મુખ્યમંત્રી
-: વિજયભાઇ રૂપાણી :-
 ગુજરાતનું બાળક વિશ્વના પડકારો ઝિલવા સજ્જ બને તેવો રાજ્ય સરકારનો અભિગમ છે
 રાજ્ય સરકારે રિયલ ટાઇમ મોનિટરીંગ-૧૦૦ ટકા શાળા પ્રવેશ-શૂન્ય ટકા ડ્રોપ આઉટની નેમ સાથે શાળા પ્રવેશોત્સવ-ગુણોત્સવ જેવા અભિયાનોને અદ્યતન ટેકનોલોજી સાથે જોડી વ્યાપક બનાવ્યા છે
 રાજ્યની પ૪ હજાર જેટલી શાળાઓ-૩ લાખથી વધુ શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓના વિશાળ માળખાની આયોજનબદ્ધ દેખરેખ માટે અત્યાધુનિક ટેકનોલોજીયુકત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ઉપયોગી બનશે
 કોરોના કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાતે હોમ લર્નીંગ માટેની ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટીક એડેપ્ટીવ લર્નીંગ એપ વિકસાવી ધોરણ-૧ થી ૧રના વિદ્યાર્થીઓને ઇ-કન્ટેન્ટ આપ્યા છે.
 જ્ઞાનસેતુ-બ્રીજકોર્ષ પાછલા વર્ષના મહત્વના વિષયોના મહાવરાથી વધુ પાકા કરી નવા વર્ષના અભ્યાસમાં પૂરક બનવાના સેતુરૂપ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના ગામના વર્ગખંડના બાળક સુધીના વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાના રિયલ ટાઇમ મોનિટરીંગની ગુજરાતની અભિનવ પહેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યુ હતું.
સમગ્ર દેશમાં ગુજરાતે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધી ક્વોલિટી એજ્યુકેશન, વિદ્યાર્થી હાજરી, શિક્ષક સજ્જતાને ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ કરવા સહિતની વ્યવસ્થાઓ આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 દ્વારા વિકસાવી છે તેમ મુખ્યમંત્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાથમિક શિક્ષણનો પાયો સુદ્રઢ-મજબૂત કરીને શિક્ષણ દ્વારા જ વિકાસને વધુ તેજ બનાવી શકાશે તે પ્રાથમિકતા સ્વીકારીને રાજ્ય સરકારે રિયલ ટાઇમ મોનિટરીંગ, પ્રાથમિકથી લઇને હાયર એજ્યુકેશન સુધી ૧૦૦ ટકા પ્રવેશ, શૂન્ય ટકા ડ્રોપ આઉટ રેશિયોની નેમ સાથે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા આયામોને આ નવિન ટેકનોલોજી સાથે જોડયા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અદ્યતન સુવિધાયુકત અને ટેકનોલોજીના વિનિયોગથી શિક્ષણ દ્વારા આપણે રાજ્યનું બાળક દુનિયાના પડકારો ઝિલવા સજ્જ બને તેવો અભિગમ અપનાવ્યો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ સર્વ શિક્ષા અભિયાનના મિશન ડિરેકટર ભારતી અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ FOCUS કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે.
આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.
રાજ્યની પ૪૦૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, ૩ લાખથી વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી લોકાર્પણ કરેલા આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube ટૂલથી એનેલાઇઝ કરાશે.
સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના ભવન લોકાર્પણ સાથે વિડીયો વોલ મારફતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી આ પ્રોજેકટસ અંગેના પ્રતિભાવો-ફિડબેક મેળવ્યા હતા. તેમણે આણંદ જિલ્લાની કાજીપૂરા પ્રાથમિક શાળાના શિક્ષક સાથે ઓનલાઇન સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેકટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડપ્ટીવ લર્નીંગ એપ નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટ અન્વયે ધોરણ-૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે.
સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે.
ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના મુખ્યમંત્રીના દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે ૧૦ જૂનથી ૧૦ જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે. તેનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો.
કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે.
નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે. તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.
જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ધો-૧ થી ૧૦ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુરૂં પાડવામાં આવશે
એટલું જ નહિ, કોઇ પણ વિદ્યાર્થી તે ડાઉનલોડ કરી શકે તે હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ બનાવાશે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડી.ડી.ગિરનાર પરથી ૧૦ જૂનથી ૧૦ જુલાઇ દરમ્યાન એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે.
આ પ્રોજેકટસ તૈયાર કરનારી કંપની ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લિમીટેડ દ્વારા G-SHALA અને જ્ઞાનસેતુની કામગીરીનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી અને મહાનુભાવો સમક્ષ કરવામાં આવ્યું હતું.

You Might Also Like

સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફલૉ, સ્કૂલોમાં રજા જાહેર

વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન રોક્યું, 67,655 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંબઈમાં ચાર માળનું બિલ્ડિંગ ધરાશાયી: 11નાં મોત
Next Article ભાજપ નેતાની પુત્રી પર ગેંગરેપ, આંખો કાઢી લીધી.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફલૉ, સ્કૂલોમાં રજા જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 26 seconds ago
90% ભારતીયોને હાઇ કોલેસ્ટ્રોલ
વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન રોક્યું, 67,655 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન
ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સુરત 5 ઇંચ વરસાદમાં જ ખાડી ઓવરફલૉ, સ્કૂલોમાં રજા જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 26 seconds ago
ગુજરાત

વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન રોક્યું, 67,655 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?