પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કાના મતદાન પહેલા હિંસક અથડામણનો મામલો સામે આવ્યો છે. અહીં બે જૂથોએ એકબીજા પર દેસી બોમ્બ ફેંકા, આ હિંસક અથડામણમાં 10 લોકો ઘાયલ થયા હોવાનો માહિતી મળી છે.
TMC અને AISF વચ્ચે અથડામણ
હકીકતમાં, શુક્રવાર સવારથી ભાંગરમાં સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટ (AISF)ના કાર્યકરો વચ્ચે અથડામણના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને જૂથના લોકોએ એકબીજા પર દેસી બોમ્બ ફેંક્યા. મળતી માહિતી અનુસાર, અથડામણમાં દસ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે સવારના તણાવ બાદથી ત્યાં હિંસા થઈ છે.
- Advertisement -
બંને જૂથોએ કર્યો એકબીજા પર હુમલો
જણાવી દઈએ કે, ગુરુવારે સવારે સત્તાધારી પક્ષના કાર્યકરોએ બુધવારે બપોરે જાદવપુરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સયોની ઘોષના સમર્થનમાં આયોજિત રોડ શોમાં ભાગ લેવાનો ઇનકાર કરવા બદલ AISFના એક કાર્યકર્તાની સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી. AISF કાર્યકરોએ જવાબી કાર્યવાહી કરી અને સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાને ખરાબ રીતે માર માર્યો. ત્યારથી ભાંગરમાં તણાવ સર્જાયો છે અને બે જૂથો વચ્ચે અથડામણ થઈ રહી છે.
TMC ધારાસભ્યની અવરજવર પર પ્રતિબંધ
- Advertisement -
ભાંગરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ચૂંટણી પંચે મતદાનના દિવસે કેનિંગ-પૂર્બા વિધાનસભા ક્ષેત્રમાંથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય શૌકત મોલ્લાની હિલચાલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ECIના આદેશ મુજબ, શૌકત મોલ્લા શનિવારે આખો દિવસ તેમના મતવિસ્તાર કેનિંગ-પૂર્બામાંથી બહાર નીકળી શકશે નહીં. જ્યારે મોલ્લાએ ભાંગરમાં ચાલી રહેલા તણાવ માટે AISFના જવાનોને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે આ સમગ્ર તણાવ માટે ભાંગરથી AISF ધારાસભ્ય નૌશાદ સિદ્દીકી જવાબદાર છે. તેની ધરપકડ થવી જોઈએ.