જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું જાહેરનામું પ્રસિદ્ધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાજડીયા તેમજ એસપી બી.યુ.જાડેજાની સુચના હેઠળ તથા ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા, જૂનાગઢ ટ્રાફિક શાખાના પીઆઇ. બી.બી કોળી દ્વારા જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારનો સર્વે કરતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હોય જેથી વખતો વખતના જિલ્લા મેજીસ્ટેટ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને સબંધીત જાહેરનામાં જેમાં વન-વે, ભારે વાહન પ્રવેશ બંધી, નાના મોટા વાહનો પ્રવેશ બંધી, અને નો પાર્કિંગ ઝોન જેવા વાહનોના જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું.
જેમાં પાર્કિંગ ઝોનમાં એસ ટી સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં ખાનગી બસો, જીપ, મેટાડોર, ખાનગી રિક્ષાઓ ઊભી રાખી શકાશે નહિ. જયારે વાહન પ્રવેશ બંધીમાં દાણાપીઠ વિસ્તાર, સર્કલ ચોકમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી સવારના 9 થી બપોરના 2 કલાક સુધી અને સાંજના 4 રાતના 8 દરમિયાન ભારે વાહનો માટે પ્રવેશબંધી છે. જયારે કાળવા ચોકથી ચિતાખાના પોલીસ ચોકી સુધી સવારના 10 થી બપોરના 1 કલાક સુધી અને સાંજના 5 કલાક રાતના 8:30 કલાક સુધી લક્ઝરી બસ, ટ્રક, ભારવાહક વાહનો, મેટાડોર જેવા ફોર વ્હીલર વાહનો ઉપર પ્રવેશ બંધી છે. તથા શહેરમાં કોઈપણ જગ્યાએ માલ સામાન ચઢાવવા અને ઉતારવાનું કામકાજ હોય તેવા વાહન ચાલકોએ તેમના ભારે વાહનો શહેરમાંથી ચલાવવાને બદલે ટીંબાવાડી સાબલપુર બાયપાસ ઉપર જ સવારના 8 થી રાતના 10 સુધી ચલાવી શકાશે.
આ ઉપરાંત મોટી લકઝરી બસો જેમાં રાજકોટ તથા ધોરાજી તરફથી આવતી બસો મજેવડી દરવાજા સુધી આવી શકશે. તેમજ વેરાવળ, માંગરોળ તથા પોરબંદર તરફથી આવતી મોટી બસો પેસેન્જરો લેવા ઉતારવા માટે સરદારબાગ સામે ખુલ્લી જગ્યા સુધી આવી શકશે. તેઓને શહેરમાં આવવા ઉપર પ્રતિબંધ રહેશે. તેમજ રાજકોટ ધોરાજી તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની મોટી બસો રાતના 10 થી સવારના 7 સુધી રેલ્વે સ્ટેશન ચોક સુધી લેવા ઉતારવા આવી શકશે અને સીટીમાં પ્રવેશી શકશે નહિ. સર્કીટ હાઉસથી સરદાર ચોક તરફ જવા ઉપર પ્રતિબંધ તેમજ આગાખાનથી મનોરંજન સર્કીટ હાઉસ તરફ જવા ઉપર પ્રતિબંધ રહેશે. દીવાચોકથી પંચહાટડી ચોક આવવા માટે પ્રતિબંધ રહેશે. પંચહાટડીથી મહાલક્ષ્મી મંદિર તરફ જવા ઉપર પ્રતિબંધ અનુસાર ચીતાખાનાથી ઢાલરોડ થઇ માંડવી ચોક તરફ જવા ઉપર પ્રતિબંધ રહેશે. ચીતાખાનાથી ઢાલરોડ થઇ માંડવી ચોક તરફ જવા ઉપર પ્રતિબંધ. કાળવા ચોકના પુલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ છે. જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાશે જેની જનતાએ નોંધ લેવી.