રાજકોટ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા શહેર પોલીસના અધિકારીઓને આજરોજ રાખડી બાંધી શહેર પોલીસ અધિકારીઓ અને કર્મીઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

શહેર પોલીસે તમામ બહેનોને ભેટરૂપે ભગવાન દ્વારિકાધીશનો પ્રસાદ તેમજ સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા માટે મદદરૂપી વિવિધ એપ્લિકેશનની માહિતી દર્શાવતી બુક અર્પણ કરી હતી. આ તકે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશ્નર અહેમદ સાહેબ, ડીસીપી ઝોન 01 પ્રવીણકુમાર મીણા સાહેબ, ડીસીપી ઝોન 02 મનોહરસિંહ જાડેજા સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મીઓની સંખ્યા વધી છે. શહેર પોલિસ હંમેશા મહિલાઓની સુરક્ષા માટે તૈયાર છે તેમજ કોઈ પણ મહિલાઓને કાંઈ પણ પ્રકારની તકલીફ પડે 100 નંબર પર ફોન કરે, સુરક્ષીતા એપ્લિકેશનનો ઉપયોગ કરે તેમજ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે ,પોલીસ અધિકારીઓ તમામ મહિલાઓને પૂરતો ન્યાય આપશે.

- Advertisement -


