રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
અજાણ્યા શખ્સોએ બાઈક રોડ વચ્ચે રાખી દીધા, આપ આગેવાનની માથાકૂટ : ટ્રાફિક પીઆઈ બન્યા ફરીયાદી
- Advertisement -
રાજકોટમાં ટ્રાફિક સમસ્યામાં હવે લોકો કાયદો હાથમાં લેવાં લાગ્યાં છે સાંઢિયા પુલ પાસે ટ્રાકીક જામ રોકવા બેરીકેડ લગાવતાં પદ્મિનિબા વાળા સહિતના શખ્સોએ પોલીસ સાથે માથાકૂટ કરતા પાંચ સામે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે મોડી રાતે જામનગર તરફના રોડ પર ટ્રાફિક જામ રોકવા રેલનગરના રસ્તે પોલીસે બેરીકેડ લગાવતાં મામલો બીચકયો હતો અને અજાણ્યા શખ્સોએ બાઈક રોડ વચ્ચે રાખી દીધી હતી. જ્યારે આપ આગેવાન પદ્મિનિબા વાળાએ પોલીસને ચીમકી આપી પોલીસ સાથે બોલાચાલી કરી હતી. રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ શાખામાં પીઆઈ તરીકે ફરજ બજાવતા સરોજબેન સોલંકીએ આમ આદમી પાર્ટીના આગેવાન પદ્મિનિબા વાળા અને ચાર અજાણ્યા શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ટ્રાફીકનું નિયમન કરાવવાની તેમજ સેકટર-4 મા ટ્રાફીકની ફરજ ઉપર રહેલ પોલીસ કર્મચારીઓનુ સુપર વિઝન અધિકારી તરીકેની તેઓની ફરજ છે સાંઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક પોલીસ કોન્સ્ટેબલ નીર્મળભાઈ ઉદીયા અને ટીઆરબી જવાનો ફરજ ઉપર હતા દરમિયાન ગઈ રાત્રીના પેટ્રોલીંગમા હતા ત્યારે જામનગર રોડ, સાંઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક ખાતે ટ્રાફીક પોઈન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નીર્મળભાઈનો ફોન આવેલ કે, સાંઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક ખાતે વધુ વાહનનો ધસારો હોય જેથી ટ્રાફીક જામ ન થાય માટે ટ્રાફીક પોઈન્ટ ઉપર જે બેરીકેટ રાખેલ છે તે બેરીકેટ ખોલાવવા માટે ચાર અજાણ્યા શખ્સો પોતાની પાસે રહેલ ટુ વ્હીલર રોડ વચ્ચે રાખી વાહનો રોકી ટ્રાફીક જામ કરે છે, તેઓને સમજાવવાની કોશીષ કરતા તેઓ સમજતા નથી કે વાહનોને અવર જવર કરવા દેતા નથી અને ટ્રાફીક જામ કરીને ઉભા છે. જેથી તેઓ પેટ્રોલીંગમા ઘંટેશ્વર ટી-પોસ્ટ પાસે હોય ત્યાંથી તુરંત જ ત્યાં ઘટનાસ્થળે પહોચતા ઘણા બધા માણસો ભેગા થયેલ હતા જેમા ચાર માણસો પોતાના ટુ વ્હીલર રોડ વચ્ચે ઉભા રાખી વાહનોને રોકેલ હતા જેથી તેને રસ્તો રોકો નહી વાહનોને અવર જવર કરવા દો તેવી વાત કરી સમજાવતા હતા દરમ્યાન આ બધાએ આ રોડ ઉપર જે બેરીકેટ રાખેલ છે તે ખોલી નાખો તેવુ જણાવેલ હતું. બાદ તેમને સમજાવતા હતા કે, અહીં ચોકમા ચારે તરફના રસ્તાઓમાથી વાહન આવતા હોય છે અને સાઢીયા પુલના ડિવાઈડર તરફ તેમજ ભોમેશ્વર તરફ આવતા જતા વાહનો એમ બધા વાહનો ચોકમા ભેગા થતા હોવાથી ટ્રાફીક જામ થાય છે અને તે ટ્રાફીક જામ ન થાય અને લોકો હેરાન ન થાય જેથી અહી ચોકમા બેરીકેટ કરી તેનો આગળ રસ્તો આપેલ છે ત્યાથી જતા રહો છતાં તેઓ સમજેલ નહી આ દરમ્યાન પદ્મીનીબા વાળા પણ જામનગર રોડ માધાપર ચોકડી તરફ વાહનોને જવા દેતા ન હોય જેથી તેને પણ સમજાવવાની કોશીશ કરતા તેઓ બોલવા લાગેલ કે, અમે રેલનગરમા રહેતા માણસો હેરાન થઇએ છીએ, તમે બેરીકેટર ખોલી નાખો. જેથી તેને સમજાવતા હતા કે, રેલનગર તરફનો આગળ રસ્તો છે, અહીં બ્રીજ પાસે ટ્રાફીક જામ થઈ ગયેલ છે તમે ટ્રાફીક ખુલ્લુ કરવા દયો, ટ્રાફીક જામ કરી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ ના કરો તેમ કહેતા તેઓ બોલાચાલી કરવા લાગેલ અને મને હાથ અડાડો નહી, હું અહીંથી હટવાની નથી તેવી વાત કરેલ હતી આ દરમ્યાન ગાંધીગ્રામ સ્ટેશન પણ ત્યા મદદમા આવી ગયેલ અને ત્યા ભેગા થયેલ ટોળાઓને રોડથી દુર જવા માટે સમજાવેલ પરંતુ આ પદ્મીનીબા વાળા તથા ચાર માણસો રોડ ઉપરથી હટતા ના હોય અને ટ્રાફીક જામ કરતા હોય જેથી અવાર નવાર સમજાવવા છતા આ પદ્મીનીબા વાળા તથા તેઓની સાથે રહેલ ચાર શખ્સોએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
પારેવડી ચોક નજીક બનાવ : બેકાબૂ ડી.જે.ભરેલ આઈસરે રિક્ષા-બાઈકને ઠોકરે લેતા મોરબીના વેપારીનું મોત : દીકરીને ટેટની પરીક્ષા હોય ભગવતીપરામાં તેડવા જતી વેળાએ સર્જાયેલી કરુણાંતિકા
રાજકોટના પારેવડી ચોક પાસે બેકાબુ ડીજે ભરેલી આઈસરે રિક્ષા-બાઈકને ઠોકરે લેતા મોરબીના વેપારીનું મોત નિપજયુ હતુ. જયારે રિક્ષા ચાલક સહીત ત્રણને ઈજા થતા સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે. બનાવને પગલે બીડીવીઝન પોલીસે તપાસ કરતા મૃતક વૃધ્ધની પુત્રીને ટેટની પરીક્ષા હોય અને ભગવતીપરા કેન્દ્રમાં પુત્રીને બાઈક લઈને તેડવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો અકસ્માત બાદ નાસી છુટેલા આઈસર ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના પારેવડી ચોક પાસે પૂરપાટ ડીજી ભરેલી આઈસરએ બાઈક અને રિક્ષાને ઠોકરે લીધા હતા જેમા બાઈક ચાલકનુ મોત નિપજયુ હતુ જયારે રિક્ષા ચાલક ભગવતી પરામાં રહેતો ઈરફાન અલીભાઈ તમીમી (ઉ.૩૮) અને મુસાફર પરેશ કેશવલાલ કુંડલ (ઉ.૪૦), મોના સચીનભાઈ સોલંકી (ઉ.૨૬)ને ઈજા થતા તેને ૧૦૮ દ્વારા સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા બીડીવીઝન પોલીસે તપાસ કરતા બાઈક ચાલક મૃતક મોરબી રહેતા અરૂણભાઈ ભગવાનજીભાઈ શાહ (ઉ.૬૦) હોવાનુ અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ તેમજ મોરબીમાં ઈલેકટ્રીકની દુકાન ચલાવતા હોવાનુ પરીવારે જણાવ્યુ હતુ. પોલીસની વધુ પુછતાછમાં અરૂણભાઈની પુત્રીને રવીવારે ટેટની પરીક્ષા હોય જેથી પુત્રીને લઈ રાજકોટ આવ્યા હતા અને ભગવતી પરામાં પુત્રીને પરીક્ષા કેન્દ્રમાં મુકી બાદમાં યુનિવર્સિટી રોડ પર તેના બહેનના ઘેર ગયા હતા અને ત્યાથી પરત ભગવતી પરામાં બાઈક લઈને જતા હતા અને બનાવ બન્યો હોવાનુ બહાર આવતા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર આઈસર ચાલક સામે ગુનો નોધવાની અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના જુના ટાયરના વેપારીએ બાબરાના શખ્સ સામે નોંધાવી 9 લાખની છેતરપિંડીની ફરિયાદ : સાત વર્ષથી વેપાર કરતા શખ્સે પેમેન્ટ નહીં ચૂકવી બુચ મારી દીધાનો આક્ષેપ
રાજકોટના મોરબી રોડ નવો સેટેલાઇટ રોડ શ્રી રામ પાર્કમાં રહેતા અને કુવાડવા રોડ ઉપર દિપક ટાયર નામે જુના ટાયર લે-વેચની દુકાન ધરાવતા ભારતભાઇ રાજેન્દ્રકુમાર વર્મા ઉ.40એ બાબરાના પરેશ ઉર્ફે લાલાભાઇ સરવૈયા સામે 9 લાખની છેતરપિંડી અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી સાત વર્ષ પહેલા દુકાને પરેશભાઈ ગ્રાહક તરીકે આવેલ અને તેમને બાબરામાં ટાયરની દુકાન હોવાનું જણાવીને જુના ટાયર લેવાની વાત કરેલ જેથી અમોએ તેમને જુના ટાયર વેચાતા આપેલ હતા. અને ત્યારથી પરેશભાઇ સાથે પરીચયમાં આવેલ. બાદ આ પરેશભાઇ અવાર- નવાર દુકાનેથી જૂના ટાયરની ખરીદી કરતા હતા. જેથી તેઓ અમારા જુના ગ્રાહક થઇ ગયેલ ક્યારેક અમુક રૂપિયા બાકી રાખવાનું કહેતા હતા. જુના ગ્રાહક હોય જેથી અમો તેના પૈસા બાકી પણ રાખતા હતા. બાદ આજથી ત્રણ વર્ષ પહેલા ઓગષ્ટ 2023માં પરેશભાઇ દુકાને આવેલ અને તેણે ૭૨૪ નંગ ટાયર ખરીદેલ 5.37 લાખના ટાયર બાકીમાં આપ્યા હતા બાદ ૫૮૫ ટાયર અને સાઇડકટ ટાયરના 72 નંગ 4,76,750ના ખરીદ્યા હતા ત્યાર બાદ સપ્ટેમ્બર 2023માં 7,12,500ના 950 ટાયર, બાદ 55,000ના 110 ટાયર ખરીદ્યાં હતા બાદ નવેમ્બર 2023માં 5 લાખ પેમેન્ટ રૂપે આપ્યા હતા બાદ 5,63,500 રૂપિયાના 700 ઓકે ટાયર તથા 77 ટાયર કટ વાળા બાકીમાં ખરીદ્યા હતા બાદ 5,78,750 રૂપિયાના 725 ઓકે ટાયર તથા 70 કટવાળા ટાયર બાકીમાં ખરીદ્યા હતા 2024માં મને 2 લાખ આંગડીયા મારફતે અને 1 લાખ રોકડા આપેલા હતા. બાદ ખરાબાના ટાયરના પૈસા બાદ કરતા આ પરેશભાઈ પાસે કુલ 15,02,000 લેવાના નિકળતા હતા અને અવાર-નવાર ઉઘરાણી કરી હતી તેમ છતા આ પરેશભાઇએ મને પૈસા આપેલ ન હતા. બાદ સેટલમેન્ટ કરીને ટાયરની મુળ કિંમત ગણી 9 લાખ રૂપિયા માંગ્યા હતા પરંતુ તે પણ નહીં આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
વ્હોટ્સએપમાં વાહનના ચલણની લિંક મોકલી, મોબાઈલ હેક કરી વેપારી સાથે 8 લાખની છેતરપિંડી : બે એકાઉન્ટમાંથી 6.12 લાખ, ક્રેડિટ કાર્ડથી 1.98 લાખના ટ્રાન્જેક્શન કર્યાની સાયબરમાં ફરિયાદ
રાજકોટમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા હોય તેમ વધુ એક યુવકને વોટ્સએપમાં વાહનના ચલણ મોકલી સાયબર ગઠીયાઓએ રૂ.૮.૧૨ લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડી લેવા દોડધામ કરી છે. સાયબર ગઠીયાઓએ એમ પરિવહનની લિંક મોકલી હતી. જે યુવકે કલીક કરી હતી અને ઓટીપી આપ્યા વગર તેના ખાતુ સાફ કરી ક્રેડીંટ કાર્ડમાંથી પણ વ્યવહારો કરી લીધા હતા. રાજકોટના મુંજકા ખાતે અયોધ્યા નગરીમાં પ્રશાંતિ ફલેટમાં રહેતા અને પેકેજીંગ ફિલ્મ ટ્રેડિંગનો વ્યવસાય કરતા વિમલભાઈ રમેશભાઈ ચનિયારાએ સાયબર ક્રાઈમ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેના વોટ્સએપમાં અજાણ્યા નંબરમાંથી મેસેજ આવ્યા હતા. જેમાં નેકસ જેન એમ પરિવહન નામની લિંક મોકલી તેની કારના નંબરનો ઉલ્લેખ કર્યો હતો પોતાના વાહનનો સાચો નંબર હોવાથી વિમલભાઈને લાગ્યું કે વાહન સંબંધિત કોઈ જરૂરી કામગીરી હશે, જેથી તેમણે લિંક પર ક્લિક કરી દીધું હતું. લિંક ઓપન થતાં જ થોડીવારમાં તેમના મોબાઈલ પર એકસાથે ૫૦થી ૬૦ જેટલા OTP મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. તેઓ કંઈ સમજે તે પહેલાં જ તેમના બેંક ખાતામાંથી નાણાં કપાઈ ગયાના મેસેજ આવવા લાગ્યા હતા જેમાં યશ બેંકમાંથી રૂ.૩.૪૭લાખ, કોટક બેંકમાંથી રૂ.૨.૬૫ લાખ ઓન લાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા જેથી વેપારીએ તપાસ કરતા તેના સાયબર ગઠીયાઓએ ઓટીપી નંબર મેળવ્યા વગર તેના મોબાઈલમાંથી સિસ્ટમ હેક કરી બેંક ઉપરાંત ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૧.૯૮ લાખના વ્યાવહાર કર્યાનું બહાર આવતા તેને તુરત સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ કે.કે. ઝાલા સહિતની ટીમે વોટ્સએપ નંબર, તેમજ ટ્રાન્ઝેકશન કરનાર ખાતા ધારકા સામે ગુનો નોધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
રાજકોટમાં 21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં ઓળઘોળ થઇ પૈસા ગુમાવતા લોકો : કન્યાના મામાને મનાવવા દાગીનાનું વશીકરણ, વિધિના બહાને 5.56 લાખની છેતરપિંડી : મોરબીના શક્તસનાળા ગામે મહાકાળી મંદિરમાં પૂજા કરતા શખ્સ સામે ફરિયાદ
21મી સદીમાં પણ સમાજમાં અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે અને લોકો અંધકાર તરફ પ્રેરાઈને પૈસા ગુમાવી રહ્યા છે રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પરના કોસ્મોપ્લસ એપાર્ટમેન્ટમાં રહેતા અમૃતલાલ ધુલીયા ઉ.76ના પૌત્રના લગ્ન માટે સહમતી નહીં આપનાર કન્યાના મામાને મનાવવા વશીકરણ અને વિધિ કરવા માટે આપેલા 5.56 લાખના દાગીના મોરબીના શક્તસનાળા ગામે મહાકાળી મંદિરમાં પૂજા કરતા નિલેશગર મોતીગર બાવાજી ઓળવી ગયાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમૃતલાલે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના મોટા પુત્ર ભાસ્કરના પુત્ર સુજલના લગ્ન માટે મોરબીના અમરાપર ગામે રહેતા ગુરૂ અમુભારથીને વાત કરતા આરોપીનો નંબર આપ્યો હતો. આરોપીએ શનાળા ગામે રહેતી યુવતીનું નામ આપી ફોટો અને બાયોડેટા મોકલ્યો હતો. બાદ અને જરૂરી વાતચીત કરી લીધા બાદ બંને પક્ષો લગ્ન માટે સહમત થઈ ગયા હતા. એક દિવસ કન્યાના પિતા કેશુભાઈએ કોલ કરી પત્નીને કેન્સર આખરે એકબીજાના ઘર જોઈ લીધા હોવાનું જણાવી હોસ્પિટલમાંથી રજા મળે પછી ઘરે આવી ચાંદલો કરી જશે તેમ કહ્યું હતું. ત્યારબાદ કન્યાના દાદા જેરામભાઈએ કોલ કરી કન્યાના મામા માનતા નહીં હોવાનું કહ્યું હતું. આ વાતની જાણ થતાં આરોપીએ કન્યાના મામાને મનાવવા માટે ઘરમાં પડેલા સોનાના દાગીનાનું વશીકરણ અને વિધી કરવી પડશે તેમ કહ્યું હતું. ગઈ તા.16 નવેમ્બર 2025ના રોજ આરોપીએ તેના ઘરે આવી દાગીના લઈ લાલ કલરના કપડામાં વિંટાળી તેને સીવી નાંખી તેની ઉપર ઘઉંના લોટનું થેપલું બનાવી, તાંબાનો લોટો મંગાવી તેને માળીયા પર મૂકી દેવાનું કહ્યું હતું આ પછી સમયાંતરે બે વખત આવી દાગીના લઈ આ જ રીતે જુદા-| જુદા કપડામાં મુકી તેને માળીયા ઉપર મુકી દેવાનું કહ્યું હતું. આ ઘટનાક્રમ બાદ કન્યાના માતાનું અવસાન થયું હતું. જેથી જુલાઈ માસમાં આરોપીએ કન્યા અને તેની બહેનને લઈને ઘરે આવી, તેમના ઘરેણા સોંપી દેવાની વાત કરી હતી. જોકે આરોપી પર શંકા જતાં માળીયા ઉપર રાખેલા ત્રણેય લોટા ઉતારી જોતા અંદરથી દાગીના ગાયબ મળ્યા હતા! આરોપીને કોલ કરતાં બધા દાગીના પોતાની પાસે હોવાનું સ્વિકારી થોડા દિવસમાં પરત આપી દેવાની વાત કરી હતી. પરંતુ આજ સુધી દાગીના નહીં આપતા આખરે તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટના જંગલેશ્વરમાં એલસીબી અને ભક્તિનગર પોલીસનો સંયુક્ત દરોડો : જંગલેશ્વરની કુખ્યાત મહિલાનો જમાઈ 1.455 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાયો
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1 અને ભક્તિનગર પોલીસની ટીમે બાતમી આધારે જંગલેશ્વરમાં દરોડો પાડી અહીંયાથી કુખ્યાત મહિલા બુટલેગરના જમાઈને 1.455 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ આ ગાંજો ક્યાથી લાવ્યો? હતો તે સહિતના મુદ્દે રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે પોલીસે 1455 ગ્રામ ગાંજો, બાઈક સહીત 1.23 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં માદક પદાર્થનું દુષણ ડામવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલની સૂચના અન્વયે એલસીબી ઝોન ના પીએસઆઇ એસ વી ચુડાસમા અને ભક્તિનગર ઇન્ચાર્જ પીઆઇ સોઢાની રાહબરીમાં ટિમો પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામી અને વીરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે જંગલેશ્વરમાં સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો જંગલેશ્વરમાંથી શંકાસ્પદ એકટીવા સવારને અટકાવી તેની પુછતાછ કરતા તે જંગલેશ્વરમાં ખ્વાજા ચોક પાસે નિલમ પાર્કમાં રહેતો અબ્દુલ ઉર્ફે દુલીયો ભીખુભાઈ ધાડા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તલાસી લેતા 72 હજારની કિંમતનો 1455 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ભકિતનગર પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગાંજો, મોબાઈલ,મોપેડ, રોકડ સહીત રૂ.૧.૨૩ લાખની મતા કબજે કરી હતી. આ ગાંજો કયાથી લાવ્યો? તે સહીતની પુછતાછ કરી છે આરોપી અબ્દુલ અગાઉ દારૂ, જુગારના સાત જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનુ તેમજ જંગલેશ્વરની કુખ્યાત મહિલા રમાનો જમાઈ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આજી ડેમ ચોકીના ASI અને GRD જવાનને 10 હજારની લાંચ લેતા રંગે હાથ એસીબીએ ઝડપી લીધા : મારામારીના ગુનામાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને જલ્દી જામીન અપાવવા માગી હતી લાંચ
રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળની આજી ડેમ ચોકીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને એક જીઆરડી જવાનને એન્ટિ કરપ્શન બ્યૂરોએ 10,000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડયા છે પાંચેક મહિનાના વિરામ બાદ થયેલી એસીબીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ એક જાગૃત નાગરિક વિરુદ્ધ આજી ડેમ પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસ આજીડેમ ચોકીના એએસઆઇ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ સામતભાઈ મેર ઉ.53 કરી રહ્યા હતા. તપાસ દરમિયાન આરોપીને પોલીસ લોકઅપમાં ન રાખવા અને તેના જલ્દી જામીનની કાર્યવાહી કરી આપવાના બદલામાં એએસઆઈ રાજુભાઈએ ફરિયાદી પાસેથી 10,000ની લાંચ માગી હતી. આ રકમ ચોકીમાં જ ફરજ બજાવતા જીઆરડી જવાન મનોજભાઈ બાબુભાઈ ચૌહાણ ઉ.31ને આપી દેવા જણાવાયું હતું ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે તુરંત જ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર જાણ કર્યા બાદ ઓપરેશન પાર પડાયું હતું ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યા હતા અને બીજી તરફ રાજકોટ ગ્રામ્ય એસીબી પીઆઇ એમ,એન,રાણા અને ટીમે છટકું ગોઠવ્યું હતું ફરિયાદીએ લાંચની રકમ આપતા જ એસીબી પ્રગટ થઇ હતી અને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીના ડીવાયએસપી મેવાડાએ જણાવ્યું હતું કે, એએસઆઇ રાજુ મેરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા બાદ તેના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઘર પર રોકડ રકમ, દાગીના, મિલકતના દસ્તાવેજો, બેન્ક એકાઉન્ટ અને રોકાણની વિગતો, બેનામી મિલકતો જો હોય તો, ડિજિટલ પુરાવા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે એએસઆઈ રાજેશભાઈ મેરની નિવૃત્તિ આડે હવે માત્ર 5 વર્ષ જેટલો જ સમય બાકી છે ત્યારે માત્ર 10,000ની લાંચના કેસમાં સપાડાતા ખાખી ઉપર દાગ લાગ્યો છે.
રાજકોટમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીની ધોંસ : 17 દરોડા પાડી 1.51 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પ્રિવેન્શન ઓફ કાઈમ બ્રાંચ (પીસીબી) ના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો શહેરમાં સઘન પેટ્રોલીંગમાં હતી. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને બાતમીદારોની માહિતીના આધારે પીસીબી સ્ટાફે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર એકસાથે દરોડા પાડવાનું આયોજન હાથ ધર્યું હતું. પીસીબી દ્વારા આ સઘન ઝુંબેશ દર દરમિયાન રાજકોટ શહેરના માંડાડુંગર, સ્વાતી પાર્ક મેઈન રોડ, કોઠારીયા ગામ માંધાતા આશ્રમ પાસે, આજીડેમ ચોકડી મફતીયાપરા, શ્રી હરી સોસાયટી, રણુજા મંદિર સામે, એચ.પી. પેટ્રોલપંપ પાસે, સાગરનગર, ફૂબલીયાપરા, નવા થોરાળા, મયુરનગર તથા રામનાથપરા ભવાની નગર સહિત કુલ 17 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે રૂા. ૧,૦૬,૮૦૦ ની કિંમતનો કુલ ૫૩૪ લિટર દેશી દારૂ તથા રૂ. ૪૫,૦૦૦ ની કિંમતનો ૧૮૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો મળી કુલ રૂા. ૧,૫૧,૮૦૦ નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઉત્પાદન સાથે સંકળાયેલા સ્થાનિક બૂટલેગરો અને મહિલા આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરી પીસીબી પી.આઈ. એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ.પી.બી. ત્રાજીયા, પી.એસ.આઈ. આર.કે. જાડેજા સહિત એ.એસ.આઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ અને સમગ્ર પીસીબી મહિલા તથા પુરૂષ પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. રાજકોટ પીસીબીની આ સપાટાબંદી કાર્યવાહીથી શહેરના અસામાજિક તત્વો અને દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પત્ની-પુત્ર સાથે ફોનમાં માથાકૂટ બાદ પ્રૌઢનો એસિડ પી આપઘાત
મૂળ કોલકાત્તાના અને હાલ રાજકોટના ઘાંચીવાડમાં રહેતા સુફરઅલી ઉ.45એ સોનીબજાર ખાતે આવેલી સોનાની દુકાનમાં ગત તા.20મીએ સવારે એસિડ પી લીધું હતું. જેથી સાથી કર્મચારીઓ તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ઈમર્જન્સી વોર્ડમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં સુફરઅલીને પરિવાર સાથે ઘણા સમયથી દરરોજ માથાકૂટ થતી હતી બનાવ પહેલાં પણ પત્ની અને પુત્ર સાથે ફોનમાં ચડભડ થઈ હતી પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
રાજકોટના એઇમ્સ સર્કલ પાસે કારની ઠોકરે બાઇકચાલક પ્રૌઢનું મોત : એઇમ્સમાંથી દવા લઈને મવડીમાં ઘરે જતી વેળાએ સર્જાયેલી કરુણાંતિકા
રાજકોટના જામનગર રોડ પર એઇમ્સ સર્કલ પાસે કાર ચાલકે બાઇકને હડફેટ લેતા બાઈકચાલક મવડીના પ્રૌઢ ગંભીર રીતે ઘવાયા બાદ સારવાર માટે પ્રથમ ખાનગી બાદમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહીં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે પ્રૌઢ દવા લઈને પરત ઘરે જતા હતા ત્યારે અકસ્માત નડયો હતો ત્રણ દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે બપોરના સમયે એઇમ્સ સર્કલ પાસે કારે બાઇકને ઠોકરે લેતા મૂળ પોરબંદરના હાલ મવડી ચોકડી પાસે હિમાલય વિસ્તારમાં રહેતા બાઈકચાલક અશોકભાઈ પ્રેમજીભાઈ છાયા ઉ.58ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે પ્રથમ ગોકુલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં સારવાર દરમિયાન રાત્રીના મોત નીપજ્યું હતું બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં અશોકભાઈ છાયા ફર્નિચરનું કામ કરતા હતા તે ત્રણ ભાઈ એક બહેનના પરિવારમાં નાના હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરી છે ગઈકાલે એકલા એઇમ્સ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા ત્યાંથી પરત જતી વેળાએ અકસ્માતમાં તેમનું મોત થયું હતું બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સુપેડીમાં જુગારની રેડમાં રહેમદિલી દાખવનાર ધોરાજી તાલુકા પોલીસ મથકના 3 જવાન સસ્પેન્ડ : હળવી કલમ-આરોપીને જવા દેવાના આક્ષેપ પુરવાર થતાં એસપી વિજયસિંહ ગુર્જરની દાખલારૂપ કાર્યવાહી
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા વિસ્તારમાં જુગારનો દરોડો અને ત્યાર બાદની કાર્યવાહી દરમિયાન ફરજમાં બેદરકારી દાખવવા મુદ્દે રાજકોટ એસપી દ્વારા અપાયેલી સૂચના અન્વયે ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ મામલે પ્રાથમિક તપાસ તેમજ વિભાગીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓની બેદરકારી સામે આવતા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધોરાજી તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ પઢીયાર, જગદીશભાઈ સુવાણ અને કોન્સ્ટેબલ સંજયભાઈ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસ પહેલા ધોરાજી તાલુકા વિસ્તારમાં આવેલ સુપેડી ગામે એક જુગારનો દરોડો પાડવામાં આવ્યો હતો ગુનો દાખલ કરવાની કાર્યવાહીમાં જરૂરી તકેદારી રાખી ન હતી અને કલમ હળવી લગાવી આરોપીને જવા દેવા સહિતના મુદ્દે પોલીસ પર આક્ષેપ લાગતાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ફરજમાં બેદરકારીનો મુદ્દો સામે આવતા ત્રણેય કર્મચારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી પ્રાથમિક તપાસ અને વિભાગીય પ્રક્રિયા બાદ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
શાપર અને કોટડાસાંગાણી પોલીસે જુગાર રમતી બે મહિલા સહીત 29ને પકડ્યા : રોકડ, કાર, મોબાઈલ સહીત 10 લાખનો મુદામાલ કબ્જે : બે નાસી છૂટ્યા
રાજકોટ જિલ્લામાં શ્રાવણ બાદ હવે ભાદરવા માસમાં પણ જુગારની મોસમ યથાવત હોય તેમ ગ્રામ્ય પોલીસે મેટોડા, કોટડાસાંગાણી અને શાપર-વેરાવળમાં ત્રણ દરોડા પાડી જુગાર રમતા 29 શખ્સોને ઝડપી લઇ 10 લાખ 2 હજાર 600 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારના કેસો કરવાની સૂચના અન્વયે મેટોડા પોલીસ મથકના પીઆઇ રાણાની રાબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ખીરસરા ગામથી પ્રકૃતિ ફાર્મ તરફ જવાના રસ્તે રોડ પર આવેલી પરમારભાઇની વાડીમાં ભાગીયુ રાખનાર મનસુખભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી જુગાર રમતા મનસુખ લક્ષ્મણ ચૌહાણ, હરેશ માણસુર સોલંકી, નારણ ગોવા નાગસ, નાનજી ભલા સાગઠીયા, પ્રમોદકુમાર દિપનારાયણ રાય અને ભાવનાબેન હરેશ ચૌહાણને ઝડપી લઇ રોકડા 36,200, બોલેરો પીકઅપ વાહન, એક્ટિવા તથા છ મોબાઇલ મળી કુલ 8,40,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ જ ટિમને શાંતીધામ-ગણેશનગરમાં ચના શકરાભાઇ જાદવના મકાનમાં જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી આધારે બીજો દરોડો પાડી જુગાર રમતા ચના શકરા જાદવ, કિશોર મંગા પરમાર, હિતેન્દ્ર વાલજી વારસુર, અનિલ માધા ડોડીયા, પ્રવિણ શકરા કાથડ, જયેશ જેન્તી સોલંકી, પ્રવિણ નારણ ચાવડા, દિલીપ વિરમ ચાવડા, હાજા દેવા મારૂ, શક્તિ મનોજ માંગરોલીયા, સિધ્ધરાજ આલા પરમાર, પુંજા શકરા બડવા, પ્રફુલ મસરી પરમાર, કાના મનજીભાઇ બડવા, પ્રવિણ નારણભાઇ પરમાર, રોશન પ્રવિણભાઇ જાદવ, મયુર વિરમભાઇ ચાવડા, ગૌતમ પ્રવિણભાઇ જાદવ અને કંચનબેન કિશોરભાઈ પરમારની ધરપકડ કરી રોકડા 92,300, નાલના 2,100, 12 મોબાઇલ સહિત કુલ 1,50,400નો મુદ્દામાલ કબજે કરાયો હતો જયારે કોટડાસાંગાણી પોલીસે જૂની ખોખરી ગામે પાણીના ટાંકા પાસે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સુરેશ બિજલભાઇ સોલંકી, દિનેશ ભાનુભાઇ સરવૈયા, પારસ મનજીભાઇ સોલંકી અને કિશોર ભીખાભાઇ ભાખોત્રાની ધરપકડ કરી હતી જ્યારે રમેશ બચુભાઇ ગોરસીયા અને લખા વશરામભાઇ ચોરીયા પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા પોલીસે 11,600 રોકડા કબજે કર્યા હતા.
ખેરડી ગામે રોયલ ફાર્મમાં જુગાર રમતા 8 ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1ના પીએસઆઈ એસ વી ચુડાસમાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ મનરૂપગિરી ગોસ્વામી, રવિરાજભાઈ પટગીર સહિતની ટીમે બાતમી આધારે ખેરડી ગામે ખેરડી રોડ ઉપર આવેલ રોયલ ફાર્મમાં દરોડો પાડી જુગાર રમતા કિશોર સવદાસભાઈ પરસાણા, દિલીપ તુલસીભાઇ ઢોલરીયા, અશ્વિન રામભાઈ બોરીચા, પરષોત્તમ મોહનભાઇ પાનસુરીયા, કિરીટ હસમુખભાઈ લીંબડ, ધીરુ વાલજીભાઇ રામાણી, મુકેશ નાથાભાઈ રૈયાણી અને પ્રદીપ છગનભાઇ સીતાપરાની ધરપકડ કરી રોકડા 42,500 કબ્જે કર્યા છે.




