સ્થાનિકોએ પોલીસ બોલાવ્યા ત્યાં સુધી ચોર છત પર બેસી રહ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો નજરે પડે છે તેવામાં અહી પોલીસનું વજૂદ ન હોય તે પ્રકારે ચોર બિન્દાસ્ત પોલીસને બોલાવવા માટે જણાવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. થાનગઢ શહેરના હીટર નગર ખાતે રવિવારે મોડી રાત્રે ચોર ઘરફોડ ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો પરંતુ આ વખતે ચોરના નશીબ થોડા ખરાબ હોય તેમ સ્થાનિક રહીશો જાગી જતાં ચોર ઊભો ભરાયો હતો જોકે આ ચોરને પોતાની કરતૂત પર શરમ કરવાને બદલે પોતે કોઈ મોટો માણસ હોય તે પ્રકારે છત પર ચડી જાય સ્થાનિક રહીશોને પોલીસની ઓળખ આપવા લાગ્યો હતો. આ તરફ રહીશો દ્વારા પોલીસનો સંપર્ક કર્યો હતો અને જ્યાં સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી બિન્દાસ્ત ચોરી બીડી સળગાવી શાંતિથી આરામ ફરમાવ્યો હતો થાનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરને છત પરથી નીચે ઉતારી પોલીસ મથકે લઇ જવાની કામગીરી હાથ ધરી હતી તેવા સમયે પણ ચોરી પાવર યથાવત રહ્યો હતો અને તમામ પર એટ્રોસિટી મુજબની ફરિયાદ કરવા ધમકી આપતો જોવા મળ્યો હતો.
- Advertisement -
જોકે અહીંના સ્થાનિક અને જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર બાબતનો વિડિયો પોતાના મોબાઈલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સ્થાનિક પોલીસ અને કાયદા સામે અનેક સવાલો ઉઠ્યા હતા.