By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    18 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    18 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    17 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    17 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    20 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:41 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

બાળકની સાવ નાની, ક્યારેક બિનજરૂરી લાગતી જીદ પણ તેની માટે સૌથી મહત્વની બની જાય છે. પોતાના હજારો કામ, થાક અને ચિંતાઓને એક બાજુ મૂકી,એ માત્ર બાળકના ચહેરા પરનું સ્મિત આપવા દોડતી આવે છે.માતાનો પ્રેમ સમજાવવા શબ્દો ઓછા પડે છે. કારણ કે મા પોતે જ સૌથી સુંદર લાગણી છે.

જન્મ આપનારી કે જીવનદાન આપનારી માના નિસ્વાર્થ પ્રેમ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક ખાસ દિવસ હોય નહીં, ખરેખર તો માના પ્રેમનો આભાર માનવા માટે કોઈ એક દિવસ પૂરતો નથી. મા બાળકના જન્મથી લઈને પોતાના જીવનના અંત સુધી નિસ્વાર્થ ભાવથી પ્રેમ, મમતા, સંસ્કાર અને ત્યાગ આપતી રહે છે. બદલામાં તે માત્ર પ્રેમ અને લાગણી જ ઈચ્છે છે.

- Advertisement -

સ્ત્રીનું સર્જન ઈશ્વરે કર્યું હશે ત્યારે કદાચ તેમણે વિચાર્યું હશે કે તેના થકી થનાર સર્જન અને તેનું સંચાલન કરવા માટે એક માને અપરંપાર ધીરજ, નિસ્વાર્થ પ્રેમ અને અસીમ સહનશક્તિની જરૂર પડશે. તેથી જ ઈશ્વરે માના હૃદયમાં અખૂટ મમતા અને સહનશીલતા ભરી છે.

મા જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે છતાં પોતાના સંતાનો માટે હંમેશા મજબૂત બનીને ઉભી રહે છે. તે પોતાના દુ:ખ, થાક અને સમસ્યાઓને પાછળ મૂકી સંતાનોના સુખને પ્રથમ સ્થાન આપે છે. કદાચ એ જ કારણ છે કે મા શબ્દ માત્ર એક સંબંધ નથી, પરંતુ ત્યાગ, સમર્પણ અને અનંત પ્રેમનું પ્રતિક છે.

આજના આધુનિક સમયમાં માતાનું સ્થાન વધુ ઊંચું અને ગૌરવપૂર્ણ લાગે છે. ખાસ કરીને વર્કિંગ મધર માટે જીવનની જવાબદારીઓ અનેકગણી વધી ગઈ છે. દેશ હોય કે પરદેશ, દરેક જગ્યાએ કામકાજ સાથે બાળકોના ઉછેર અને પરિવારની જવાબદારી નિભાવવી સહેલી બાબત નથી.

- Advertisement -

બહાર કામકાજ કરતી સ્ત્રી જ્યારે ઘરે આવે ત્યારે શારીરિક અને માનસિક રીતે થાકી ગયેલી હોય છે. છતાં પોતાના બાળકનો ચહેરો જોતા જ તેના અંદર ફરી નવી ઊર્જા અને ઉત્સાહ જન્મે છે. તે પોતાના થાકને ભૂલી બાળકની જરૂરિયાતો, પરિવારની સંભાળ અને ઘરની જવાબદારીઓમાં ફરી સમર્પિત થઈ જાય છે.

બાળહઠથી તો દરેક વ્યક્તિ પરિચિત છે. બાળક ક્યારેક નાની-નાની બાબતોમાં જીદ કરે, રડે અથવા માતાને સતત પોતાની આસપાસ ઈચ્છે. પરંતુ એવા સમયે પણ એક મા અદભૂત ધીરજથી બાળકને સંભાળે છે. પોતાના આરામ, પોતાની ઇચ્છાઓ અને પોતાના થાકને પાછળ મૂકી તે માત્ર મા બની જાય છે.

ખરેખર, માના પ્રેમ અને ત્યાગનું મૂલ્ય કોઈ માપી શકતું નથી. માતાનું ઋણ શબ્દોથી કે ઉપકારોથી ક્યારેય ઉતારી શકાય તેમ નથી. આપણે માત્ર એટલું કરી શકીએ કે તેમને પ્રેમ, સન્માન અને લાગણી આપીને તેમના ત્યાગને માન આપીએ.

જ્યારે એક સ્ત્રી માત્ર દીકરીના સ્વરૂપે હોય છે ત્યારે મનમાં પોતાની મા માટે પ્રેમ અને લાગણી હોય તે સ્વાભાવિક છે, પરંતુ તે સમયે માના ત્યાગની ઊંડાઈને સંપૂર્ણ રીતે સમજી શકતી નથી. સમય જતા જયારે તે પોતે મા બને છે, ત્યારે તેને સમજાય છે કે માતૃત્વ માત્ર આનંદ નથી, પરંતુ જવાબદારી, ત્યાગ, ધૈર્ય અને અવિરત સંઘર્ષનું નામ છે. ત્યારે જ તે પોતાની માના નિસ્વાર્થ પ્રેમને સાચા અર્થમાં અનુભવી શકે છે.આજ કારણે દીકરી માની વધુ નજીક હોય છે.

બાળકની ચિંતા, તેના ભવિષ્ય માટેની વ્યાકુલતા, પરિવાર માટે પોતાના સપનાઓનો ત્યાગ, આ બધું એક મા કેવી રીતે નિભાવતી હોય છે તેનો અનુભવ દીકરી વધુ સારી રીતે કરી શકે છે. દીકરાને મન મા હંમેશા પ્રેમ આપનારી જનેતા બનીને રહે છે, પરંતુ દીકરી માટે મા જીવનનો પ્રતિબિંબ બની જાય છે.

મધર્સ ડે પર સામાન્ય રીતે માના પ્રેમ, ત્યાગ અને સમર્પણની વાતો કરવામાં આવે છે, પરંતુ આજના સમયમાં માતૃત્વનો અર્થ માત્ર સંતાનોને ઉછેરવાનો જ નથી રહ્યો. આજની માતા પોતાના બાળકોના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. બાળકનો યોગ્ય ઉછેર માત્ર તેના વર્તમાનને નહીં, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્યને ઘડે છે.
સમય બદલાયો છે અને તેની સાથે માતૃત્વની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. આજની શિક્ષિત મા બાળકોની મિત્ર બની રહી છે. તે માત્ર આદેશ આપતી મા નથી, પરંતુ સમજતી, સાંભળતી અને માર્ગદર્શન આપતી સાથીદાર બની રહી છે.

ખાસ કરીને દીકરી માટે માની મિત્રતા ખૂબ જ મહત્ત્વની અને જરૂરી બની રહી છે. સમય એવો આવી ગયો છે કે નાની ઉંમરમાં થી જ દીકરીઓને સારા નરસાનું ભાન કરાવવું અગત્યનું બની ગયુ છે. જ્યારે દીકરી મિત્ર સમાન માને પોતાની વાત નિર્ભયતાથી માને કહી શકે તો જીવનના અનેક ખોટા નિર્ણયોથી બચી શકે છે.

આજના યુગમાં બાળકો સામે અનેક પ્રલોભનો સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે. સોશિયલ મીડિયા, ખોટી મિત્રતા, મોબાઇલનું વધતું વ્યસન અને આધુનિક જીવનશૈલી યુવાનોને ઘણી વાર ગેરમાર્ગે દોરી શકે છે.
ટીનએજ બાળકોના સ્વભાવની એક વિશેષતા એ છે કે તેઓ વધારે રોકટોક પસંદ કરતા નથી. સતત ના સાંભળવાથી તેઓ ઘણી વાર વિદ્રોહી બની જાય છે.

તેથી માતાએ ધૈર્ય, સમજદારી અને મિત્રતાપૂર્વકનો અભિગમ અપનાવવો જરૂરી બની ગયો છે. બાળકોને યોગ્ય સ્વતંત્રતા સાથે તેમની પ્રવૃત્તિઓ પર પ્રેમભર્યો નિયંત્રણ પણ રાખવું એટલું જ જરૂરી છે. આ કાર્ય એક શિક્ષિત અને જાગૃત મા સારી રીતે કરી શકે છે.

માતા માત્ર બાળકને જન્મ આપતી નથી, પરંતુ તે તેના વ્યક્તિત્વને ઘડે છે, જીવનના મૂલ્યો શીખવે છે અને સંજોગો સામે લડવાની શક્તિ આપે છે. બાળક જ્યારે નિષ્ફળ જાય ત્યારે તેને હિંમત આપનાર અને સફળ થાય ત્યારે ગર્વથી આંખો ભીની કરનાર વ્યક્તિ એટલે મા.

મધર્સ ડે માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ માના ત્યાગ, પ્રેમ અને સંઘર્ષને સમજવાનો અવસર છે. જો આપણે ખરેખર માનો આભાર માનવો હોય, તો માત્ર એક દિવસ શુભેચ્છા પાઠવી પૂરતું નથી. તેમના પ્રત્યે માન, સમય, લાગણી અને સન્માન આપવું વધુ
જરૂરી છે.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
Next Article પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?