રાજકોટમાં વેપારીના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખતી LCB
કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 28 ચોરીઓને અંજામ આપ્યાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીના બંધ મકાનમાંથી 13.24 લાખની ચોરી અંગે નોંધાયેલ ફરિયાદનો એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસ બંટી બાબલી પાસેથી દાગીના-વિદેશી કરન્સી સહિત 17.55 લાખનો મુદામાલ જપ્ત કરી પૂછતાછ કરતાં આ બેલડીએ કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં અનેક ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માધાપર ચોકડી પાસે ગાંધી સોસાયટીમાં રહેતા અને લાકડાનો વેપાર કરતાં વ્હોરા વેપારી ખોજીમભાઈ ફિદાહુસેન ભારમલ ઉ.58 એક સપ્તાહ માટે પત્ની સાથે વિયેતનામ ફરવા ગયા હતા ત્યારે તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રસોડાના બારણાંના તાળાં તોડી તસ્કરો અહીંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ 30 હજાર સહિત રૂ.13.24 લાખની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતાં પરિવાર પરત આવ્યો ત્યારે બનાવ અંગેની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી
બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસથી તપાસ હાથ ધરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી મહારાષ્ટ્રના કોલ્હાપુરના અજીત શિવરાય ધનગર ઉ.34 અને બેંગલોરની નિગંમ્મા ટીપ્પન્ના એમેટી ઉ.30ની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, વિદેશી કરન્સી, ઉર્દૂ ભાષામાં લખેલ 500 રૂપિયાનો કોઈન સહિત 17.95 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બંટી બબલી અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરોમાં લઈ ગેસ્ટ હાઉસમાં રોકાઈ જતાં હતા અને દિવસે બંધ મકાનની રેકી કરી રાત્રિના સમયે ચોરી કરવા જતાં હતા અજીત લોખંડના ડિસમિસ અને સળિયાથી તાળાં કે નકૂચ તોડી ચોરી કરતાં હોવાની કબૂલાત આપી છે આ એક ચોરી ઉપરાંત ગત 30 તારીખે જ પરાસર પાર્કમાં આવેલ મંદિરમાંથી દાનપેટી તોડી રોકડની ચોરી કર્યાની અને બંધ મકાનની વંડી ઠેકી તાળાં તોડી 5 હજારની ચોરી કર્યાની કબૂલાત આપી છે બેલડી કર્ણાટક અને મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં 28 ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.



