સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં 7થી 13 જાન્યુઆરી કથાનું રસપાન
માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ માટે સમૂહલગ્નનું આવનારા સમયમાં આયોજન છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ઉમા મહિલા એક્ટિવિટી રાજકોટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે 7થી 13 જાન્યુઆરી બપોરના 3થી 7 વાગ્યા સુધી યોજાશે. અંદાજિત 10 વર્ષથી ચાલતી સંસ્થા ઉમા મહિલા એક્ટિવિટી નેટવર્ક નારી તું નારાયણીના સૂત્ર સાથે અનેક સેવાકીય કાર્ય કરે છે. દર વર્ષે વિનામૂલેય વૃદ્ધોની સહાય બહેનોને હરિદ્વાર જેવા પાવન તીર્થોમાં લઈ જઈ સુંદર યાત્રાનું આયોજન તેમજ તીર્થોમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવે છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા બહેનો જેમાં વિધવા બહેનો, ત્યકતા બહેનો, મધ્યમ વર્ગથી નીચે જરૂરિયાતવાળા બહેનો તેમના ઉત્થાન એવમ કલ્યાણ અર્થે અમારી સંસ્થાના મહિલા દ્વારા ખૂબ સુંદર આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા નિખિલભાઈ જોશી દ્વારા રસપાન કરાવવામાં આવશે. આ કથાના મુખ્ય યજમાન તરીકે મનસુખભાઈ પાણ અને શોભનાબેન પાણ (હાઈ બોન્ડ સિમેન્ટ) અને યજમાન તરીકે મહેશભાઈ ભુવા, હીનાબેન ભુવા (ક્રિષ્ના કલર લેબ)એ ખૂબ જ સહયોગ આપ્યો છે. જ્યોતિબેન ટીલવા, ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રાંબડીયા, નયનાબેન માકડીયા, નયનાબેન ડાંગરેશીયા, વર્ષાબેન મોરી, નીતાબેન ઘોડાસરા દ્વારા આ કથાનું આયોજન કરાયું છે અને ખૂબ જ જહેમત ઉઠાવી છે અને સર્વે ભાઈઓ અને બહેનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવે છે. આવનારા સમયમાં ઉમા સમૂહ લગ્નનો (25 દીકરીઓ)નો તે પણ માતા-પિતાની છત્રછાયા ના હોઈ અને કડવા પાટીદારની દીકરીઓનો પહેલીવાર રાજકોટમાં આયોજન કરવામાં આવશે.



