By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    3 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    3 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આખલાનો આતંક: રાજકોટમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > આખલાનો આતંક: રાજકોટમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો
TALK OF THE TOWN

આખલાનો આતંક: રાજકોટમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો

Khaskhabar Editor
Last updated: 2022/03/23 at 5:56 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

બે આખલા લડતાં લડતાં બાઇક પર પડ્યા : વૃદ્ધનું મોત-વેપારીને ગંભીર ઇજા   

રાજકોટમાં રસ્તા પર રખડતાં ઢોરને ડબ્બે પુરાવવા મનપા ઊણું ઊતરી રહ્યું છે. મનપાની બેદરકારીથી વધુ એક વૃદ્ધનો ભોગ લેવાયો છે, જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે. ગત રાત્રે મેયરના વોર્ડ નં.12ની બાજુમાં વોર્ડ નં.11માં આવેલા મવડી વિસ્તારમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો હતો. મવડીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે સામેના રોડ પર બે આખલા લડતાં લડતાં આ બાજુના રોડ પર આવી બાઇક પર બેઠા વૃદ્ધ અને બાઇકચાલક દરજી વેપારી પર પડ્યા હતા, આથી ગંભીર ઇજા સાથે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે. ખુદ પ્રદેશ ભાજપ-પ્રમુખ પાટીલ રખડતાં ઢોરને પકડવાની ટકોર કરતા હોવા છતાં મનપાનું વલણ ઉદાસીન કેમ છે એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.

Contents
બે આખલા લડતાં લડતાં બાઇક પર પડ્યા : વૃદ્ધનું મોત-વેપારીને ગંભીર ઇજા   RMC કમિશનર પર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએકોર્પોરેશન જાતજાતનાં એવોર્ડસ લઈ આવે છે, પરંતુ પાયાનાં કાર્યો થતાં નથી  રખડતા ઢોર મુદ્દે પાટીલે મેયરનાં ક્લાસ લીધા હતારખડતા ઢોર અંગે સઘન કાર્યવાહી ક્યારે?ઢોરનો ત્રાસ દૂર કરવાની વાત માત્ર કાગળ પર!


મૃતક વિનુભાઈ કેશુભાઈ મકવાણા         ઈજાગ્રસ્ત કમલભાઈ ભરતભાઈ પટોડિયા 

- Advertisement -

RMC કમિશનર પર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ

કોર્પોરેશન જાતજાતનાં એવોર્ડસ લઈ આવે છે, પરંતુ પાયાનાં કાર્યો થતાં નથી  

ખૂંટીયાએ કે રઝળતી ગાયોએ રાજકોટમાં કોઈનાં પ્રાણ લીધા હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આવી ગંભીર ઘટના વારંવાર બનતી રહે છે. નિષ્ઠુર, નિર્દય અધિકારીઓ અને પદાધિકારીઓને આ સમસ્યા વિશે જરાપણ ગંભીરતા નથી. વાસ્તવમાં શહેરનાં રસ્તાઓને ઢોરમુક્ત રાખવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની હોય છે. પણ, રાજકોટ પર હંમેશા સ્પાર્ક વગરનાં, નૂર વગરનાં, પપલું જેવા અધિકારીઓ જ ઠોકાયા છે. એટલે શહેરના મહત્ત્વનાં કાર્યો થતાં નથી. જનતાને ઉલ્લુ બનાવવા કોર્પોરેશન જાતજાતનાં એવોર્ડસ લઈ આવે છે. પરંતુ પાયાનાં કાર્યો થતાં નથી. આવા અધિકારીઓને પાઠ ભણાવવા માટે તેમની સામે કલમ 304 હેઠળ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. એક વખત આવું થશે તો જ અધિકારીઓને પોતાની ફરજનું ભાન થશે.

રખડતા ઢોર મુદ્દે પાટીલે મેયરનાં ક્લાસ લીધા હતા

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર આતંક મચાવી રહ્યા છે અને એને કારણે જ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પણ મેયર સહિતના પદાધિકારીઓને વારંવાર ટકોર કરી ચૂક્યા છે. રાજકોટની મુલાકાતે આવેલા પાટીલે જાહેરમાં મેયરના રખડતાં ઢોર મુદ્દે ક્લાસ લીધા હતા તેમજ તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં પણ આ માટે જોગવાઇ કરવામાં આવી છે છતાં આ તમામ જોગવાઇ માત્ર કાગળ પર જ હોય એમ રખડતાં ઢોરને કારણે વધુ એક વૃદ્ધનો ભોગ લેવાયો છે.

રખડતા ઢોર અંગે સઘન કાર્યવાહી ક્યારે?

ઢોરનો ત્રાસ દૂર કરવાની વાત માત્ર કાગળ પર!

છેલ્લા કેટલાંક વર્ષમાં ઢોર દ્વારા હુમલાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર અંગે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ કોઈ નક્કર કામગીરી નહીં કરતાં શહેરના માર્ગો પર રખડતા ઢોર જોવા મળે છે. ગાય છોડાવવાના મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા રહે છે ત્યારે કોર્પોરેશન ઢોર અંકુશ ખાતુ યોગ્ય કામગીરી કરે તે જરૂરી છે. જો તંત્ર તેની કામગીરી કરતું હોય તો રસ્તા પર ઢોર શા માટે રખડતા જોવા મળે છે તે સવાલ શહેરીજનો કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં હજારો પશુધન નોંધાયેલા હશે અને નવા વિસ્તારો ભળતા આ અંક લાખે પહોંચ્યો હશે તો બીજી તરફ છઋઈંઉ ટેગ માત્ર અમુક હજાર પશુઓમાં લગાવવામાં આવ્યો છે એટલેકે હજુ મોટી સંખ્યામાં ટેગ લાગવાના બાકી છે. આવા ટેગ લગાવ્યા વિનાના અસંખ્ય ઢોર રસ્તાઓ પર રખડી રહ્યા છે, શહેરના નાગરિકો રખડતા ઢોરોથી પરેશાન છે તેમ છતાં કોર્પોરેશનનાં અધિકારીઓને આ ઢોર દેખાતા નથી એ મોટી વાત છે. કોર્પોરેશનનાં અધિકારીઓ અને પશું માલિકો વચ્ચેની સાંઠગાઠના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા ઢોરનો ત્રાસ દૂર કરવામાં કાગળ પર શૂરી અને હકીકતમાં ઉણી ઉતરી છે.

- Advertisement -

ઢોરનાં ત્રાસથી પ્રજા ત્રસ્ત
ગુજરાતના ગામડાંઓ તો ઠીક પરંતુ રાજકોટ જેવા સ્માર્ટ સીટીમાં પણરખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. મે 2018માં કોર્પોરેશનો દ્વારા હાઈકોર્ટમાં એવું જણાવામાં આવ્યું હતું કે એક વર્ષમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવામાં આવશે પરંતુ આજે પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ અનેક વખત ઢોરને પકડવા માટે મામલે તંત્રમાં ફરિયાદ કરી છે. રસ્તા પર ઢોર આવતા અનેક વખત અકસ્માતની ઘટના પણ બની છે. અનેક વખત ઢોરના હુમલાના કારણે લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. અગાઉ ઢોર પકડવા આવતા લોકો પર હુમલા થયા છે. હુમલાના ડરે તંત્ર કામગીરી ન કરતું હોવાનું લોકોએ આક્ષેપ કર્યો છે.

અગાઉ 2 વર્ષની બાળકીને ગાયે ઉલાળતાં માથામાં 10 ટાંકા આવ્યા હતા


બે મહિના પહેલાં રાજકોટના સંત કબીર રોડ પર રખડતી ગાયના હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન અને તેની 2 વર્ષની પુત્રી આંશી ઘાયલ થયાં હતાં, જેમાં આંશીને માથામાં 10 ટાંકા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આંશીના પિતા સંદીપભાઈ કામ પરથી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીના માથામાં 10 ટાંકા જોઈ પિતા ચક્કર ખાઈને પડી જતાં બેભાન થઈ ગયા હતા. સંદીપભાઇએ જણાવ્યું હતું કે રખડતાં ઢોરો મામલે કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી.

7 વર્ષમાં રખડતાં ઢોરમાં 10 ટકાથી વધુનો વધારો
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઇ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રમાં થોડાં ટોલનાકા બંધ થશે તો અમુક સ્થળાંતર
Next Article મેડિકલ એસો.ને કાળી મેષ લગાડતા ‘અનિમેષ’ને ઉપપ્રમુખ બનાવતા સભ્યોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?