48 કલાકમાં બીજો દરોડો પાડી રાજકોટ પોલીસનું નાક વાઢતી વિજિલન્સ
નિર્લિપ્ત રાયની કાબિલેદાદ કામગીરી, રાજકોટ પોલીસમાં સોંપો : રાજકોટનાં બૂટલેગરો સ્ટેટ વિજિલન્સનાં રડારમાં, આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં બદનામ બનેલી રાજકોટ પોલીસ પર સ્ટેટ મોનિટરિંગ સેલે બાજ નજર કરી હોય તેમ છેલ્લા 48 કલાકમાં વિજિલન્સે દરોડો પાડી રાજકોટ પોલીસનું નાક વાઢી નાખ્યું હતું. માલવિયાનગર પોલીસમથક વિસ્તારના ગોકુલધામમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી હજારો લિટર આથો અને દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સોમવારના રોજ થોરાળા વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતી વરલી મટકાની જુગાર કલબ પર એસએમસી પીએસઆઈ ચંદ્રસિંહ એન. પરમાર તથા સ્ટાફે દરોડો પાડી છ માસથી ચાલી રહેલા આ જુગાર નેટવર્કનો પર્દાફાશ કર્યેા હતો. સાયલા અપહરણ, દારૂ કૌભાંડ બાદ વરલી મટકા કલબ બાદ પણ જાણે રાજકોટ પોલીસને કાંઈ પડી જ ન હોય તેમ ધંધા ચાલુ હતા ને ફરી ગત મોડી સાંજે એસએમસીએ જ રાજકોટ પોલીસને બેઆબરૂ કરી ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં હાદિર્ક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકી નામનો કુખ્યાત બુટલેગર ફ્રુટ ફલેવરનો દેશી દારૂનો ખુલ્લેઆમ કાળો કારોબાર ચલાવતો હોવાની એસએમસીને માહિતી મળી હતી.
ગત મોડીસાંજે ફરી પીએસઆઈ સી.એન. પરમાર અને તેમની ટીમ ફ્રુટ દારૂના અડ્ડા પર ખાનગી વાહનો, ટૂ-વ્હિલર્સમાં ત્રાટકી હતી. સાવ સાદા વેશમાં ગ્રાહકનો સ્વાંગ રચીને ટીમ પહોંચતા અંદર તો મહેફિલે જામ જેવી સ્થિતિ હતી. એક મજલા પર દેશી દારૂ બનાવવાની ત્રણ ભઠ્ઠી ધમધમતી હતી. યારે બીજા માળે સેલિંગ સેન્ટર માફક કે પીવા આવનારાઓને બેસવાની બાર જેવી સવલત હોય તેવું ચિત્ર હતું. ટીમે 11 શખસોને દબોચી લીધા હતા. દારૂ બનાવવાના સાધનો 4500ની કિંમત જેવો તૈયાર દારૂ અને દારૂ બનાવવા માટેનો પાંચેક હજાર લીટર જેવો આથો પણ મળી આવ્યો હતો. આથાનો નાશ કરાયો હતો. દરોડાના પગલે માલવિયાનગર પોલીસના પગતળે રેલો આવી પહોંચ્યો હતો અને સતત બીજા દિવસે એસએમસી કાર્યરત હોવાથી શહેર પોલીસમાં પણ ફફડાટ ફેલાયો હતો. એસએમસીની પ્રાથમિક તપાસમાં 6થી 8 માસથી દારૂનો અડ્ડો ચાલતો હોવાનું ખૂલ્યું છે. માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલધામમાં આવેલા ક્વાર્ટર્સમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની ચોક્કસ માહિતી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ખાબકી હતી. નામચીન બૂટલેગર રવિની ભઠ્ઠી પર દરોડો પડતાં નાસભાગ મચી ગઇ હતી. વિજિલન્સની ટીમે સ્થળ પરથી બે હજાર લિટરથી વધુ આથો અને દેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
- Advertisement -
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ અગાઉ વિદેશી દારૂનો વેપલો કરતો હતો, પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હતી, ખજૂર સહિતના ફ્રૂટનો દારૂ બનાવી તેનું વેચાણ કરતો હતો, વિજિલન્સના દરોડાથી સ્થાનિક પોલીસ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમે રવિવારે રાત્રે ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી વર્લીનો જુગાર રમી રહેલા 16 શખ્સને રૂ.3.23 લાખના મુદ્દામાલ સાથે પકડી નાસી છૂટેલા જુગારીઓ હજુ હાથ આવ્યા નથી ત્યાં વિજિલન્સે બીજો દરોડો પાડી રાજકોટ પોલીસબેડામાં સોપો પાડી દીધો હતો.


