ભારતનાં સ્વાતંત્ર્ય દિને દેશવાસીઓને શુભેચ્છા આપવાનું યાદ આવતું નથી પણ ટર્કી જેવા શત્રુ રાષ્ટ્રનાં વડા સાથે ‘સાંસ્કૃતિક આદાનપ્રદાન, સેવાકીય પ્રવૃત્તિ’ના બહાને ચર્ચા કરવા દોડી જાય છે
બોલિવુડિયા તકલાદી અને તકવાદી નાયકો અને નાયિકાઓનો અસલી ચહેરો ઓળખી લેવાની જરૂર છે, આ લોકો દેશદ્રોહીથી કમ નથી
કિન્નર આચાર્ય
કાશ્મીરમાંથી 370 અને 35A દૂર થઈ ત્યારે જગતનાં માત્ર ત્રણ દેશોએ તેનો વિરોધ કર્યો હતો: પાકિસ્તાન, મલેશિયા અને ટર્કી. પાકિસ્તાન તો ભારતનું પરંપરાગત દુશ્મન છે. પણ, મલેશિયા અને ટર્કી માત્ર ધાર્મિક કારણોસર દોઢડાહ્યા થયા હતા. ટર્કીએ અનેક મુદ્દે ભારતવિરોધી વલણ દાખવ્યું છે. આવા દુશ્મન રાષ્ટ્રના ફર્સ્ટ લેડીને મળવાની આમિર ખાનને શી જરૂર પડી હશે? અત્યારે આમિર ટર્કીમાં છે અને તેણે ત્યાંના રાષ્ટ્રપતિના પત્ની એમિન એર્દોગન સાથે ખાસ મુલાકાત કરી હતી. બહાનું એવું અપાયું કે, તેણે સામાજિક જવાબદારીના પ્રકલ્પો, માનવતાવાદી સહાય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક સંબંધો જેવી બાબતો પર ચર્ચાઓ કરી હતી. પરંતુ, વાસ્તવિકતા આપણને ખ્યાલ જ છે. ટર્કીનું વલણ કટ્ટર ઇસ્લામિક છે અને આમિર પણ એવી જ વિકૃત મનોવૃત્તિ ધરાવે છે. બે ડાકુ મળે ત્યારે ધરમધ્યાન કે ભજન ન કરે.
આમિર અને તેની પત્ની અગાઉ પણ ભારતવિરોધી નિવેદનો આપી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે, “ભારતમાં અસહિષ્ણુતા એટલી વધી ગઈ છે કે, હવે તેમને અહીં રહેવામાં ડર લાગે છે!” આ બધા બોલિવુડિયાઓમાંથી મોટા ભાગના પ્રથમ શ્રેણીના ડાબેરી અને લુચ્ચા છે. પહેલા તેઓ આવા બયાનો આપે છે, શાહીનબાગ, JNU અને જામીયાની રાષ્ટ્રવિરોધી છાવણીમાં દેશદ્રોહીઓને સમર્થન આપવા પહોંચી જાય છે. પછી તેમનો વિરોધ થાય તો “ઓય માડી… ઓય માડી…” કરી ને વિક્ટિમ કાર્ડ રમવા માંડે છે. ટર્કીનું ભારતવિરોધી વલણ જગજાહેર છે. ત્યાંના ફર્સ્ટ લેડીએ કદાચ સામે ચાલી ને આમિરને આમંત્રણ આપ્યું હોય તો પણ એ ઠુકરાવી દેવાની જરૂર હતી, એ મળવા ગયો તો ત્યાં જઈ ને ટર્કીના ભારતવિરોધી વલણ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી શક્યો હોત. પરંતુ એ તો રંગેચંગે ત્યાં આળોટી આવ્યો. હવે સોશિયલ મીડિયામાં એ ટ્રોલ થશે, તેની ફિલ્મનો વિરોધ થશે ત્યારે રડતા રડતા કહેશે કે, “ભારતમાં અસહિષ્ણુતા વધી ગઈ છે!” વાસ્તવમાં જો અહીં તેને ડર લાગતો હોય તો તેણે ટર્કીમાં જ સેટલ થઈ જવું જોઈએ. ઇસ્લામિક કટ્ટરવાદીઓ માટે આમ પણ ત્યાં અનુકૂળ વાતાવરણ છે.