By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    5 minutes ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    50 minutes ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    36 minutes ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    42 minutes ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    56 minutes ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 hour ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પરિવારના ચાર સભ્યોના મૃતદેહો મળી આવ્યા: પ્રાથમિક દ્રષ્ટિએ મર્ડર કે સ્યુસાઈડ કર્યાની આશંકા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પરિવારના ચાર સભ્યોના મૃતદેહો મળી આવ્યા: પ્રાથમિક દ્રષ્ટિએ મર્ડર કે સ્યુસાઈડ કર્યાની આશંકા
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પરિવારના ચાર સભ્યોના મૃતદેહો મળી આવ્યા: પ્રાથમિક દ્રષ્ટિએ મર્ડર કે સ્યુસાઈડ કર્યાની આશંકા

Khaskhabar Editor
Last updated: 2024/02/15 at 11:24 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-મૃતક પરિવારે 2 વર્ષ પહેલા કરોડો રૂપિયાનું ઘર ખરીદયું હતું

કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. આ પરિવાર કેરળનો વતની હતો. પતિ-પત્ની અને તેમના ટ્વિન્સ બાળકોના મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ મર્ડર-સ્યૂસાઈડનો લાગી રહ્યો છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેની 40 વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને તેમના ચાર વર્ષના ટ્વિન્સ નોઆહ અને નેથન તરીકે થઈ છે. કેલિફોર્નિયાના સેન મોટેઓ શહેરમાં આવેલા ઘરેથી 13 ફેબ્રુઆરીના રોજ ચારેય જણાંના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

- Advertisement -

આનંદ અને એલિસ સાથે પરિવારના સભ્યોએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે ફોન ના ઉપાડતાં સંબંધીઓએ પોલીસ પાસે મદદ માગી હતી. પોલીસ તપાસ કરવા માટે તેમના ઘરે પહોંચી ત્યારે ઘરમાં કોઈ જબરદસ્તી ઘૂસી આવ્યું હોય એવા કોઈ પુરાવા નહોતા મળ્યા.

જોકે, એક બારી ખુલ્લી હતી જેમાંથી તેઓ અંદર પહોંચ્યા હતા. ઘરની અંદર પહોંચતા જ પોલીસે જોયું કે, એલિસ અને આનંદના મૃતદેહ બાથરૂમમાં પડ્યા હતા. બંનેના શરીર પર ગોળીના નિશાન હતા. ઘટનાસ્થળેથી પોલીસને 9ળળની પિસ્તોલ અને એક મેગેઝીન મળી આવ્યું છે. જ્યારે આ કપલના ટ્વિન્સના મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યા હતા અને તેમના મોતનું કારણ હજી જાણી નથી શકાયું.

રેકોર્ડ પ્રમાણે, કપલે 2020માં આ મકાન 2.1 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે, આ કેસ મર્ડર-સ્યૂસાઈડનો હોવાની સંભાવના છે. જોકે, પોલીસ અન્ય સંભાવનાઓની દિશામાં પણ તપાસ કરી રહી છે.

- Advertisement -

મૃતક પરિવાર મૂળ કેરળનો હતો અને છેલ્લા 9 વર્ષથી તેઓ અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ સિનિયર એનાલિસ્ટ હતી. તેઓ બે વર્ષ પહેલા જ ન્યૂજર્સીથી સેન મોટેઓ ખાતે શિફ્ટ થયા હતા. પોલીસ તપાસમાં પાડોશીઓએ આ દંપતીને મહેનતુ અને બાળકોને સમર્પિત મા-બાપ ગણાવ્યા હતા. પાડોશી અને સાથી કર્મચારીઓ સાથે દંપતીનો વ્યવહાર સારો હોવાનું બહાર આવ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડિસેમ્બર 2016માં આનંદે ડિવોર્સ માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને મંજૂરી નહોતી આપી. પોલીસને અગાઉ આ ઘરમાંથી ફોન આવી ચૂક્યા છે પરંતુ તેના પાછળના કારણનો હજી સુધી ખુલાસો નથી થયો. તપાસ દરમિયાન પોલીસને દંપતીના ઘરેથી કોઈ સ્યૂસાઈડ નોટ નથી મળી આવી. હત્યાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, આ ઘટના થોડા વખત પહેલા જ બનેલા એક કેસ સાથે મેળ ખાય છે. અમેરિકાના માસૂચૂસેટ્સમાં જ ભારતીય મૂળના ધનાઢ્ય દંપતી અને તેમની કિશોર વયની દીકરીનો મૃતદેહ આલિશાન ઘરમાંથી મળી આવ્યો હતો. મૃતકોની ઓળખ રાકેશ કમલ, પત્ની ટીના અને 18 વર્ષની દીકરી અરિયાના તરીકે થઈ હતી.

You Might Also Like

દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

TAGGED: bodies, california, family, Indianorigin, US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બદરીનાથ ધામના કપાટ 12મી મે એ ખુલશે: રાજ દરબારમાં વસંતપંચમીના અવસરે તિથિ નકકી કરવામાં આવી
Next Article કોંગ્રેસ સાંસદ ધીરજ શાહુના ઘરેથી 350 કરોડની રોકડ મળતા ચુકવ્યો આટલો કરોડનો ટેક્સ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?