આઈકોનિક સપ્તાહ સમારોહમાં વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત
વડાપ્રધાનના ‘સમૃદ્ધ ગામ થકી સમૃદ્ધ દેશ’ સુત્ર સાર્થક કરવા રાજકોટ જિલ્લા પંચાયત કટિબદ્ધ : ભૂપત બોદર
ભારત સરકાર દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પંચાયત રાજ મંત્રાલય ‘આઈકોનિક સપ્તાહ સમારોહ’ પંચાયતના નવનિર્માણનો સંકલ્પોત્સવ તથા વિકાસના લક્ષ્યાંકોના સ્થાનીયકરણ અંતર્ગત રાષ્ટ્રીય સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે દિલ્હી ખાતે વિશ્વભરમાં ભારતીનું ગૌરવ વધારનાર વૈશ્વિક નેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દેશ ના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાથે ગુજરાત પંચાયત પરિષદ ઉપાધ્યક્ષશ્રી અને રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર ની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.
માન. વડાપ્રધાન જયારે ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારી વધે તે માટે સતત નવી યોજનાઓ લાવી રહ્યા છે ત્યારે આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ભૂપતભાઈ બોદર એ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે “મારું ગામ પાણી વાળું ગામ” યોજના અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું.
- Advertisement -
તેમજ ગુજરાત પંચાયત મહાસંમેલન દરમિયાન વડાપ્રધાનએ કરેલા તમામ સૂચનો “પૂર્ણ કરી સમૃદ્ધ ગામ થકી સમૃદ્ધ દેશ‘”નું સૂત્ર સાર્થક કરવા રાજકોટ જીલ્લા પંચાયત કટિબદ્ધ છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે ગુજરાત પંચાયત પરિષદ અધ્યક્ષશ્રી નયનાબેન પટેલ (ખેડા જી.પં.પ્રમુખશ્રી), ગુજ.પં.પરી. માનદ મંત્રીશ્રી ભરતભાઈ ગાજીપરા તથા ગુજરાતની વિવિધ જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


