ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ નાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન મહુવા કેબીન ચોકમાં આવતા ખારઝાપ બાજુથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો શંકાસ્પદ રીતે નીકળતા તેઓને રોકી તપાસ કરતા તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાના સિક્કાઓ તથા એક લોખંડનો સળીયો તથા એક ડીસમીસ મળી આવતા જેઓને તેની પાસેના સોના ચાંદી ના દાગીનાના બીલ માંગતા નહી હોવાનુ જણાવતા તુર્તજ પંચોના માણસોને બોલાવી નામ પુછતા નં. (૧) દર્શનભાઇ દિનેશભાઇ ગૌસ્વમી ઉ.વ.૧૯ રહે. ડબગર શેરી,ખારઝંપા ,મહુવા, જી. ભાવનગર વાળો હોવાનુ જણાવેલ મજકુર ઇસમ પાસેથી એક પીળી ધાતુનુ સોનાનુ મંગળ સુત્ર તથા પીળી ધાતુનુ સોનાની બુટ્ટી જોડ-૧ વજન આશરે ૨૫.૯૨૦ ગ્રામ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી તથા સફેદ ધાતુની ચાંદીની કબુત્રી (વીટી) નંગ-૬ તથા સફેદ ધાતુની ચાંદીની નાની પહોચી નંગ-૨ તથા સફેદ ધાતુની ચાંદીનો કમરનો જુડો નંગ-૧ જે ચાંદીની તમામ વસ્તુનુ વજન આશરે ૫૧.૧૦૦ ગ્રામ કિ.રૂ.૨,૦૦૦/- ગણી તથા એક વીવો કંપનીનો મોડલ નં.વીવો૧૯૦૧ નો મોબાઇલ જેની કિ.રૂ.૮૦૦૦/- ગણી તથા એક હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નંબર- GJ-04-DH- 4447 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- નં. (૨) વિશાલ ભાઇ ઉર્ફે વાણીયો રમેશભાઇ જોળીયા ઉ.વ.૧૯ રહે. ખારા વિસ્તાર, નેસવડ તા.મહુવા, જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ મજકુર ઇસમની અંગ ઝડતી માંથી રૂ.૧ તથા રૂ.૨ ના દરના ભારતીય ચલણી પરચુરણ સીક્કાઓ મળી કુલ કિ.રૂ.૩૪૦/- એક સેમસંગ કંપનીનો મોડલ નં.B10E નો મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦/- નં. (૩) સુરેશભાઇ હિંમતભાઇ ગૌસ્વમી ઉ.વ.૫૨ રહે.ડબગર શેરી, ખાર ઝંપા ,મહુવા, જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ મજકુર ઇસમની અંગ ઝડતી માંથી એક લોખંડનો સળીયો કિ.રૂ.૦૦/૦૦ ગણી તથા એક ડીસમીસ કિ.રૂ.૦૦/૦૦ તથા એક ઇન્ટેલ કંપનીનો કાળા કલરનો ડબલ સીમકાર્ડ વાળો મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦/- ગણી ઉપરોકત તમામ વસ્તુ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકરુ ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે.

મજકુર ઇસમો પાસેથી મળી આવેલ ઉપરોક્ત વસ્તુ બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, આજથી આશરે ચારેક દિવસ પહેલા ખરકવાડ કિશાન સોસા યટી માં આવેલ એક મકાન માંથી તથા એક મહિના પહેલા વી.ટી.નગર માં એક બંધ મકાન માંથી રાત્રીના સમયે ચોરીઓ કરેલનુ જણાવતા જે અંગે રેકર્ડ ઉપર ખાત્રી કરતા (૧) મહુવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૦૧૭૫૯ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ (૨) મહુવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦ ૩૫૨૦૧૬૪૪ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબના ગુન્હાઓ દાખલ થયેલ હોય, જેથી મજકુર ત્રણેય આરોપી ઓને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા ડ્રાઇવર હેડ કોન્સ. સુરૂભા ગોહીલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા