ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિક્ષકદિન 2025ના દિવસે યોજાયેલ પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન માટે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં સરકારી પ્રાથમિક શાળા, શ્રી બેડલા તાલુકા શાળાની વિદ્યાર્થીની કાગડીયા વંદના વનરાજભાઈએ 105 ગુણ સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. રાજકોટ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રે આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
વંદનાની આ સફળતા માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર તાલુકાનું ગૌરવ વધારનાર બની છે. શિક્ષકોના માર્ગદર્શન અને પરિવારના પ્રોત્સાહનથી પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.
શાળા પરિવાર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વંદનાને અભિનંદન પાઠવ્યા છે અને આગળના અભ્યાસમાં વધુ ઊંચાઈ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.



