ઘણા સમયથી સાઠંબા થી ગાબટ રોડ નું સમારકામ ના થતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બિસ્માર હાલત વારા રોડ પર વાહનચાલકો ને અકસ્માતનો પ્રમાણ વધતું જાય છે અત્યારે આ માર્ગનું પ્રજાજનો દ્વારા માંગ ઉઠી છે કેટલાક સમયથી આ રોડનું સમારકામ ન થતાં સાઠંબા ગામ થી વચ્ચેનો માર્ગ નીકળવું એક જાનનું જોખમ છે આ ડામર રોડ પર સવારી કરતા હોય ત્યારે ઉબડખાબડ રસ્તાથી ઊંટ ઉપર સવારી કરતા હોય તેવી પરિસ્થિતિ વાહનચાલકોને અહેસાસ થાય છે. આ રસ્તા પર ખાડાઓ, ધૂળ, કપચી થી બાઈક ચાલકો ના અકસ્માતો થવાની ભીતિ રહે છે. વાહનચાલકોને ૧૦ કિલોમીટરનું અંતર કાપવા માટે 45 મિનિટ સમય લાગે છે. ગામડાઓના દર્દીઓને તાત્કાલિક સારવારની પરિસ્થિતિમાં ખાડા ટેકરાવાળા રસ્તા પર દર્દીના જીવ જોખમમાં મુકાય છે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લા વિભાજન થતા સાઠંબા વિસ્તારની પ્રજાને આ માર્ગ પરથી જિલ્લાના વડા મથક મોડાસા માટે અવારનવાર જવું પડતું હોય છે ત્યારે રસ્તાના કારણે હાલાકી ભોગવવી પડે છે આ રસ્તા પરથી નેતાઓને અને અધિકારીઓને આ રસ્તો નજરમાં નહીં આવતો હોય તેવું લાગે છે તેથી સાઠંબા થી ગાબટ રસ્તાનું સમારકામ ચાલુ કરાય તેવી પ્રજાજનોની માંગ છે.

જગદીશ સોલંકી સાબરકાંઠા