વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બાયડ પ્રખંડ દ્વારા તેનપુર, જુનવાડા, નારૂમિયાંની મુવાડી, વાત્રક, બાદરપુરા વિગેરે સ્થાનો પર ‘અસત્ય પર સત્ય’ ના વિશેષ પર્વ ‘વિજયાદશમી’ નિમિત્તે શસ્ત્ર પુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મિતેષ પટેલ, ભરત પ્રજાપતિ, હિરેન પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, મનિષ પટેલ વિગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમનું સફળ સંચાલન કરાવ્યું હતું. તથા દરેક સ્થાનો પર નગરના કાર્યકર્તા ભાઈ બહેનો, વડિલો જોડાયા હતા.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.