જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગરના બાળરોગ વિભાગ ધ્વારા થયેલી પ્રિયાંશીની સંવેદના સભર સારવાર.

સાબરકાંઠા જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે પાંચ વર્ષની બાળકી પ્રિયાંશી ટી સીસોદીયાને તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ દાખલ કરવામાં આવી હતી. તે સમયે બાળકી અર્ધ બેભાન અવસ્થામાં હતી. સતત સાત દિવસથી તાવ પણ આવતો હતો અને એક દિવસથી ઉલ્ટીની પણ ફરિયાદ હતી. દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હતી એને તરત જ તે શરૂ કરી દેવામાં આવી હતી.
હોસ્પિટલ આવ્યા પછી પણ તાવ ઓછો ન થતાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઑક્સીજન પર રાખવામા આવ્યા અને કોવિડ સસ્પેકટેડ વોર્ડમાં રાખી ને સારવાર આપી કોરોનાનો રિપોર્ટ અને બીજા અન્ય રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન દર્દીને શ્વાસની તકલીફ વધતાં વેંન્ટીલેટર (C.PAP) પર એક દિવસ મૂકવામાં આવી હતી. બીજા દિવસે પ્રિયાંશીનો રિપોર્ટ નેગેટિવ આવતા બાળકીને પી.આઈ.સી.યુ.માં રાખી સારવાર શરૂ કરાઇ હતી.
બાળકીને પી.આઇ.સી.યુ.માં સારવાર આપવા છતાં તેની તબિયતમાં સુધારો ન જાણતા અને તબિયત વધારે બગડતા બહેરાશ, સ્નાયુઓનું હલન ચલણ બંધ થવું, દેખાવાનું બંધ થયું વગરે જેવી અન્ય તકલીફો પણ વધવા લાગી. આ બધા લક્ષણો જણાતાં પ્રિયાંશીનું સી.ટી સ્કૅન (માથાના ભાગનું) કરવામાં આવ્યું અને બીજા રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જોયા પછી ડૉકટરને એવું જણાયું કે મગજમાં પાણી ભરાય છે. વધુ નિદાન કરવા માટે કરવા માટે કરોડરજ્જુ માંથી પાણી ખેચવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં આવ્યા બાદ બાળકીને મગજનું ટી.બી. હોવાનું નિદાન થતા તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી. જેથી ધીમે ધીમે બાળકીની તબિયતમાં સુધારો થયો અને તેણે જમવા, બોલવા અને ચાલવાનું શરૂ કર્યું.
આમ બાળરોગ વિભાગ ધ્વારા પ્રિયાંશી સિસોદિયની સંવેદના સભર ઉતમ સારવાર કરી અને એક મહિનો અને પાંચ દિવસ સુધી એક પણ રૂપિયાના ખર્ચ વગર એક મહિનો અને પાંચ દિવસની અવિરત સેવાને પરિણામે તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ બાળકી પ્રિયાંશીને રજા આપવામાં આવી હતી.
પ્રિયાંશીને રજા આપ્યા પછી ફરી બતાવવા આવ્યા ત્યારે પ્રિયાંશીને પોતાના પગે ચાલતા આવતી જોઈને ડોક્ટર અને સ્ટાફ ખુબ જ ખુશ થયા હતા. બાળકીની સારવાર માટે એક મહિનાથી સતત સાથે રહેલા ડૉકટર અને તેમના સગા વચ્ચે એક આત્મીયતાનો સેતુ બંધાયો હતો. પ્રિયાંશીના માતા પિતાએ આખી બાળરોગ વિભાગની ટીમ અને સરકારાનો આભાર માન્યો હતો.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.