કેરળ સરકારના સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી પરીક્ષામાં કમલકન્નીએ 100માંથી 97 માર્કસ મેળવ્યા
કેરળ સરકારના સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત આયોજીત એક પરીક્ષામાં તમિલનાડુના થેનીની રહેવાસી 108 વર્ષની બુઝુર્ગ મહિલાએ પહેલા રેન્ક હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. કમલકન્ની નામની આ મહિલાનો જન્મ 1915 માં થયો હતો.તેણે પરીક્ષામાં 100 માંથી 97 ગુણ મેળવ્યા હતા.
- Advertisement -
કમલકન્ની એક સ્કુલ હોય આઉટ છે.ગરીબી રેખાની નીચે હોવાથી અનેક લોકોની જેમ તે પણ પોતાનું સ્કુલનું શિક્ષણ પુરૂ કરવામાં સમર્થ નહોતી.નાની વયમાં જ તેનો પરિવાર કેરળ આવી ગયો અને ત્યાં એલચીના બાગમાં કામ કરવા લાગ્યો હતો.તેણે પોતાની જીંદગીનાં 80 વર્ષ એલચીનાં ખેતરોમાં મહેનત કરીને વીતાવી દીધા જોકે તેના પૌત્રના જણાવ્યા મુજબ ગરીબીમાં રહેવા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેમણે શિક્ષિત થવાની પોતાની ઈચ્છાને કયારેય નહોતી છોડી. તેનો પરિવાર તેને સાક્ષરતા કાર્યક્રમમાં નામાંકીત કરે તેમણે પોતાના લેખન કૌશલ મિલયાલમ અને તમિલી પર ખૂબ જ મહેનત કરી હતી.
સાક્ષરતા પરીક્ષામાં અવ્વલ આવ્યા બાદ તેની મહેનત રંગ લાવી તેના પૌત્રે મિડીયાને જણાવ્યું હતું કે તેનો પરિવાર દાદીનો આગામી મહિને આવતો જન્મ દિવસ ભવ્ય પાર્ટી સાથે ઉજવવાનો પ્લાન કરી રહ્યો છે.અમને એ ખુશી છે કે તેમણે આવડી મોટી ઉંમરે એક દ્રષ્ટાંત પુરૂ પાડયું છે.
સંપૂર્ણમ શાસ્ત્ર સાક્ષરતા કાર્યક્રમ
કેરલ 95 ટકાથી ભારતમાં સૌથી વધુ સાક્ષર રાજયમાં ઓળખવામાં આવે છે. હાલમાં જ કેરળ રાજય સરકારે રાજયના સિનિયર સિટીઝનને ભણવા અને લખવાનું શીખવા પ્રોત્સાહીત કરવા માટે સંપૂર્ણમ શાસ્ત્ર સાક્ષરતા કાર્યક્રમ શરૂ કર્યો છે.કમલકન્નીની કથા સાબિત કરે છે કે સાક્ષર બનવા માટે વયની કોઈ સીમા નથી.
- Advertisement -